________________
ઉપદેશ : ૨ આનામુજબ પરિણામ શુદ્ધ કરા
[શુદ્ધ પરિણામ ઉદ્ભવ હેતુ]
તાત્પર્યા :—આ કથનનુ તાત્પર્ય એ છે કે મિથ્યાત્વ નિવૃત્ત થયા બાદ જે શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે તે માટા ભાગના જીવાને શાસ્ત્રના પિરશીલનથી જ ઉત્પન્ન થાય છે, પરંતુ માષષ મુનિ જેવા કેટલાક એવા પણ જીવા હેાય છે જેઓને જ્ઞાનાવરણના તીવ્ર ક્ષાપશમ ન હોવા છતાં પણ તેમના સ્વાભાવિક રીતે માર્ગને અનુસરવાના વલણથી શુદ્ધ પરિણામની પ્રાપ્તિ થાય છે. અહીં માર્ગ એટલે ચિત્તની સહજ અવક્રગામિતા, એટલે કે જીવના એક વિશિષ્ટ પરિણામ કે જે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થયેલા હાય છે, ઉત્તરાત્તર ચઢિયાતા ગુણસ્થાનકોની પ્રાપ્તિમાં અનુકૂળ હોય છે અને તદ્દન ઋજુ હોય છે. સર્પ જેમ નળીના એક છેડેથી પેસીને બીજા છેડે નીકળવા માટે પેાતાની વક્તા છેાડી સીધા બની જાય છે તે રીતે માર્ગાનુસારિતાને પરિણામ ઋજુતાગર્ભિત હોય છે.
32
કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અનેક સૂક્ષ્મ પદાર્થાના નિર્ણય કરવામાં સમર્થ એવા સૂત્રજ્ઞાનથી પરમાત્મા તરફ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે, તેમ માર્ગાનુસારિતા ગર્ભિત પ્રશસ્ત આઘસ'જ્ઞાથી, તેમજ ભયકર સંસારનાં દુ:ખાથી મુક્ત કરનાર ગુરુકુળવાસના બહુમાનથી, પણ પરમાત્મા પ્રત્યે બહુમાન અને ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. સ્પષ્ટ દેખાય છે કે કેટલાક વિદ્વાના મહારથી દેખાવમાં ઘણા શાસ્ત્રાભ્યાસ કરનારા ન હોવા છતાં પણ અતિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ પ્રજ્ઞાથી એવું રહસ્ય શેાધી કાઢે છે કે જે બહાર દેખાવમાં ઘણુ... જાણનારા પણ સ્થૂળ બુદ્ધિવાળાને ઉપલબ્ધ થતું નથી.
[માષષ વગેરે મુનિએમાં વિપર્યાસના અભાવ
પ્રશ્ન :—ગુરુના વિષયમાં યથાર્થજ્ઞાન ન થવા દેનાર કર્મના ક્ષયાપશમ થવાથી ગુરુ અંગેની યથાર્થ ઓળખાણ થઈ શકે, પરંતુ બાકીના તત્ત્વભૂત વિષયેામાં વિપર્યાસ સંભવિત છે તેા પછી માષતુષમુનિ વગેરેને એકાંતે શુદ્ધ કહી શકાય તેવા પરિણામની પ્રાપ્તિ શી રીતે થઈ ?
*
માષષ મુનિરાજ :– દાઈ એક ગચ્છમાં એક આચાર્યં અનેક શિષ્યોને ભણાવે છે. તેમના ભાઈસાધુ વિશિશ્રુતજ્ઞાની ન હેાવાથી નિદ્રા વગેરેમાં સમય પસાર કરે છે. શિષ્યવની અનેક શંકા-કુશંકાઓનું નિરાકરણ કરતાં કરતાં એક વાર આચાર્ય કંટાળ્યા. મનમાં વિચારે છે આ ભાઈમુનિને કેટલી નિરાંત છે, આરામથી ઊંધે છે, ત્યારે હતભાગી મને ક્ષણુવાર પશુ આરામ નહીં.” આ અવસરે જ્ઞાનની અવગણનાથી આચાયે થ્ર જ્ઞાનાવરણુ કર્મના બંધ કર્યો. દેહત્યાગ કરી દેવલાકમાં એક ભવ કરીને મનુષ્યભવમાં અવતર્યા. સાધુપુરુષોના સત્સંગથી વૈરાગ્ય વ્રત થતાં પ્રતિબેાધ કરનાર સદ્ગુરુ સમીપે દીક્ષા લીધી. ગુરુદેવની નિશ્રામાં સામાયિકશ્રુતનું અધ્યયન કરતી વેળાએ પૂર્વે બાંધેલું જ્ઞાનાવરણીય કઉડ્ડયમાં આવ્યું. સહુમાન નિરંતર અભ્યાસ અને પરિશ્રમ કરવા છતાં એક પદ પણુ ગાખી શકયા નહીં. એ જોઈ ગુરુદેવે સક્ષેપથી સામાયિક સૂત્રને અર્થ સમજાવવા ‘મા ફળ મા તુ' એવાં માત્ર એ પદ ગાખવા કહ્યું. ઘણી ભક્તિપૂર્વક ગાખવા છતાં એ પદ યાદ રહેતાં નથી. મહાપ્રયત્ને ગાખ્યું ત્યારે ‘માતુવ’ એટલુ યાદ રહ્યું, એટલે એમને બધા ‘માસ્તુ' નામે સંખાવવા લાગ્યા. અન્ય સાધુએ તેમની ભૂલ સુધારે તા સરળ હૃદયે સહર્ષ સ્વીકારી લેતા. આ રીતે ગુરુભક્તિ અને આદરના પ્રભાવે કાળક્રમે કેવળજ્ઞાની થઈ માક્ષે ગયા.