________________
[23]
પાસે આવીને બેઠ. પરંતુ અકલાક સુધી લાંબી વાર્તા સંભળાવ્યા બાદ જ તેઓશ્રીએ ટ્રસ્ટી સાથે ચર્સ શરૂ કરી. આમ તેઓ આબાલવૃદ્ધ દરેકની સાથે સૌમ્ય અને મધુર વ્યવહાર જાળવતા. આજના વિષમકાળમાં આવા પ્રકારની ચિત્તની સ્થિરતાનું દર્શન ખરેખર દુર્લભ છે. - અંતકાળ પર્વત સતત કાર્યરત રહી કેન્સર જેવું અસાધ્ય પીડાકારી દઈ તેઓશ્રીએ સમતાપૂર્વક સહન કર્યું. આ પરિસ્થિતિ તેઓશ્રીમાં રહેલ વીરતાની સૂચક છે.
તેમજ પાલીતાણમાં આવેલ દેવલોક સમાન કેસરીયાજી વીર પરંપરા મંદિર-જ્ઞાન મંદિર-ઉપાશ્રય, ધર્મશાળા, અને ભેજનશાળા આદિ તેઓશ્રીની ભવ્ય પ્રેરણુંના જવલંત ઉદાહરણ છે. ઉપર્યુક્ત તેમજ અન્ય પ્રકારે તેઓશ્રીએ શ્રવણ-મનન અને નિદિધ્યાનપૂર્વક આત્માને અદ્ભુત ઉત્કર્ષ સા હતા. તેઓશ્રી દઢ શ્રદ્ધા, પ્રજ્ઞા અને ઉચતમ ચારિત્રના ઉપાસક હતા.
વિશિષ્ટ સાધુ પર્યાય, અનેકાનેક ઉપકાર અને ઉત્તમ માર્ગદર્શનને કારણે તેઓશ્રીની કીર્તિવજા દીર્ધકાળ સુધી ફરકતી રહે એ શુભેચ્છા. અંતે આવા પ્રાતઃસ્મરણીય ગુર પ્રતિ અમારા કેટીકેટી વિનમ્ર પ્રમ
શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ વતી
હર્ષ સંઘવી
मार्ग मंजुषानी चावी
આલેખક-પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્ન વિજય ગણિવર્ય પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશ રહસ્ય ને બે લખ્યો હોય તે કે લખ્યો હોય ! પૂ.પા.મ.ના રચેલા ટબાની કલ્પના પણ કેવી મધુર છે. સુખદ છે , હા. મિતાક્ષરી ટબો. સામાન્ય રીતે તેઓશ્રીની કથન શૈલીને સંસ્કૃત ભાષા વધુ માફક આવે. તેઓશ્રી વિશાળ અર્થ ગચ્છને સમાવતી લાધવી શબ્દ શૈલીના સ્વામી હતા. તેઓને કહેવાનું ઘણું રહેતું તેની સામેબાજ સમય અને પ્રન્થની મર્યાદા સતત નજર સામે રહેતી તેથી તેઓશ્રી સંસ્કૃતમાં થોડાંજ શબ્દોમાં મોટા અર્થને સંક્ત આપતાં-ઈગિત આપતાં. આ શક્તિ-ક્ષમતા સંસ્કૃત ભાષામાં છેજ. પણ તેઓનું ભાષાપ્રભૂત્વ કેવું કે ગુજરાતી જેવી ભાષા પાસેથી પણ તેઓશ્રીએ સંસ્કૃતભાષા જેવું જ કામ લીધું. કામ કાઢયું. આ વાતની પ્રતીતિ તેઓશ્રીને જ્ઞાનસાર ટળે, દ્રવ્ય ગુણ પર્યાયના રાસને ટબે, સમ્યકત્વષટ્રસ્થાન ચઉપઈન ટબ અને ધર્મ પરીક્ષાને વિચારબિન્ડ ટળે. આ બધા મળે જેણે જોયા હોય તેને થયા વિના નહીં રહે. ગૂઢ રહસ્યને ગણત્રીના જ શબ્દો દ્વારા ખુલ્લું કરી દે. વાચક જે પંક્તિના રહસ્યને પામવા મુંઝાતો હોય તે રહસ્યને એક જ નાની લીટી લખી નિઃશંક કરી દે. એ લીટી કે એ શબ્દો ચાવી જેવા છે. તાળુ તે કેવું લાંબુ પહોળું હોય છે. પણ તેને ખેલનાર ચાવી ચાવી તે નાની હોય. એ નાની પણ ચાવી તાળાને સહેલાઈથી ખેલી દે તેવું જાદુ તેઓની કલમમાં છે.
આપણને ઉપદેશ રહસ્યને બે નહીં પણ ગુજરાતી ભાષાનું વિવરણું મળે છે. હા. તે પૂ. ઉપાધ્યાયજી મ. ના હાથે નહીં પણ તેઓ પ્રત્યે અથાગભક્તિ ધરાવનારની કલમે મળે છે. તે પણ ગૌરવની વાત છે. ઉપદેશ રહસ્યનું ગુજરાતી વિવરણ એ જિનાજ્ઞા તરવપ્રેમીવાચકે માટે સુખદ અને રોમાંચક સમાચાર છે;