________________
૩૫ા રહ–વૈવરણ અને તાત્પર્યા
જિન પ્રવચનના અનુગને અર્થાત વિસ્તૃત ગૂઢાર્થોને યથાર્થપણે જાણવા જોઈએ, એ જાણીને એટલે કે એમાંથી ઉચિતને આદર અને અનુચિતને ત્યાગ કરવા રૂપે સમજીને સ્વ અને પર ઉભયનું કલ્યાણ ઈચ્છનારા મુમુક્ષુ આત્માઓએ સન્માર્ગના ઉપદેશમાં ઉચિત ઉદ્યમ કરે જોઈએ. ગ્રન્થકાર મહર્ષિ પણ સ્વ-પરના કલ્યાણ નિમિત્તે ગ્રંથને આરંભ કરે છે. તેની પ્રથમ ગાથા આ પ્રમાણે છે(मूलम् ) नमिऊण वद्धमाणं चुच्छं भविआण बोहणट्ठाए ।
અH Tહવફરું કવન હસમુf I ? / શ્લેકાર્થ :- શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને ભવ્ય જીને પ્રતિબંધ કરવા માટે શ્રેષ્ઠ અને સમ્યફ પ્રકારે ગુરુથી ઉપદિષ્ટ ઉપદેશના રહસ્યને કહીશ. ૧ |
नमिऊणत्ति नत्वा तत्त्वतः स्वाभेदेनांतर्भूतध्यातृध्येयभावेन प्रणिधाय, वर्द्धमानं वर्तमानतीर्थाधिपतित्वेनासन्नोपकारिणं गर्भावतारसमयमारश्यैव प्रवर्द्धमानधनधान्यादिविपुलविभवमनुविभाव्य प्रमुदिताभ्यां मातापितृभ्यां दत्तवर्द्धमानाभिधानं चरमतीर्थंकर, अनेन निर्विघ्नग्रन्थपरिसमाप्तये शिष्टाचारपरिपालनाय च मङ्गलमुपनिबद्धम्, वक्ष्ये प्रतिपादयिष्यामि, उपदेशस्य=हितप्रवृत्त्यनुकूलवाक्यस्य, रहस्यमुपनिषद्भूतमित्युत्तरेण योगः, अनेनाभिधेयमुक्तम् । कीदृशमित्याह—सम्यक सूत्रोक्तविधिना, गुरुभिरनुयोगवृद्धः, उपदिष्टमुपदर्शितं, अनेन गुरुवाचनोपगतसूत्रमूलतया तात्त्विकत्वमस्यावेदितं भवति, गुरुपर्वक्रमलक्षणश्च सम्बन्धः सूचितो भवति, एवं सोऽयं प्रतिपाद्यप्रतिपादकभावसम्बन्धोऽपि सामर्थ्यागम्यते । पुनः कीदृशमित्याह-उत्कृष्टमागमैकाधिकारिकत्वेन मुमुक्षूपादेयत्वादितरग्रन्थातिशयितं, अनेनाधिकारी प्रत्यपादि । किमर्थमित्याह-भव्यानां भगवद्बहुमानितयासन्नसिद्धिकानां दुःषमाकालदोषवशादनतिसूक्ष्मधियां दुरवबोधविप्रकीर्णतत्तत्त्प्रवचनार्थानां तत्त्वजिज्ञासूनां, बोधनार्थ सङ्कुलितकतिपयोपादेयार्थपरिज्ञानार्थ, अनेन प्रयोजनमुक्तं, परमप्रयोजनस्य मोक्षरयाविशेषेऽपि सङ्कुलिततथाविधार्थतत्त्वपरिच्छेदस्यास्य विशेषप्रयोजनत्वात् ॥१॥
તાત્પર્યાથ :- નમન ક્રિયાનો અર્થ એ છે કે ધ્યાતા અને ધ્યેયને ભેદભાવ ગૌણ બને તે રીતે આત્માથી અભિન્ન ભાવે પરમાત્માનું તાત્ત્વિક પ્રણિધાન કરવું. વર્ધમાન શબ્દથી વર્તમાન તીર્થના અધિપતિ હોવાના કારણે નિકટના ઉપકારી, અંતિમ તીર્થકર, મહાવીર સ્વામી અભિપ્રેત છે. તેઓ ગર્ભમાં આવ્યા ત્યારથી માંડીને ધનધાન્ય વગેરે વિપુલ સમૃદ્ધિની અસાધારણ વૃદ્ધિ થતી જોઈને આનંદિત બનેલાં માતા ત્રિશલાદેવી અને પિતા સિદ્ધાર્થ રાજાએ તેમનું વધમાન એવું નામ પાડયું હતું. તેમને નમસ્કાર કરવાથી નિર્વિદને ગ્રંથ સમાપ્તિના હેતુભૂત અને શિષ્ટાચારના પાલનરૂપ મંગળાચરણ થયું. * મંગળનું શું પ્રજન છે તે સ્વાવાદ કલ્પલતા નામના ગ્રન્થમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે પ્રારંભમાં
વિસ્તારથી દર્શાવ્યું છે. ત્યાં તેમજ વધુ વિસ્તારથી જાણવા માટે મંગળવાદ નામના સ્વનિર્મિત ગ્રન્થની ભલામણ પણ ત્યાં કરી છે..