________________
ઉપદેશ ૨ આજ્ઞા મુજબ પરિણામ શુદ્ધ કરે नन्वेवमाज्ञयैव ज्ञानव्यवस्थितौ कथं परेषां तद्विना मासक्षपणादिविशिष्टक्रिया, कथं वा स्वपक्षबद्धोद्धरादराणामपि प्रेत्यहिताय प्रवर्त्तमानानां प्रशमो दृश्यत इत्याशङ्कयाह
શિાન ક્રિયા અને કલેશક્ષય. તાત્પર્યાથી -આશય એ છે કે વિતથક્રિયા એટલે કે સ્વચ્છંદતાથી કરવામાં આવતી વારંવારની વિપરીત ક્રિયાથી દુઃખને ક્ષય તે થાય છે, પરંતુ આત્યંતિક થતું નથી. અનુકૂળ સામગ્રી એકત્રિત થઈ જતાં ફરી દુઃખની હારમાળા ચાલુ થાય છે. દા. ત. સાદું દેડકાનું ચૂર્ણ. સાદા દેડકાના ચૂર્ણમાંથી તાત્કાલિક દેડકાની ઉત્પત્તિ ન થતી હોવા છતાં પણ ઉત્પત્તિની ગ્યતા અક્ષત હોવાથી જળ અને કાદવ વગેરેને સહયોગ પ્રાપ્ત થતાં તેમાંથી અગણિત દેડકાંઓની ઉત્પત્તિ થઈ જાય છે. આજ્ઞા નિરપેક્ષ ક્રિયા કરનારા સ્વછંદ યતિઓ, જે કાળે જે ક્રિયાનું પાલન કરે છે તે કાળે તે કિયાઓ જ્ઞાનશૂન્ય હોવાથી પ્રબળ વિપયંસ રૂપ રાગદ્વેષની હાજરીમાં પાપાનુબંધી સાતા વેદનીય વગેરે પુણ્યનો બંધ કરાવે છે. એટલે કે તેઓ ક્રિયાનિમિત્તક સાતા વેદનીયને બંધ કરતા હોવા છતાં પણ અજ્ઞાનપ્રયુક્ત પ્રબલ વિપર્યાય રૂ૫ રાગ-દ્વેષના કારણે મિથ્યાત્વ મેહનીયન બંધ પણ અવશ્ય કરતા હોય છે. મૃત્યુ પછીના ભાવોમાં તે પુણ્યને વિપાક ઉદય થવા સાથે મિથ્યાત્વ મેહનીયન ઉદય પણ અવશ્ય થાય છે. તેનાથી હિતકર કૃત્ય અને અહિતકર કૃત્યને વિવેક ચૂકી જવાય છે અને મૂઢતા પેદા થાય છે, તથા પુણ્ય કર્મની સ્થિતિનો ક્ષય થતાં મેહનીયજનિત મૂઢતાથી અપાર નરક પારાવારમાં પતન થાય છે તેથી તેને સાદા મંડૂક ચૂર્ણ સમાન કહ્યો છે.
[જ્ઞાનના પ્રભાવે થતો કલેશ ક્ષય] પરિપક્વ જ્ઞાનથી જે દુઃખક્ષય થાય છે તે અગ્નિથી ભસ્મીભૂત થયેલા દેડકાના ચૂર્ણ જે છે. એટલે કે તેમાં પુનરુ ઉત્પત્તિની યેગ્યતા નષ્ટ થઈ જાય છે. પરિપકવ જ્ઞાન એવી ક્રિયાને ઉત્પન્ન કરવાને સમર્થ છે કે જે ક્રિયાથી અત્યંત શુભ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય, જે કે સાથે સાથે દશમાં ગુણઠાણા સુધી જ્ઞાનાવરણીય આદિ અશુભ પ્રકૃતિઓને બંધ અવશ્યભાવી છે, તો પણ તે નિરનુબંધ હોવાથી એટલે કે અશુભ ફળની પરંપરાસર્જક ન હોવાથી અકિંચિકર છે. આવા અકિંચિકર નિરનુબંધ અશુભપ્રકૃતિબંધ સહભાવી પુણ્યાનુબંધી પુણ્યના હેતુભૂત સક્રિયાને પ્રગટાવનાર પરિપકવ જ્ઞાન સર્વ દુઃખોનાં વિનાશને હેતુ છે જે કે વચમાં આનુષંગિક ભેગલાભ પણ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કે તેવા જ્ઞાન દ્વારા જે પુણ્ય બંધ થાય છે તેનાથી જીવને જ્યાં સુધી મેક્ષ ન થાય ત્યાં સુધી સદ્ધતિઓમાં દેવકના સુખ વગેરેની પ્રાપ્તિ પણ થાય છે, પરંતુ તે સુખભેગમાં જ્ઞાનીઆતમાં ઉદાસીન =જલકમલવત્ નિર્લેપ રહેતા હોવાથી નવ કર્મને બંધ બહુ જ અ૯૫ થાય છે. આ રીતે ઘણું થોડા ભેમાં જ્ઞાની આત્માને મોક્ષ પ્રાપ્ત થતાં સર્વ દુઃખને કાયમી ઉચ્છેદ થાય છે, માટે જ્ઞાનકૃત દુઃખક્ષય ભસ્મીભૂત થયેલા દેડકાના ચૂર્ણ જેવું છે. તેમાં જેમ પુનઃ જીત્પત્તિ થવાની યેગ્યતા રહેતી નથી એમ જ્ઞાનકૃત દુઃખક્ષય પછી પુનઃ દુઃખત્પત્તિ અટકી જાય છે.