________________
ઉપદેશ ૧-જિનાજ્ઞા પરમ ધર્મ [અહિંસા-દશકતા વચનવિશ્વાસનું બીજ નથી અહિંસાદેશકતા એ વચન-વિશ્વાસમાં પ્રાજક નથી કારણકે, તેમાં અન્યાશ્રય દોષ બેઠો છે. વચનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય તે પ્રસ્તુત અહિંસા શુદ્ધ છે એવી ખાતરી કે વિશ્વાસ થાય અને શુદ્ધઅહિંસાપ્રતિપાદકતાનો વિશ્વાસ કે નિશ્ચય થાય તે એ વચનમાં વિશ્વાસ થાય. આ બધાને સાર એ છે કે આગામશાસ્ત્ર સ્વતંત્રપણે પારલૌકિક અનુષ્ઠાનમાં પ્રવર્તક છે, નહિ કે અહિંસાદેશકતાના જ્ઞાનથી પ્રયુક્ત વિશ્વાસ, માટે આગમ એટલે કે જિનાજ્ઞા બળવાન છે. યોગબિંદુમાં કહ્યું છે કે –
શ્રદ્ધારૂપ ધનથી યુક્ત, બુદ્ધિશાળી અને નિકટમાં મુક્તિગામી જીવને પારલૌકિક અનુષ્ઠાનમાં પ્રાયઃ શાસ્ત્ર સિવાય બીજાની જરૂર રહેતી નથી. ૨૨
શાસ્ત્ર પાપરોગનું ઔષધ છે, પુણ્યનું સર્જન કરનાર છે. સર્વદિશા અભિમુખ નેત્ર છે અને સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે. એરપો
[આખંભાષિત હોય તે વિશ્વસનીય પ્રશ્ન-જે આગમને સ્વતંત્રપણે પ્રવર્તક માનવામાં આવે છે તે આગમમાં વિશ્વાસનું બીજ જે શુદ્ધ અહિંસાદેશકત્વ નથી તો શું છે?
ઉત્તર–આગમશાસ્ત્રમાં વિશ્વાસનું બીજ “એના ઉપદેશક પુરુષ આસ હોવા” તે છે. અસત્ય ભાષણમાં કારણ રાગ, દ્વેષ, અને મોહ છે. તેના સંપૂર્ણ વિજેતા જિનેશ્વર દેવ જ ખરા આમ છે એટલે તેમનાં વચનમાં અસત્યપણાની શંકાને અવકાશ જ નથી. વાચક– શિરોમણિ શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું છે કે
“રાગ, દ્વેષ કે મેહથી જૂઠાં વાક્યો બોલાય છે. જેમાં આ ત્રણ દેષ નથી તેને જુઠું બલવાનું પ્રયોજન શું હોય? (અર્થાતુ નથી.”
પ્રશ્ન:–અમુક આગમના પ્રણેતા આમ જ છે તેમાં પ્રમાણ શું ?
ઉત્તર:–મહાજન એટલે કે શિષ્ટ પુરુષમાં આદરણીય હોવાથી તેમજ સંવાદી વચનની સજાતીયતા હોવાથી અમુક આગમશાસ્ત્ર સાક્ષાત્ કે પરંપરાએ આતનું ભાખેલું છે એમ કહી શકાય છે. આ વિષય ઉપર બીજા ગ્રંથમાં પુખ્ત વિચાર કરેલ છે. જો
ननु किमिह कालविलम्बोचितप्रयासकारिणा सत्राभ्यासेन ? अहिंसोपायेनैव पिण्डविशुद्धयेषणादिना परिणामविशुद्धया निस्तारोपपत्तेस्तावन्मात्रपरिज्ञानस्य च स्वच्छन्दतयाऽप्युपपत्तेः कि गुरुकुलवासादिप्रयासेन ? इत्याशंक्याहછે ભગવાનનાં જે વચનોમાં અન્ય પ્રમાણથી સંવાદ ઉપલબ્ધ થાય છે તે વચનો સંવાદી કહેવાય. તે
સંવાદી વચનનાં ભાષક ભગવાનનાં અન્ય વચને કે જેમાં તાત્કાલિક અન્ય પ્રમાણથી સંવાદ ન પણ મળે પરંતુ વિસંવાદ પણ ન હોય, તે સંવાદી જતીય વચનો કહેવાય. દા. ત. સૂર્યચન્દ્રગ્રહણ પ્રતિપાદક આગમિક વચનોમાં પ્રત્યક્ષ પ્રમાણથી સંવાદ ઉપલબ્ધ છે માટે જ ભગવાનનાં બીજાં વચને પણ સંવાદી હોવાં જોઈએ. કારણકે તે પણ ભગવાનભાષિત છે. આ રીતે વચનમાં સંવાદી જાતીયતા પણ આખંભાષિતપણું સિદ્ધ કરે છે.