________________
[24] સંસ્કૃત-પ્રાકૃતભાષા નિબદ્ધ નાના મેટા પ્રત્યેને ગુજરાતીમાં અનુવાદ એ આપણે ત્યાં નવી વાત નથી. સંખ્યાબંધ ગ્રંથોને ગુજરાતી અનુવાદ, ભાષાંતર, રૂપાંતર, આજે સુલભ છે. એ અનુવાદિત ગ્રન્થની લાંબી યાદીમાં સામાન્ય ધન્યકુમાર ચરિત્ર(ગદ્ય) જેવા કથા ગ્રંથાથી લઈ આગમ ગ્રંથ, વિશેષાવશ્યક ભાષ્ય જેવા ગ્રંથ અને હમણાં હમણું છેલ્લે છેલ્લે તે આચાર્ચશ્રી હેમસાગર સૂરિજી મહારાજે તે અનુવાદની હારમાળા ભેટ ધરી દીધી.
તાર્કિકમંથના પણ અનુવાદ થયા છે પણ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજનાં નબન્યાયની શૈલીએ લખાયેલા મર્મગ્રંથનાં સફળ અનુવાદ એ સહેલું કાર્ય નથી. એ રીતે આ અનુવાદને સફળ અનુવાદ કહી શકાય. આ અનુવાદ નવી ભાત પાડે છે. સફળ અનુવાદ એ દુરારાધ્ય કળા છે એવું આ ગ્રંથ જોતાં લાગે છે. મૂળ ગ્રંથ સાથે અનુવાદ આપવાથી વાચકવર્ગને ઘણી સુગમતા રહે પણ અનુવાદકને–વિવરણકારને ઘણું સજજતા રાખવી પડે. વાચક તુ તુલના કરી શકે.
મૂળગ્રંથ પ્રાકતમાં. ટીકા સંસ્કૃતમાં શેલી નવ્ય ન્યાયની. લખનાર પૂ. ઉપાધ્યાયજી મ. આધાર પુજય હરિભદ્રસૂરિજી મહારાજને મહાકાય ગ્રન્થ ઉપદેશપદ, વિષયઃ સિદ્ધાંતને, ઉપદેશ વિષયક, ઉપદેશના અધિકારી ઉપદેશની શૈલી ઉપદેશકની યોગ્યતા વગેરે અને સ્વકથનની પુષ્ટિ અથે પ્રાચીન અનેક ગ્રંથની પાઠકંડિકાઓ. આ બધાનું રસાળ શૈલીમાં ગુજરાતી ભાષામાં વિવરણ એ એક કસોટી છે. તેમાં વિવરણ કાર ઉત્તીર્ણ થયા છે, પાર પામ્યા છે. - પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ઉપદેશપદના વિષયોને વધુ સુવાચ્ય શૈલીમાં આ ગ્રંથમાં રજૂ કર્યા છે. ઉપદેશરસ્ય એ ઉપદેશપદને સારોદ્ધાર લાગે છતાં આ ગ્રંથ નિરૂપણની દૃષ્ટિએ મૌલિક છે. સ્વતંત્ર છે. સાચેજ તેઓશ્રી પ્રાચીન ગ્રંથને પી–પચાવીને નવીન ગ્રંથ નીપજાવવાનાં વરદાનને વરેલાં છે.
જે રીતે આગમ ગ્રન્થોનાં ગૂઢભાવોને પૂજયપાદશી અભયદેવ સૂરિજી મહારાજે, પૂજ્યપાદ શ્રીમાલયગિરીજી મહારાજે, પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે, આગમ ગ્રંથ ઉપર ટીગ, વિવરણ, લખીને, આપણું મતિને
ગ્ય લખીને તે રહસ્ય છતાં કર્યા. જે તે પ્રમાણે તે તે મહાપુરુષોએ મહેપકારનું કાર્ય આપણાં ઉપર કરણા લાવીને ન કર્યું હોત તે આગમ ગ્રંથે આપણાં માટે કોઈ અણઉકેલ ભાષમાં કે લિપિમાં લખાયેલા ગ્રંથ થઈ જાત. નિર્યુક્તિ-ભાષ્ય. ચૂર્ણ મંદમતિ જીવોના બધા કાજે અપૂરતાં છે.
તે રીતે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે ભગવદ્ માર્ગની ગૂંચે, દ્વિધાઓ, ભ્રમણાઓને નિશ્ચંત રીતે સ્પષ્ટ કરી માર્ગ અંકે કરી આપ્યો. નહીંતર આ જૈન શાસ્ત્ર સ્વાદુવાદ દરિયામાં નિશ્ચય-વ્યવહાર, વિધિ-નિષેધ, ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ, જ્ઞાન નય અને ક્રિયાય, વગેરે માર્ગોનું વિવિધ નયની દષ્ટિએ એવું એવું નિરૂપણ મળે. ભલભલાને દિધા થાય, મૂંઝવણ થાય. સામાન્ય સાધક તે અટવાઈ જાય. અને સાચી જ વાત છે કે સ્યાદવાદ શૈલીને પણ જે સમ્યફ ઉપયોગ કરતાં ન આવડે તે ભ્રમણ વધી જાય. “સુફી ૨ કર્તમ' એ ન્યાયે સ્યાદ્વાદશૈલી સપ્તભંગી અને સાતત્ય, નિપા વગેરેનું પૂર્વાપર દેષ રહિત સમ્યફ જ્ઞાન અને તેનું યથાસ્થાને પ્રયજનકૌશલ હેાય તે વિશ્વની કોઈ પણ હિંધાને ઉકેલ રમત વાતમાં આવી શકે.
એવી સ્યાદ્વાદ પરિપૂર્ણ રોચક શૈલીમાં આ ગ્રંથ લખાયો છે.
કોઈપણ શ્રમણે ઉપદેશ દાન દેવાની કળા હસ્તગત કરવા માટે એટલે કે ભવ ભીરુ ગીતાર્થ મુનિવરે પણ સ્વપર કલ્યાણ કાજે ઉપદેશક બનતાં પહેલાં આ ગ્રંથને અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. માર્ગદર્શકની જવાબદારીનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ઉપદેશકમાં કેવી અને કેટલી સજજતા અપેક્ષિત છે. યથાર્થ ઉપદેશક થવું તે ઘણું અઘરું કાર્ય છે.