________________
ઉપદેશ ૪૧–અનુષ્ઠાન વૈચિત્ર્યમાં તથાભવ્યત્વને પ્રભાવ
૩૯ ભાવને ગ્રહ સંભવિત છે. તે એ રીતે કે ઉપરોક્ત રીતે વિશેષ અન્વય-વ્યતિરેક સહચારના દર્શન કાળે સામાન્ય ધર્મ પુરસ્કારેણ અન્વય વ્યભિચાર કે વ્યતિરેક વ્યભિચારને નિર્ણય ન હોય તેમજ અન્ય કોઈ અગુરુ વિશેષ ધર્મ ઉપસ્થિત ન હોય તો લાઘવ તર્કનું
અનુસંધાન થાય છે. અર્થાત્ વિશિષ્ટ કારણ વ્યક્તિને વિશિષ્ટ કાર્ય વ્યક્તિ સાથે સહચાર દેખવા છતાં લઘુ ધર્મ પુરસ્કારેણ કાર્ય–કારણ ભાવ માનવામાં કઈ બાધની ઉપસ્થિતિ ન હોવાથી તે લઘુ ધર્માવછેદન સામાન્યતઃ કાર્ય-કારણ ભાવની જ સિદ્ધિ થાય છે. તર્કશાસ્ત્રનો નિયમ છે કે જ્યાં સુધી લઘુધર્મમાં કારણુતા વચ્છેદક્તા ઘટી શકે તેમ હોય ત્યાં સુધી ગુરુધર્મમાં તે માની શકાય નહી. એટલે ઉપરોક્ત રીતે લઘુ ધર્મ પુરસ્કારેણ સામાન્યતઃ કાર્યકારણ ભાવની સિદ્ધિ થતાં વિશેષતઃ કાર્યકારણ ભાવની સિદ્ધિ કરવાનું કાંઈ સાધન જ શેષ રહેતું નથી જેથી વિશેષ કાર્યકારણુ ભાવ સિદ્ધ થાય.
ઉત્તરપક્ષ – પૂર્વોક્ત પ્રતિબન્ધકતાના ઉચ્છેદની આપત્તિ સામાન્યત: કાર્યકારણ ભાવ પક્ષમાં તદવસ્થ રહેતી હોવાથી પૂર્વપક્ષીનું સંપૂર્ણ કથન વજુદ વિનાનું ઠરે છે.
વળી સામાન્યતઃ કાર્યકારણુભાવવાદમાં જે સકળ કારણ સમુદાય રૂપ સામગ્રીને અથવા તદન્તર્ગત દરેક કારણોને તરયાવકારણસહિતત્વ રૂપે જુદા જુદા અનેક સંબંધથી કાર્યવ્યાપ્ત માનવા જ પડે, કારણ કે તે વિના કાર્યની નિયત ઉત્પત્તિ જ અશક્ય બની જાય અને એ રીતે માનવા જઈએ તો એમાં ઘણું જ ગૌરવ થાય. આ ગૌરવ ટાળવા માટે એ નિયમ બનાવાય કે ઇતર સકળ કારણું વિશિષ્ટ માત્ર એક જ અન્તિમ કારણરૂપ સામગ્રી કાર્ય જનક છેતે અહીં ચરમ કારણ વિશિષ્ટ અન્ય કારણોને કાર્યોત્પાદક માનવાના પક્ષને પણ વિનિગમના અભાવમાં નકારી શકાય નહીં. જો એમ કહેવામાં આવે કે “તરકારવિશિષ્ટત્વરૂપે ગમે તે એક કારણથી કાર્યોત્પત્તિ માનશું તો એમાં પણ દરેકે દરેક કારણને કાર્યોત્પાદક માની શકવાથી કાર્યકારણ ભાવ વધી જતાં ગૌરવ તે ઊભું જ રહે છે.
[કાર્ય વૈચિત્ર્ય પ્રાજક તથાભવ્યત્વ) ઉપરોક્ત સમસ્ત વિચારણને લક્ષ્યમાં લઈએ તે ફલિત એ જ થાય છે કે તાદામ્ય સંબંધથી તથાભવ્યત્વ રૂપ ધર્મને જ અર્થાત્ સ્વભાવભેદને જ જુદા જુદા અનેક ધર્મવાળા કાર્યની ઉત્પત્તિમાં નિયામક માનવે યુક્તિયુક્ત છે. અહીં એવી શંકા થાય કે તથાભવ્યત્વ તે સ્વભાવવૈચિત્ર્ય રૂપ જ છે, તેને જે કાર્યનિયામક માનીએ તે કાલવૈચિત્ર્ય, કર્મ વૈચિત્ર્ય વગેરેને પણ નિયામક માનવામાં પણ શુ બાધ છે ? અર્થાત્ અમુકને જ નિયામક માનવું અન્યને નહીં એમાં કોઈ બલવાન સાધક ન હોવાથી તથાભવ્યત્વને નિયામક માનવામાં આપત્તિ ઊભી જ છે.”—તો આ શંકાનો ઉત્તર એ છે કે કાળચિત્ર્ય અને દેશ વૈચિત્ર્યમાં પણ પ્રાજક તો આખરે સ્વભાવ વૈચિત્ર્ય જ છે, સ્વભાવ વૈચિત્ર્યમાં કાલાદિવૈચિત્ર્ય કે પ્રયેજક નથી. માટે ભવ્યત્વવૈચિત્ર્ય એટલે કે તથાભવ્યત્વને જ કાર્યવૈચિત્ર્યમાં નિયામક માનવું યુક્તિયુક્ત છે.
[પુરુષાથી નિષ્ફળતાની શંકાને ઉચ્છેદ ] અહી એવી શંકાને અવકાશ છે કે આ રીતે જે સ્વભાવવૈચિત્ર્યને નિયામક માનવામાં આવે તો પુરુષાર્થ વગેરે નિષ્ફળ થઈ જશે કારણ કે ઉદ્યમ કરવા છતાં પણ ઉત્પન્ન ન થવાના સ્વભાવવાળું કાર્ય ઉત્પન્ન જ નહીં થાય અને ઉત્પન્ન થવાના સ્વભાવવાળું કાર્ય