________________
[21]
પુનીત કર્યા છે, વાત્સલના અમૃતપાન કરાવ્યા છે અને મોક્ષમાર્ગ પ્રગતિ સાધવા માટે જરૂરી બધી જ સામગ્રીની ઉત્તમભેટ આપી ગયા છે. તેઓશ્રીને જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. * એ જ વિરાટ વ્યક્તિત્વની ક્ષિતિજ ઉપર ઉદિત થયેલા, તપત્યાગના તેજથી ઝળહળતા, અનેક ભવ્યાત્માઓની અંતરગુફામાં વ્યાપેલા તિમિરને વંસ કરતા, જ્ઞાન–ધ્યાન અને શ્રમણપણાના તેજસ્વી કિરણોથી શોભતા, ભવ્યજીવકમલને વિકાસ કરતા ન્યાયવિશારદ ઉગ્રવિહારી પ.પૂ. આચાર્યદેવશ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રસ્તુતગ્રન્થના ગુર્જર આલેખનમાં પુનીત પ્રેરણા સાથે બહુમૂલ્ય માર્ગદર્શન કરીને ખરેખર અવિસ્મરણીય અગણિત ઉપકાર કર્યા છે જેનું કઈ રીતે વળતર પણ વળી શકે તેમ નથી. આ પૂજ્ય ગુરુભગવંતે દીક્ષા-શિક્ષાની ઉત્તમ ભેટ આપી મારા જેવા પામરને આ ગ્રન્થ લેખનમાં પ્રોત્સાહિત કર્યો ન હોત તો મારાથી આ કાર્ય શક્ય બન્યું ન હતું.
આ મહાપુરુષના શિષ્યરત્ન શાંતમૂર્તિ સ્વ. પૂ. ગુરુદેવશ્રી ધર્મઘોષ વિ.મને પણ અત્રે અવશ્ય યાદ કરવા જોઈએ જેઓએ ઉત્તમ સાધુતાના અજોડ આદર્શને સ્વાનુભૂતિથી અમારી સમક્ષ ઉપસ્થિત કરી સ્વાધ્યાયમાં વારંવાર શુભ પ્રેરણાઓ પ્રવાહિત કરેલ છે. - આ મહાપુરુષના સંસારી પુત્ર અને સાધુપણામાં શિષ્યપદને અજવાળનાર સકલસંધમાં બહુશ્રતગીતા અને અજોડ આમગવેત્તા તરીકે ખ્યાતિપ્રાપ્ત ગાંભીર્યનિધિ સમતાસાગર પ.પૂ. ગુરુદેવપંન્યાસ શ્રીમદ્દ જયઘોષ વિજયમહારાજે આદિથી અંત સુધી પ્રસ્તુતગ્રન્થ તપાસી આપીને અનેકાનેક સુધારાઓ, સૂચિત કરી આ ગ્રન્થરત્નના શુદ્ધિકરણમાં કીમતી સમયને ભોગ આપીને જે ઉપકાર કર્યો છે તેનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી.
ન્યાયવિરાણું-સ્વાધ્યાયરસિક-નિડરવકતા પ.પૂ. આચાર્ય શ્રીમદ્ મુકિતચંદ્રસૂરીશ્વરજી મ.સા. મુંબઈ-વાલકેશ્વર શ્રીપાલનગરના વ્યાખ્યાનગૃહમાં પાટ પર બિરાજયા છે અને ઉ.+૨. ની લખેલી ફૂલસ્કેપ પાનાની ફાઈલ હાથમાં લઈ ગંભીર નિરીક્ષણ કરી રહ્યા છે- આ દશ્ય સ્મૃતિપટ પર આજે ઉપસી આવતા મન આનંદવિભેર થઈ રહ્યું છે. ખેદની હકીક્ત છે કે આ સ્વનિરીક્ષિત ગ્રન્થ મુદ્રિત થયા પછી જોવાને તેઓ આજે આ ધરતી પર ઉપસ્થિત નથી. તે છતાં પણ તેઓએ આ ગ્રન્થને અલ્પાંશે તપાસી આપી જે પ્રોત્સાહનની સરિતા વહેતી કરી તેના પરિણામે આજે આ ગ્રન્થ પલ્લવિત અને પુષિત થયો છે.
ઉદારચરિત-ભગવદ્ભક્તિરસિક-કર્મસાહિત્યલેખક પ.પૂ. મુનિરાજશ્રી જયશેખરવિજય મહારાજે આદિથી અંત સુધી પ્રસ્તુત ગ્રન્થના ગુર્જરાલેખનને તપાસી આપી અનેક સુધારા વધારા આદિ સૂચવીને આ ગ્રન્થની વિશુદ્ધિમાં વધારો કરાવ્યું છે તે પણ સવિશેષ ઉલ્લેખનીય છે. આવો ઉપકાર તેઓશ્રી તરફથી વારંવાર ચાલુ રહે એવી ભાવના વતી રહી છે. - પ.પૂ. શાસન સમ્રાટ સમુદાયમાં નામાંક્તિ વિદ્વત્ન પૂ. મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિજય ગણિવર્યએ આ ગ્રન્થ મુદ્રણમાં અપાયો ત્યારથી માંડીને ખૂબ ઊંડો સ્વરસવાહી ઉત્સાહ દાખવી મુફ સંશોધન અને પરિમાર્જનમાં જે નિઃસ્વાર્થ ફાળો નોંધાવ્યો છે તથા વાચકજશની પ્રસાદી રૂપે ટૂંકા ટૂંકા ચોકઠાઓ ગોઠવી ગ્રન્થની સુંદરતા અને ઉપાદેયતામાં વધારો કર્યો છે તે વાવ૬ ગ્રન્થ નહીં વિસરાય. છે ! હાલ હિડન સીટી (રાજસ્થાન) તરફ વિચરી ત્યાંની પ્રજામાં જૈનધર્મની સુવાસ ફેલાવી રહેલા મુનિરાજશ્રી ભુવનસુંદર વિજ્યજીને ધન્યવાદ આપીએ એટલા ઓછા છે-જેમણે કુશળતાથી આ ગ્રંથનું લેખન કાર્ય કરી આપી કર્મનિજા સાથે સુકતનું ઉપાર્જન કર્યું છે.