________________
ઉપદેશરહસ્ય
– મંગલાચરણ :(“કઈ પણ શુભ કાર્યના આરંભમાં ઈષ્ટદેવનું સ્મરણ કરવું” એ શિષ્ટાચારને અનુસરીને શ્રી યશોવિજયજી ઉપાધ્યાય મહારાજ સ્વનિર્મિત વિવરણના આરંભમાં શ્રુતદેવતા સરસ્વતી દેવીના બીજ એંકારથી ગર્ભિત મંગળ લેક પ્રસ્તુત કરે છે–). (विवरण) ऐ कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् ।
निजमुपदेशरहस्यं विवणोमि गभीरमर्थेन ॥१॥ વિવૃતિના આ મંગળ બ્લેકમાં ગ્રંથકારશ્રીએ પંડિતેને વંદ્ય મૃતદેવતાનું સ્મરણ કર્યું છે. “ કારથી અર્થાત્ “E” બીજના એકાગ્ર જાપથી આ શ્રુતદેવતાના સ્વરૂપને પિતે કળી શક્યા છે-સાક્ષાત્ કરી શક્યા છે, તેમજ કાર’ મુદેવતાનું વાચક પદ છે; આ અર્થનું સૂચન “રાઝિરૂપાં’ એવા વિશેષણથી કર્યું છે. વિષુવવખ્યા એ વિશેષણ સૂચવે છે કે શ્રુત જ્ઞાનના પ્રકાશ માટે ધુરંધર પંડિતે પણ તેની ઉપાસના કરે છે અને ભક્તિથી શિર ઝુકાવે છે. તેનું સ્મરણ કરીને ગ્રંથકારે અર્થગંભીર ઉપદેશરહસ્ય” નામના પિતાને જ બનાવેલા ગ્રંથનું વિવરણ કરવાની ભાવના વ્યક્ત કરી છે. પ્રસ્તુત લેકમાં વાગુદેવતા શબ્દથી ભગવાનની વાણીનું પણ સ્મરણ અભીષ્ટ છે, અને તે ભગવાનની વાણીનું સ્વરૂપ અર્થાત્ માહાસ્ય અથવા આગમ શાનાં ગૂઢાર્થો [ કારના જાપથી સારી રીતે જાણી શકાય છે. પૂ. ઉપાધ્યાયજી પણ વારાણસીમાં ગંગાનદીના તટ પર ઈ કારનો જાપ કરીને સાક્ષાત્ કરેલ શ્રત દેવતાના આશીર્વાદથી ભગવદ્વાણું સ્વરૂપ જિનાગમનું હાર્દ પ્રાપ્ત કરવામાં સફળ થયા હતા. તેઓ જે આશયથી પ્રસ્તુત ગ્રન્થ રચી રહ્યા છે તેને ભૂમિકામાં વ્યક્ત કરે છે
इह हि विपुलपुण्यप्राग्भारलभ्यमवाप्य मनुजत्वं, संसेव्य च गुरुकुलवासं, परिज्ञाय च प्रवचनानुयोगं सम्यक् स्वपरहितार्थितया मार्गोपदेशाय प्रयतितव्यमित्ययमुपक्रमस्तत्रेयमाद्यगाथाપ્રારંભિક ઉત્થાનિકા :
ચતુર્ગતિમય આ સંસારમાં વિપુલ પુણ્યરાશિના સંચય વિના દુર્લભ એવું મનુષ્યપણું પ્રાપ્ત થયા પછી ગુરુકુળવાસમાં રહી ગુરુઓની ચરણ પાસના કરવી જોઈએ. એ કરીને, * શાસ્ત્રગ્રન્થમાં મનુષ્યપણું એટલે કે માનવતાને દુર્લભ બતાવવામાં આવે છે. એમાં માનવતા એટલે
મનુષ્યભવ સમજવાને છે, નહીં કે જેને આજે માનવતા ધર્મરૂપે સંબોધવામાં આવે છે તે. કારણ, માનવતાધર્મની વર્તમાનકાળમાં કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, અને જે ન્યાયસમ્પન્નતા વગેરે માર્થાનુસારી ગાળા માનવતા ધર્મના અર્થરૂપે ઘટાવવામાં આવે કે જેમાં માનવની માનવ વગરે જીવો પ્રત્યે સહાનુભૂતિ વગેરેને સમાવેશ થાય છે, તે આ પ્રકારની માનવતા મનુષ્યભવ કરતાં પણ ઉત્તરોત્તર
આર્ય દેશ-આર્યકુળ વગેરે કરતાં પણ વધુ દુર્લભ છે તેથી પ્રાથમિકપણે દૂર્લભરૂપે તેની ગણતરી ન કરી લેવાને કાંઈ અર્થ નથી. જે એને જ પ્રાથમિક દુર્લભ માની લઈએ તે પછી મનુષ્યત્વ કરતાં
પણ આ દેશ વગેરેની વધુ દૂર્લભતા બતાવી છે તે અસંગત થઈ જાય.