________________
ઉપદેશ રહસ્ય ગાથા-૧૦
() ક્રિયાતત્પર :- જે મનુષ્ય સુખાધ્ય હોય છે તે ક્રિયામાં પણ જોડાય છે એટલે કે ચારિત્ર્યહનીયકર્મને પશમ થવાથી મુક્તિસાધક ધર્માનુષ્ઠાનોમાં સક્રિયપણે ઉલ્લાસ સાથે ભાગ લેતે થાય છે. દા.ત. મહાનિધિને ગ્રહણ કરવા માટે સક્રિય બનેલ પુરુષ. અવક્રગામી જીવ ગુણાનુરાગી હોય છે. તેનો અધ્યવસાય વિશુદ્ધ હોવાથી સ્વ કે પરમાં રહેલા જ્ઞાનાદિ ગુણો જોઈને તેના અંતરમાં આનંદની ઉર્મિઓ ઉછળે છે, પરંતુ મત્સર કે ઈર્ષ્યાને ત્યાં અવકાશ હોતે નથી, સદ્દગુણનાં લાભમાં મત્સર કે ઈર્ષ્યા પ્રબળ વિરોધી છે. ગુણાનુરાગી જીવમાં તે ન હોવાથી તેને સદ્દગુણની પ્રાપ્તિ થવામાં ગુણાનુરાગ સફળ અને સચોટ કારણ બને છે.
(૫) શક્યપ્રવૃત્તિ – અવક્રગામી જીવ, શક્ય = પિતાના પ્રયત્નથી સાધ્ય હોય તેવા જ અનુકાનોમાં, દા. ત. ગુરુદેવ, બાલવયસ્ક કે ગ્લાન વગેરે મહાત્માઓની સેવામાં, ઉદ્યમ કરે છે, નહિ કે અશક્ય કાર્યમાં. અશક્ય કાર્યમાં ઉદ્યમ કરવાથી ભાવિમાં પિતાના આવશ્યક કર્તવ્યો સદાય છે, બાકી રહી જાય છે, શારીરિક શક્તિ વેડફાઈને ઘસાઈ જાય છે, અને તેથી શુભ કાર્યોની ઉત્તરોત્તર પરંપરા ચાલુ રહેતી નથી. જિનાજ્ઞા અનુસારી અને બુદ્ધિપૂર્વક કરવામાં આવતા શક્ય અનુષ્ઠાને સુવર્ણના કળશ જેવા છે, કારણ કે શુભાનુબંધી છે. જ્યારે જિનાજ્ઞા-અનુસરી ન હોય એવા વગર વિચાર્યું કરવામાં આવતાં અશક્ય પ્રાયઃ અનુષ્ઠાન માટીના ઘડા જેવા છે, કે જે દિવસે દિવસે ઘસાઈને આખરે નાશ પામે છે. અર્થાત્ શુભાનુબંધી હોતા નથી. તેથી શાસ્ત્રજ્ઞ પુરુષે શક્ય કાર્યમાંજ ઉદ્યમ કરે છે, પણ અશક્યમાં ઉદ્યમ કરતાં નથી. એટલું જ નહિ, શક્યમાં પ્રમાદ પણ કરતાં નથી.
આ રીતે જે ઉપરોક્ત માર્ગનુસારિતા વગેરે ગુણ ધરાવતો હોય તે અવક્રગમી છે, જેમ તેમ મરજી મુજબ ક્રિયા કરનાર નહિ. ઉપરોક્ત રીતે જિનાજ્ઞાની પરતંત્રતા વિના શુદ્ધિ નથી એ સૂત્ર નિર્વિવાદ સિદ્ધ થાય છે.
* સુવર્ણ કળશ અને માટીના ઘડામાં તફાવત એ છે કે સુવર્ણ દીર્ધકાળે પણ એવુને એવુ રહેતું હોય
છે અને દિન-પ્રતિદિન તેને જોઈ જોઈને આનંદ ઉપજતો જાય છે જયારે માટીને ઘડા દિવસે ક્ષીણ થતો જાય છે—અણગમત થાય છે અને આખરે ઘસાઈને ફૂટી જાય છે.