________________
ઉપદેશરહસ્ય–ગાથા ૪
आप्तोक्तत्वं च महाजनपरिग्रहात्संवादिजातीयत्वाद्वा सुग्रहमिति विपश्चितमन्यत्र ॥ ४ ॥
| (અજ્ઞાનગર્ભિત હેય તે અહિંસા નહીં). તાત્પર્યાથ:- સમાધાનનું તાત્પર્ય એ છે કે, આજ્ઞાબાહ્ય એટલે કે જે અહિંસા પ્રવૃત્તિ, સૂત્રનાં વિષય ઉપર તટસ્થ યુક્તિઓથી પૂર્વાપર વિચાર કરવા દ્વારા ઉત્પન્ન થયેલા પ્રમાણ્યબેધરૂપી વિશ્વાસથી પ્રેરિત હેવાને બદલે દેખાદેખી અથવા સ્વરjદથી પ્રેરિત છે તે અહિંસા લોકોત્તર ન્યાયે અહિંસા જ નથી. નિર્જીવ પુષ્પ, ફળ, સેવાળ વગેરે ખાઈને જીવનારા, એકાંત નિર્જન વનમાં વાસ કરનારા અજ્ઞાની તપસ્વીઓ, તેમજ સ્વચ્છન્દ પણે વિચરનારા અગીતાર્થ જૈનયતિઓ, આ બધાનું, ગુરુકુળવાસ-વડીલ ગુરુઓનો વિનય તેમજ શાસ્ત્રાભ્યાસ વગેરેથી નિરપેક્ષ એવું અહિંસાપાલન લોકસંજ્ઞામૂલક હોવાથી લૌકિક અહિંસા છે, પણ લેકોત્તર અહિંસા નથી. ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ કહ્યું છે કે –
લેકહેરીને અનુસરીને, “અહિંસા એ જ સારભૂત ધર્મ છે એમ સમજીને કેટલાક . અજ્ઞાનીઓ સર્વત્યાગ કરીને લૌકિક અહિંસામાં મચી પડે છે”
પણ આ પ્રકારની અજ્ઞાનગભિત અહિંસાને સંસાર સાગરથી પાર ઉતારનાર નૌકા ન કહી શકાય, કારણ કે લૌકિક અનુષ્ઠાન સંસાર સાથે ગાઢ દોસ્તીથી સંકળાયેલું છે.
(હેતુ–સ્વરૂપ-અનુબંધથી હિંસા અને શુદ્ધ અહિંસા) પ્રશ્ન-તે પછી શુદ્ધ અહિંસા કેવી રીતે જાણવી?
ઉત્તરસર્વજ્ઞકથિત સૂત્રને અનુસરીને ૧. હેતુ ૨. સ્વરૂપ અને ૩. અનુબંધ આ ત્રણ પ્રકારે અહિંસાની શુદ્ધિ તપાસવી જોઈએ. અહિંસા હિસાવિરોધી છે એટલે હિંસાના ત્રણ પ્રકાર જાણવાથી અહિંસાના ૩ પ્રકાર જાણી શકાય. હિંસાના ત્રણ પ્રકાર આ રીતે પ્રમાદ કે જેને જૈન પરિભાષામાં અદ્યતન કહે છે તે હિંસાને હેતુ છે, પ્રાણ વિનાશ હિંસાનું સ્વરૂપ છે, અને પાપ કર્મના બંધથી ભાવિમાં પ્રાપ્ત થતાં દુખે એ હિંસાને અનુબંધ ફળ છે. આ ત્રણ રીતે હિંસા જાણી શકાય છે. દશવૈકાલિક સૂત્રનાં ચોથા અધ્યયનમાં કહ્યું છે કે – “અગતનાથી ફરનારે પ્રાણ અને ભૂત વગેરે જીવની હિંસા કરે છે તેનાથી પાપકર્મને બંધ કરે છે કે જે કડવાં ફળ આપે છે.”
શુદ્ધ અહિંસામાં ઉપરોક્ત હિંસાથી વિપરીત જન કરવી, તે એ રીતે કે ચેતના એ અહિંસાને હેતુ છે, પરકીય પ્રાણવિનાશથી નિવૃત્ત થવું એ અહિંસાનું સ્વરૂપ છે અને આત્યંતિક મેક્ષ સુખનો સાક્ષાત્ કે પરંપરાએ લાભ એ અહિંસાને અનુબંધ છે.
* તત્વાર્થસૂત્રમાં પ્રમાદના ત્રણ પ્રકાર કહ્યા છે૧. સ્મૃતિઅનવસ્થાન – વિકથા વગેરેના કારણે ચિત્ત વ્યાકુળ થઈ જવાથી કર્તવ્યનું વિસ્મરણ થઈ જવું.
કુશળને અનાદર - ઉત્સાહના અભાવે શાસ્ત્રવિહિત શુભ અનુષ્ઠાનેનું પાલન ન કરવું. ૩. યોગદુષ્પણિધાન - મન-વચન-કાયાથી બધી જ શુભ પ્રવૃત્તિઓ આર્તધ્યાનપૂર્વક અર્થાત
ઉદ્વેગપૂર્વક કરવી. [તત્વાર્થસૂત્ર - અ. ૭. સૂ. ૨૮ પાભાષ્યની શ્રી સિદ્ધસેનસૂરિકૃત ટીકાને અનુસરીને પ્રકાશક–દે. લા. પુ. ફંડ – ભા. ૨ પૃષ્ઠ ૧૨૩]