________________
ઉપદેશ એટલે એવું વાક્ય કે વાક્યસમૂહ કે જે શ્રોતાને અહિતથી નિવૃત્ત થઈ હિતમાં પ્રવર્તવાની પ્રેરણા આપે. ‘ઉપદેશના રહસ્યને કહીશ એને અર્થ ‘રહસ્યમય ઉપદેશને કહીશ” એ સમજે. આનાથી આ ગ્રંથમાં મુખ્યપણે પ્રતિપાદનને વિષય રહસ્યમય ઉપદેશ છે એ સૂચિત થાય છે.
આ ઉપદેશ આગમસૂત્રમાં બતાવેલા વિધિ પ્રમાણે વિસ્તૃત ગૂઢાર્થના ઉપદેશક શિષ્ટમાન્ય પૂર્વાચાર્યોએ કહ્યા મુજબ જ કરવાનું છે. આ રીતે આ ઉપદેશ શિષ્ટ પૂર્વાચાર્યોની વાચનાપરંપરાથી પ્રાપ્ત થયેલ જે સૂવાર્થ, તમૂલક હોવાથી તેની તાત્ત્વિકતામાં કઈ સંદેહ નથી એ જણાવ્યું. અને તેનાથી ગુરુપર્વક્રમ અર્થાત્ ગુરુપરંપરારૂપ સંબંધનું પણ સૂચન થાય છે. આ ઉપદેશ ભગવાન મહાવીર સ્વામીથી સુરકાળવતી આપણને પ્રાપ્ત થવામાં પરંપરાગત ગુરુએરૂપી (પર્વ=) સંધિસ્થાન કારણભૂત છે એ તે પ્રસિદ્ધ જ છે. આ ગ્રન્થ રહસ્યભૂત ઉપદેશને પ્રતિપાદક છે અને તેને પ્રતિપાદ્ય વિષય રહસ્યભૂત ઉપદેશ છે. આ રીતે ગ્રંથ અને એના વિષયને કઈ મેળ નથી એમ નહિ, પરંતુ પ્રતિપાદ્ય-પ્રતિપાદક ભાવ સંબંધ છે અને તે પ્રકરણ આદિના સામર્થ્યથી જાણી શકાય છે.
પ્રસ્તુત ગ્રંથને અધિકારી મુમુક્ષુ છે. કારણકે આગમના અધ્યયનને અધિકારી મુમુક્ષુ જ હોય છે અને પ્રસ્તુત ગ્રંથ પણ આગમ સંબંધી જ એક વિષયનું વ્યુત્પાદન કરી રહ્યો છે. અર્થાત્ જે આગમ અધ્યયનને અધિકારી છે તે જ આ ગ્રંથનો અધિકારી છે. મુમુક્ષુ દ્વારા ઉપાદેય હેવાથી આ ગ્રંથ બીજા અર્થશાસ્ત્ર આદિ કરતાં વધારે ચઢિયાતી કક્ષાને હેઈ શ્રેષ્ઠ છે.
પ્રયોજન - જે આત્માએ ભગવાન ઉપર બહુમાનભાવવાળા અને મિક્ષથી નિકટ છે, પરંતુ પાંચમા આરાના કાળદોષથી નિપુણ બુદ્ધિ ન હોવાથી, છુટા છુટા વેરાયેલા છે તે શાસ્ત્રોના અને જાણવાને સમર્થ નથી તેવા તત્ત્વજિજ્ઞાસુ ભવ્ય જીવોને એકત્ર કેટલાક જાણવા ચોગ્ય અતિ મહત્ત્વના પદાર્થોને સુંદર બંધ થાય, તે આ ગ્રંથરચનાનું પ્રયોજન છે. જે કે સામાન્યપણે મુખ્ય પ્રયોજન મેક્ષ જ હોય છે, તે પણ ભવ્ય જીવોને પ્રતિબોધ થાય એ પણ એક વિશેષ પ્રયોજન હવામાં કઈ બાધ નથી. જેના * ગુરુપવક્રમ શબ્દનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરસ્વામી સાથે જંબુસ્વામીને સંબંધ
કરાવનાર પર્વ એટલે કે સંધિસ્થાનરૂપ સુધર્મ સ્વામી હતા. તે રીતે પ્રભવસ્વામી સાથે સુધર્મ સ્વામીને સંબંધ જોડવામાં જંબૂસ્વામી પર્વ રૂપ હતા. એ રીતે આપણી અને ભગવાન મહાવીરસ્વામી મધ્યે સંબંધ સ્થાપિત કરનાર સુધર્મ સ્વામી વગેરે પૂર્વાચાર્ય ગુરુઓ પર્વરૂપ બન્યા. આ રીતે પર્વરૂપ બનેલા ગુરુઓની પરંપરાથી આપણે સંબંધ ભગવાન મહાવીરસ્વામી સાથે સ્થાપિત થાય છે. એ જ રીતે ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશ અને પ્રસ્તુત ગ્રન્થકારના ઉપદેશ વચ્ચે પણ પર્વરૂપ પૂર્વાચાર્ય ગુરુઓના ઉપદેશની પરંપરા સંબંધ સ્થાપિત કરે છે. આ રીતે ગુરુપરંપરાગત ઉપદેશમૂલક હેવાથી આ ગ્રન્થકારના ઉપદેશમાં પણ પ્રમાણિકતાને સંદેહ રહેતો નથી. સામર્થન : 9થાન gવાન વિશિષ્ટાર્થોસ્થિતિનનવમ્ - અભિધેયસૂચક શ્લોકમાં લખાયેલા પદમાંથી એક પણ પદ પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ સંબંધનું વાચક નથી. પરંતુ બધાં જ પદો પરરપર ભિન્ન અર્થ ધરાવે છે. તે છતાં પણ મણકાની જેમ પ્રારંભિક અભિધેયસૂચક શ્લોકરૂપી માળામાં ગુંથાઈને જેમ વિશિષ્ટ વાક્યર્થ ફલિત કરે છે તેમ ગ્રન્થગત પ્રતિપાદ્ય-પ્રતિપાદકભાવ સંબંધને પણ ઉપસ્થિત કરે છે. (સંબંધનાં અન્ય એક અર્થ માટે જુઓ ગદષ્ટિ પ્લે. ૧ ની ટીકા.)