________________
ઉપદેશ ૩૩ : જયણ સાધુજીવનના પ્રાણુ.
अथैतदुपसहरन्नाह -
પૂર્વોક્ત પ્રકરણાર્થના ઉપસંહાર સાથે લેક ૧૨૫ થી અકરણનિયમના અભ્યાસીઓની વિશેષતા દર્શાવવાનો પ્રારંભ કરે છે
एवं खीणे मोहे अकरणणियमस्स होइ परिनिट्ठा। एयस्स य अब्भासो उववज्जइ भावसाहूणं ॥१२५।।
શ્લોકાઈ :- પૂર્વોક્ત રીતે મોહ ક્ષીણ થયે છતે અકરણ નિયમ પરિપૂર્ણ થાય છે. ભાવ સાધુઓમાં તેને અભ્યાસ પણ સંગત છે. ૧૨૫
एवमुक्तप्रकारेण अकरणनियमस्य परिनिष्ठा पूर्णता क्षीणे मोहे सति भवति । एतस्य चाभ्यासो भावसाधूनामुपपद्यते, आभ्यासिकभावानामभ्यासस्यैव पूर्णतोपायत्वात् ॥१२५॥
તાત્પર્યાW :- પૂર્વે કહ્યા મુજબ બારમાં ગુણસ્થાનકે ક્ષીણમહાવસ્થામાં અકરણ નિયમ પરિપૂર્ણતાને પ્રાપ્ત કરે છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાં ભાવ સાધુઓ અકરણનિયમની અભ્યાસદશામાં વત રહ્યા હોય છે એમ કહેવું પણ સંગત થાય છે. જે ભાવમાં અભ્યાસની ઘણી જરૂર હોય છે તે ભાવો અભ્યાસથી જ પરિપૂર્ણતાને પ્રાપ્ત થાય છે. ૧૨પા
दुःषमाकालेऽप्येतत्संभवमुपपादयति
દુઃષમ પંચમઆરાના કાળમાં અકરણનિયમના અસ્તિત્વમાં શ્લોક-૧૨૬ દ્વારા ગ્રંથકારશ્રી પિતાનો દઢ વિશ્વાસ વ્યક્ત કરે છે–
एयमि वि कालं मी सिद्धिफलो एस भावसाहूणं । तारिसजोगे वि सया जयणाए बट्टमाणाणं ॥१२६॥
બ્લેકાથી - ગ તથા પ્રકારનો હોવા છતાં પણ સદાને માટે તેનાથી પ્રવર્તતા ભાવ સાધુઓમાં આ કાળે પણ અકરણનિયમનું અસ્તિત્વ છે કે જે(પરંપરાએ) મોક્ષ ફલક છે. ૧૨દા
एतस्मिन्नपि काले प्रायः कलहडमराऽसमाधिकारिभिः स्वपक्षगतैः परपक्षगतैश्च जनैः सर्वतः संकीर्णे दुःषमालक्षणे, एष अकरणनियमाभ्यासः भावसाधूनां निर्व्याजयतीनां सम्भवति सिद्धिफल:-परंपरया मोक्षहेतुः, ताशयोगेऽपि सहननाद्यभावेन कालानुरूपानुष्ठानेऽपि, सदा सर्वकालम् , यतनया प्रवर्तमानानाम् ॥१२६॥
પ્રિભુ તુજ શાસન જગ જયવંતુ] તાત્પર્યાર્થ-સ્વપક્ષ અને પરપક્ષ ઉભય પક્ષે વિદ્યમાન કલહ કરનારા, અંધાધૂંધી ફેલાવનારા અને અશાંતિ ફેલાવનારા લોકેથી અતિવ્યાપ્ત=ઊભરાતા આ પાંચમા આરાના દુઃષમ કાળમાં સંઘયણ વગેરેની ઉત્તમ સામગ્રી ન હોવાથી તથાવિધ ગ ન હોવા છતાં અર્થાત પડતા કાળને અનુરૂ૫ અનુષ્ઠાન પણ અપરિપૂર્ણ હોવા છતાં સદાને માટે યતનાથી પ્રવર્તવાનો
ખ્યાલ રાખનારા ભાવસાધુઓમાં આજે પણ પરંપરાએ સિદ્ધિગતિમાં લઈ જનારા અકરણનિયમનો અભ્યાસ લેવામાં આવી રહ્યો છે. (જે ઘણું આનંદની અને આશ્વાસનની વાત છે.) ૧૨૬