________________
ઉપદેશ ૩૧-કેવળ દ્રવ્યહિંસા દોષકારક નથી
૨૨૭ न च यस्मिन् सति यदपकर्षों नास्ति तन्निवृत्तौ तदुत्कर्षों युज्यते, घटस्येव पटनिवृत्तौ । अपि च द्रव्यपरिणामत्यागोऽपि तस्य कथं श्रद्धेयः, हिंसोदिसत्त्व एव रागादितीव्रमन्दताज्ञाताज्ञातभावाधिकरणवीर्यनानात्वात् , कर्म बन्धा ! ]बन्धनानात्वस्य तन्ने प्रतिपादनात् । तथा च कल्पभाष्यम्
દ્રિવ્ય પરિણામ ત્યાગથી અકરણનિયમની વિશેષતા નથી] . તાત્પર્યાથ:- દ્રવ્યહિંસા પરિણતિના ત્યાગથી વિશિષ્ટ પ્રકારના અકરણનિયમની પ્રાપ્તિનું કથન યુક્તિયુક્ત નથી તેનું કારણ એ છે કે દ્રવ્યપરિણામના ત્યાગથી અકરણનિયમની વિશેષતા ત્યારે જ કહી શકાય કે જ્યારે દ્રવ્યપરિણામની વિદ્યમાનતામાં અકરણનિયમને હંસ પણ થત હેય-પણ તેવું નથી. અર્થાત્ ઓઘનિયુક્તિ શાસ્ત્રમાં કહ્યા મુજબ જે ઈર્યાદિસમિતિમાં શુદ્ધપણે ઉપયુક્ત-સાવધાન છે તેને સંપત્તિ થાય એટલે કે કદાચિત અન્યજીવન ઔપાધિક પ્રાણુવિયેગ થાય, તો પણ તે નિષ્ફળ હોય છે. કારણ કે ત્યાં કર્મબંધ સ્વરૂપ ફળને ઉદ્દભવ નથી. એનિયુક્તિના તે સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે છે –
ઇર્ચાસમિતિમાં ઉપયુક્ત સાધુએ ચાલવા માટે પગ ઉપાડયા પછી કઈક વિકલેન્દ્રિય જીવ તે નીચે આવીને પાદનિક્ષેપના નિમિત્તે મરી જાય તો પણ શાસ્ત્રમાં તે નિમિત્તે તે સાધુને સૂક્ષમ પણ કર્મબંધ જણાવ્યું નથી. કારણકે (તેને બચાવવા માટે) સર્વપ્રયત્નથી ઉપગવંત હોવાથી તે નિર્દોષ છે.”
જેની વિદ્યમાનતામાં જે અન્ય વસ્તુનો કોઈ અપકર્ષ ન થતો હોય તેની નિવૃત્તિથી તે વસ્તુને કઈ ઉત્કર્ષ પણ થતું નથી.”—આ નિયમ છે,
દાત.-પટની વિદ્યમાનતામાં ઘટને કેઈ નુકશાન નથી, તે પટની નિવૃત્તિ ન થવાથી ઘટને કઈ લાભ થતો નથી. એ જ રીતે પ્રસ્તુતમાં દ્રવ્યહિંસા પરિણતિની વિદ્યમાનતામાં એઘિનિયુક્તિના વચનના આધારે અકરણનિયમને હાસ ન હોવાથી દ્રવ્યહિંસાપરિણતિના ત્યાગથી અકરણનિયમ વિશિષ્ટ પ્રકારને બનવાની શક્યતા નથી.
વળી, દ્રવ્યપરિણામના ત્યાગમાં પણ ક્યા આધારે શ્રદ્ધા રાખવી? કર્મબંધની તરતમતા દ્રવ્યાશ્રવ પરિણામત્યાગ પ્રયુક્ત નથી કે જેથી કર્મબંધની તરતમતાથી દ્રવ્યાશવપરિણતિત્યાગનું અનુમાન થઈ શકે. કર્મબંધની તરતમતાને આધાર તે શ્રી તત્વાર્થસૂત્ર (૬ એ.–સૂત્ર)માં હિંસાદિની વિદ્યમાનતામાં રાગાદિની તીવ્રમંદતા, જ્ઞાતભાવ-અજ્ઞાતભાવ, વીર્યની તરતમતા અને અધિકરણની તરતમતા કહ્યો છે. | કલ્પભાષ્યમાં પણ આ જ અર્થનું પ્રતિપાદન કરતી (૩૯૯૬ થી ૩૯૪૯) ગાથાઓને સારાંશ નીચે પ્રમાણે છે –
४० "तिव्वे मंदे णायमणाए भावाहिकरणविरिए अ ।
जह दीसति नाणत्तं तह जाणसु कम्मबंधे वि ।।" ३९३६॥ (આ દ્વારગાથા છે એટલે તેને વિસ્તરાર્થ નીચેની બીજી ગાથાઓમાં આવશે.)
[કર્મબંધની તરતમતામાં ભાગ ભજવનાર તા] હિંસાદિ પાપકૃત્ય આચરનારને રાગાદિ પરિણામ તીવ્ર પણ હોય અને મંદ પણ હોય. એક હિંસા કરનારને હિંસાદિના ફલવિપાકનું અથવા મરનાર જીવનું જીવરૂપે જ્ઞાન હોય ४० तीव्रो मन्दो ज्ञाताज्ञातयोर्भावाधिकरणवीर्येषु च । यथा दृश्यते नानात्व तथा जानीहि कर्म बन्धेऽपि ॥