________________
[22]
આ ઉપરાંત પ્રત્યક્ષ-પરોક્ષ રીતે જેમણે જેમણે આ ગ્રન્થના ગુર્જર આલેખનમાં સહાય કરી છે તે સૌ ધન્યવાદને પાત્ર છે.
પ્રસ્તુત ગ્રન્થ વિદ્વાનોના હાથમાં આવતાં તેઓને જે કાંઈ ત્રુટિ દેખાય તેનું સંશોધન કરે એવી નમ્ર પ્રાર્થના. પ્રાન્ત, પ્રસ્તુત ગ્રન્થરત્નના સ્વાધ્યાયથી મેક્ષાર્થી આત્માઓ આત્મશ્રેયમાં પ્રગતિ કરે એજ શુભેચ્છા
-જયંસુંદર વિજય અક્ષયતૃતીયા–૨૦૩૮
શ્રદ્ધાંજલી
[જેઓએ અમારા સંઘમાં ચાતુર્માસ કરી અમોને શાસ્ત્રાભ્યાસમાં રસ લેતા કર્યા, તથા જેમની શાસ્ત્રમદ્રણની પ્રારંભિક પ્રેરણાના પ્રભાવે પ્રસ્તુત ગ્રન્થને પ્રકાશન માટે અમે કટિબદ્ધ બન્યા તેવા એક સંઘામણને અલ્પ પરિચય-પ્રકાશકો તરફથી ]
પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધર્મ ધુરંધર સૂરીશ્વરજી મ.સા.ને જન્મ વિ.સં. ૧૯૭૫ની સાલમાં ભાવનગર મુકામે થયે હતા. સંવત ૧૮૮૮માં ૧૪ વર્ષની કિશોરવયે દીક્ષા લીધી હતી.
ત્યારબાદ તેઓશ્રીએ વ્યાકરણ–સાહિત્ય—ન્યાય-જયોતિષ અને આગમ ગ્રંથને સુંદર અભ્યાસ કર્યો હતો.
પંચ પ્રતિકમણ સૂત્ર ઉપર “પ્રબોધ ટીકા”—નમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત–સંસ્કૃત વિભાગ)', ઉપા. યશે વિજયજીકત દ્રવ્ય–ગુણુ-પર્યાયને રાસ-વ્યાકરણ ગ્રંથ “શ્રી સિદ્ધ હેમચંદ્ર શબ્દાનુશાસન બૃહદ્રવૃત્તિ” આદિ ગ્રંથને તેઓશ્રી સંપાદક—સંશોધક અથવા અનુવાદક હતા. વ્યાકરણના સૂત્ર ઉપર જ્ઞાન સાથે ગમ્મત પડે તેવું લક્ષણ વિલાસ” સાવચૂરિ પુસ્તક, “શંબલ’, ‘વિમર્શ', અને “ઉન્મેષ આદિ વૈવિધ્યપૂર્ણ વિચારોની નોંધપોથી, આદિ અનેક ગ્રંથોના લેખક હતા. તેઓશ્રી કવિ પણ હતા. ભરફેસર બાહુબલિની સજજાયમાં આવેલા સર્વ સતીઓ અને મહાપુરુષોને ચરિત્રકાવ્યોની રચના તેઓશ્રીના “સ્વાધ્યાય રત્નાવલિ ખંડ૧-૨'માં જોવા મળે છે. આમ તેઓશ્રીએ શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે.
તેઓશ્રી અતિસહિષ્ણુ અને વૈયાવચ્ચપરાયણ હતા. સંસારી સંબંધે પિતા અને દીક્ષા પર્યાયમાં સ્વગર ૫.પૂ. પં. પુણ્યવિજજી મ.સા. ઘણીવાર ગુસ્સે થઈ જતા અને બે કડવાં શબ્દ કહેતા. છતાં પણ તેઓશ્રી પ્રેમાળ રહી, સ્વસ્થ ચિત્તે તેમની સતત સેવા કરતા, સમાજની અગ્રગણ્ય વ્યક્તિ સાથે ચર્ચા કરતા હોય, પરંતુ પૂ. પુણ્યવિજયજી મ.સા બુમ પાડી બોલાવે કે તરત બધું અધવચ્ચે પડતું મૂકી હૈયાવરચ કરવા ઊભા થઈ જતા. આ પ્રસંગ નિડાળતા, માતા પિતાને કાવડમાં બેસાડી જાત્રાએ નિકળેલા શ્રવણકુમારની યાદ આવ્યા વિના રહે નહીં.
તેઓશ્રી “સવિ છવકરું શાસન રસિની ભાવનાવાળા હતા. તેથી બાળક કે વૃદ્ધ, ગરીબ કે તવંગર, અભણ કે વિદ્વાન, આસ્તિક કે નાસ્તિક, એમ કોઈ પણ જીવની ઉપેક્ષા કરતા નહિ અને સવે જીવોમાં રહેલ અભેદનું ઔચિત્યપૂર્ણ દર્શન કરતા. પાલિતાણામાં આઠ વર્ષના બાળકને રોહિણીયા ચારની વાર્તા કહેવાની શરૂ કરી અને પાંચ જ મિનીટમાં બોરીવલીના અગ્રગણ્ય ટ્રસ્ટી મહત્વના કામે તેઓશ્રીની