________________
ઉપદેશઃ ૨ આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે
[અવક્રગામનું લક્ષણ]. તાત્પર્યાથ - (૧) માર્થાનુસારી - આનો વિશેષાર્થ એ છે કે જે માર્ગાનુસારી હોય છે તેના વિનકારક કિલષ્ટ કર્મો દૂર થઈ ગયા હોવાથી પ્રગટ થયેલ ઉપશમ ભાવથી સહજ રીતે તત્ત્વને અનુકુળ જ તેની પ્રવૃત્તિ હોય છે. કોઈ પણ અભિલષિત વસ્તુની પ્રાપ્તિમાં અવધ્ય કારણ એટલે કે રામબાણ ઉપાય હોય તે તે વિનભૂત કિલષ્ટ કર્મોને અપચય= હાસ છે દા. ત. અટવીમાં પડેલા અંધપુરુષની અમુક નિશ્ચિત નગરમાં પહોંચવાની યેગ્યતા જેમ એ ગ્યતાના અભાવમાં તે અંધ પુરુષ કોઈ પણ રીતે નગરમાં પહોંચી શકતો નથી. તે જ રીતે વિનભૂત કર્મોનાં હાસ વિના ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ પણ અશક્ય છે.
પ્રશ્ન :- કિલષ્ટ કર્મને હાસ જે ઈષ્ટ પ્રાપ્તિનું મુખ્ય કારણ હોય તે પછી વિશિષ્ટ પ્રકારના શ્રતાભ્યાસની શી જરૂર ?
ઉત્તર :- સામાન્યતઃ તત્વની પ્રાપ્તિમાં કિલષ્ટ કર્મને વિલય હેતુ છે પરંતુ વિશેષ પ્રકારની તત્વપ્રાપ્તિ થવામાં શ્રતાભ્યાસ ઘણો જરૂરી છે. કિલષ્ટ કર્મના વિલયરૂપ યોગ્યતા તો માત્ર તાવિક વિષયની ઘસત્તામાત્રમાં એટલે કે સામાન્ય ઝાંખીમાં જ હેત છે. લોકમાં પણ દેખાય છે કે બાળક વગેરેને નીલ આદિ પદાર્થનું જ્ઞાન કરવા માટે નેત્ર રૂપ સામાન્ય સાધન વિદ્યમાન હોવા છતાં પણ વિશેષ પ્રકારની બુદ્ધિ ન હોવાથી નીલ આદિ પદાર્થના વિષયમાં સામાન્ય કક્ષાને બંધ થાય છે, જ્યારે સુજ્ઞ પુરુષને વિશિષ્ટ પ્રકારને બુદ્ધિ અતિશય હોવાથી નીલ આદિ પદાર્થને વિશિષ્ટ કક્ષાને બંધ થાય છે.
(૨) શ્રદ્ધા - અવક્રગામીનું બીજુ લક્ષણ શ્રદ્ધા કહ્યું છે. તત્ત્વમાં વિશ્વાસ ધરાવનાર, અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાના પાલનમાં ચિ ધરાવનાર તે શ્રદ્ધાળુ કહેવાય. વિનભૂત કિલષ્ટ કર્મોના વિશિષ્ટ પ્રકારના વિલયથી પ્રાપ્ત થનાર કોઈક ભૂમિઅંતર્ગત મહાનિધિને ગ્રહણ કરવા માટે જે મનુષ્ય ઉત્સુક હોય છે તે મનુષ્યને તે મહાનિધિને ગ્રહણ કરવાના ઉપદેશમાં જેમ અટલ વિશ્વાસ હોય છે અને જરૂરી વિધિવિધાનના પાલનમાં સાવધાની હોય છે તે રીતે વિશિષ્ટ પ્રકારની નિર્જરાના ઉપાયમાં અવક્રગામી જીવને અટલ વિશ્વાસ હોય છે. અથવા શાસ્ત્રવિહિત અનુષ્ઠાને-ઉપાયને આદરવામાં તત્પરતા હોવી તે શ્રદ્ધા છે.
(૩) સુખબેધ્ય :- જે મનુષ્ય માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હોય છે. તે સુખધ્ય પણ હોય છે. સુખબોધ્યને અર્થ એ છે કે કદાચિત્ યથાર્થ જ્ઞાનના અભાવમાં માર્ગથી વેગળે જઈ રહ્યો હોય અને કોઈક જ્ઞાની ગીતાર્થ તેને સન્માર્ગમાં લાવવા માટે તેની ભૂલ બતાવે તે પિતે ઝટ તેને સ્વીકાર કરે અને પુનઃ માર્ગ પર આવવા પ્રયત્ન કરે. તાત્પર્યર્થ એ છે કે મિથ્યાત્વ સહચરિત માનકષાયને જોઈએ એવો ક્ષયપશમ હોવાથી ‘હું જે કરું છું બરાબર છે એ અસઆગ્રહ તેને હેત નથી. દા. ત. ખરેખર મેળવવા યોગ્ય લાગેલા મહાનિધિન ગ્રહણમાં કોઈ મનુષ્ય જાણકારી ન હોવાથી ઊલટી રીતે પ્રવૃત્તિ કરી રહ્યો છે, પણ જે તે સરળ હોય છે તે બીજાના કહેવાથી સહેલાઈથી પાછો વળી જાય છે.
અંધપુરુષની નગરમાં પહોંચવાની યોગ્યતા એટલે કે તેને માર્ગવેત્તામાં વિશ્વાસ હોય. તેમજ જે બાજુ તેને દેરવામાં આવે તે દિશામાં ચાલવાને પ્રયત્ન કરે અને ધીરજ જાળવી રાખે..