________________
8 -
પદેશરહસ્ય ગાંથા–૧૩૪
[ભગવચનમાં પૂર્ણતા અને પ્રામાણ્ય] - મૂળ લેકના ઉતરાર્ધમાં પણ આ જ દર્શાવતા કહ્યું છે કે ભગવાનનું વચન ઉપરોક્ત રીતે સંપૂર્ણ અર્થ એટલે કે ઉત્સર્ગ–અપવાદ ઉભયથી જેની મૂર્તિ (પ્રકૃતિ) ઘડાયેલી છે તેવા પરિપૂર્ણાર્થનું બેધક હોવાથી ત્યાં પ્રામાયના અસ્તિત્વમાં કોઈ વિરોધ નથી. જે ભગવાનના વિધાયક કે નિષેધક વચનમાં ગર્ભિત રીતે નિષેધ કે વિધાન વણાયેલા ન હોય તે એમને ઉપદેશ પણ એકાન્ત ઉપદેશરૂપ બની જાય એટલે પછી ભગવાનના વચનમાં અને કુતીથિ કેના વચનમાં કેઈ ઝાઝે તફાવત રહે નહિ. કારણ કે કુતીર્થિક મિથ્યાદષ્ટિઓએ માનેલા “સર્વ જીવની હિંસા કરવી નહિ” વગેરે સિદ્ધાન્તમાં પણ એકાતે વિધિ કે નિષેધ સૂચવાયેલા હોય છે. '
શંકા–“તેઓના વચનમાં પણ પ્રામાણ્ય વ્યવહાર તે થાય છે તેનું શું ?
ઉત્તર–-ભલેને થાય. પ્રામાણ્યને વ્યવહાર ભલે થાય. પરંતુ નિશ્ચિતપણે તેમાં પ્રામાણ્ય છે તેમ કહેવું અશક્ય છે કારણ કે નિશ્ચિતપણે તેમાં પ્રામાણ્ય છે તેમ કહેવા માટે તેના સિદ્ધાન્ત ઉપર અત્યંત પ્રમાણભૂત એવી સ્યાદ્વાદની મહોરછા૫ આવશ્યક છે કે જે ત્યાં ખરેખર નથી. આ બધુ બરાબર ધ્યાનમાં લેવું. ૧૩૩ ___ तदेवं निर्दोषे सूत्रानुज्ञेति व्यवस्थितं, तन्नियामकनिषित्वाभावस्थानमाह
નિર્દોષ કૃત્યમાં જ સૂવની અનુજ્ઞા હોય છે તે ઉપરોક્ત રીતે સિદ્ધ થાય છે. બ્લેક૧૩૪માં આડકતરી રીતે તેને વધુ દઢ કરનાર અર્થાત્ નિયમન કરનાર નિર્દોષત્વને જ્યાં અભાવ છે એવું સ્થળ દર્શાવે છે –
रागद्दोसाणुगयं नाणुट्ठाणं तु होइ णिदोसं । ___ जयणाजुअंमि तंमि तु अप्पतरं होइ पच्छित्तं ॥१३४॥
શ્લેકાથ:- રાગદ્વેષ ગર્ભિત અનુષ્ઠાન (અપકૃત્ય) નિર્દોષ ન હોય, યતના પૂર્વકના તે અપકૃત્યમાં પ્રાયશ્ચિત્ત ઓછું હોઈ શકે છે. ૧૩૪
• रागद्वेषानुगतमनुष्ठानमब्रह्माद्यासेवनारूपं तु न निदेषि भवति, अतो न तत्र सूत्रानुज्ञेति भावः । अत्राप्यपवादपदप्रवृत्तिबीजमाह-यतनायुते तस्मिन् सदोषानुष्ठाने, अल्पतरं तु प्रायश्चित्तं મવત્તિ, વધડવરાયં પ્રાયશ્ચિત્તકgઃ IIકમાં
તાત્પર્યાW :- અબ્રહ્મસેવન વગેરે જે અપકૃત્ય રાગદ્વેષ વગર થવું અશક્ય છે તે સર્વથા નિર્દોષ ન હોવાથી તેમાં સૂવની અનુજ્ઞા હોતી નથી. છતાં પણ ત્યાં અપવાદપદે પ્રવૃત્તિને જે અવકાશ છે તેનું કારણ એ છે કે તે સદોષ અનુષ્ઠાનમાં પણ જો શાસ્ત્રોક્ત સાવધાનીનું પાલન થાય તે પ્રાયશ્ચિત્ત ઘણું ઓછું આવે છે. જે અપરાધ હોય તેવું જ લગભગ તે કૃત્ય અંગેનું ગુરૂ-લઘુ પ્રાયશ્ચિત્ત હોય છે. ૧૩૪