________________
૩૧૦
ઉપદેશરહસ્ય ગાથા-૧૮૮ વગર પુરુષાર્થે પણ ઉત્પન્ન જઈ જશે. પરંતુ આ શંકા પાયા વિનાની છે કારણ કે સ્વભાવ વૈચિત્ર્ય અર્થાત્ તથાભવ્યત્વ સ્વભાવનું સ્વરૂપ જ એવું છે કે જેમાં પુરુષાર્થ વગેરે અન્તઃપ્રવિષ્ટ થઈ જાય છે, અર્થાત્ જ્યાં સુધી પુરુષાર્થની ક્ષતિ હોય ત્યાં સુધી તથાભવ્યત્વ સ્વભાવનું સ્વરૂપ જ અપૂર્ણ રહેતું હોવાથી પુરુષાર્થસાંનિધ્યનિયત તથાભવ્યત્વની જ કાર્યનિયામક્તા સિદ્ધ થાય છે એટલે તથા પ્રકારનું તથાભવ્યત્વ પુરુષાર્થને તાણી લાવનારુ હવાથી પુરુષાર્થ નિષ્ફળ થવાની શંકા રદબાતલ થાય છે. તદુપરાંત, પુરુષાર્થનિષ્ફળતાની શંકાની જેમ ઉપદેશાદિની નિષ્ફળતાની શંકાને પણ હવે અવકાશ રહેતું નથી, કારણ કે તથા ભવ્યત્વને પરિપાક થતાં તે તે જેને અપાતે ઉપદેશ પણ સફળ થતું હોય છે. ઉપદેશક ઉપદેશ દેતાં પહેલાં જ શ્રોતાની ઉચિત-અનુચિત પ્રવૃત્તિના ચિહ્ન ઉપરથી શ્રોતાનું તથાભવ્યત્વ પરિપકવ થયું છે કે નહી તેનું અનુમાન કરી લે છે એટલે આ રીતે તથાભવ્યત્વનો નિર્ણય કરી લીધા બાદ ઉપદેશની પ્રવૃત્તિ નિષ્ફળ થવાનો ભય રહેતો નથી.' - ઉપરક્ત રીતે ઉદ્યમ, ઉપદેશ વગેરે અન્ય અન્ય કારણોને પણ ઉચિત ન્યાય મળતું હેવાથી એકાન્ત સ્વભાવવાદનું સામ્રાજ્ય છવાઈ જવાને પણ ભય અસ્થાને છે. કારણ કે તથાભવ્યત્વ સ્વભાવ જ અન્ય અનેક હેતુઓથી અનુવિદ્ધ છે-ગભિત છે. અન્યથા સ્વભાવવૈચિત્ર્યને બદલે ઋષભદેવ–મહાવીર સ્વામી વગેરે તીર્થકરોને મુક્તિગમન સ્વભાવ જે એક સરખે જ માનવામાં આવે તે તે તે તીર્થકરેની ભિન્ન ભિન્ન કાળે ભિન્ન ભિન્ન રીતે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાંથી મુક્તિ થઈ એને બદલે બધાની એક જ સરખી રીતે અને એક જ કાળમાં મુક્તિ થઈ હોત. જે અન્ય હેતભેદની સાથે સાથે સ્વભાવભેદ પણ વિચિત્ર્યમાં પ્રાજક માનવામાં આવે તે પ્રતિવાદીને અમારા મનમાં જે અંતર્ભાવ ફલિત થાય છે-કાંઈ તફાવત રહેતું નથી.
[અભવ્યજીની મુક્ત થવાની આપત્તિ]. તાત્પર્ય એ છે કે તથાભવ્યત્વ સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાના કારણે જે જીવને જે કાળે મુક્તિગમનસ્વભાવ પરિપકવ બને તે કાળે જ તે જીવની મુક્તિ થાય છે, જે તે કાળમાં નહીં. તે તે કાળમાં મુક્તિ જવાને અગ્ય એવા પણ જીવની જે અન્ય સામગ્રી બળે મુક્તિ થઈ શકતી હોત તે જે જીવની કોઈ પણ કાળમાં મુક્તિ થવાની જ નથી એવા અભવ્ય જીની પણ મુક્તિ થઈને ઊભી રહેવાની આપત્તિ આવતાં વાર ન લાગે. બીજો કોઈ ઉપાય ન હોવાથી આ આપત્તિને દૂર કરવા જે અભવ્ય અને ભવ્ય જીવમાં કાંઈ વિશેષ તફાવત અર્થાત્ સ્વભાવવૈચિત્ર્યને સ્વીકાર કરી લેવામાં આવે તે પછી એ જ ન્યાયે ભિન્ન ભિન્ન કાળે મુક્તિગામી મુક્તિ મન એગ્યતારૂપે એક એવા ભવ્યત્વસ્વભાવને પણ કથંચિત ભિન્ન ભિન્ન માનવાનું આવીને ઊભું રહ્યું. જેમ કે બધાય વૃક્ષ વૃક્ષસ્વભાવથી તે એક જ સરખા હોય છે છતાં પણ આંબાનું ઝાડ, લીમડાનું ઝાડ, કદંબવૃક્ષ ઈત્યાદિ અગણિત ભેદે રસની વિવિધતા, પ્રભાવની વિવિધતા અને વિપાકની વિવિધતાને આશ્રયીને પાડવા જ પડતા હોય છે, એ વિના લોક વ્યવહાર નભી શકે નહીં.
શંકા :-વસ્તુ બધી એક જ સરખી હોય પણ એમાં જુદા જુદા કાર્યોને જન્માવવાની જુદી જુદી અનેક શક્તિ હોય એટલે કાર્યો જુદા જુદા ઉત્પન્ન થાય એમ માનીએ તો પછી કાર્યભેદે કારણભેદ માનવાની જરૂર ક્યાં?