________________
ઉપદેશ ૨૯-ક્તી સામગ્રીએ પાપ નહીં કરવાને પ્રશસ્ત નિયમ
૧૩ ३१"देसविरहगुणठाणे अकरणणियमस्स एव सब्भावो । सव्वविरइगुणठाणे विसिट्टतरओ इमो होइ ॥ [७२९]
जं सो पहाणतरओ आसयभेओ तओय एसो त्ति [७३०] ॥११३॥ તાત્પર્યાથ મિદષ્ટિ જીવને મોહગ્રન્થિને ભેદ થતાં સમ્યગુદર્શનને સૂર્ય ઝળહળી ઊઠે છે. તેના પ્રકાશમાં અપ્રત્યાખ્યાનાવરણને ક્ષયેશપમ થવા સાથે દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકે અબ્રહ્માદિ પાપસેવનથી પ્રતિજ્ઞા પૂર્વક નિવૃત્તિસ્વરૂપ અકરણનિયમને પ્રારંભ થાય છે. ગ્રન્થિભેદ કહેવાનું પ્રયોજન એ છે કે એકવાર પ્રતિજ્ઞા પૂર્વક તે તે પાપોથી પરાડમુખ બન્યા પછી ફરી પાપ કરવાની સામગ્રી ઉપસ્થિત થાય તે પણ તે પ્રાચ: પાપમાં પ્રવૃત્ત થતા નથી. એટલે જ તેને કૃશગીની સાથે સરખાવે છે.
[અકરણનિયમની પુષ્ટિમાં કુશરેગીનું દૃષ્ટાન્ત ]. શરીરમાં કૃશતા બે રીતે સંભવે છે. એક તો સ્વયં નિગી હોવા છતાં પણ દુકાળ વગેરે અવસ્થામાં પોષક ભોજન ન મળવાથી શરીર સૂકાય. બીજામાં ભેજન સામગ્રી પૂરતી હોવા છતાં પણ વિદ્ધકારક ક્ષય વગેરે રોગ લાગુ પડ્યા હોય તે પણ શરીર સૂકાય. પહેલાને જેમ જેમ ભેજન સામગ્રી મળતી જાય તેમ તેમ તેની કૃશતાને અપચયહાસ થાય છે, શરીરનો ઉપચય-પુષ્ટિભાવ થાય છે. બીજાને ગમે તેટલી ભેજન સામગ્રી મળે તે પણ દિનપ્રતિદિન કૃશતા વધતી જાય છે. અર્થાત્ શરીર ક્ષીણ થતું જાય છે. એ જ રીતે પ્રસ્તુતમાં, સામાન્ય ક્ષયે પશમથી પાપનિવૃત્તિ થયા પછી પણ સામગ્રી પ્રાપ્ત થતા પ્રતિયેગી પાપકરણનું પુનઃ ઉત્થાન થાય છે અને અકરણનિયમને અપચય થાય છે. જ્યારે ગ્રન્થિ ભેદાયા પછી વિશિષ્ટ પ્રકારના અપ્રત્યાખ્યાનકષાયના ક્ષપશમથી પા૫ અકરણનિયમ પ્રવૃત્ત થયા પછી તે દિવસે દિવસે પાપ સામગ્રી ઉપસ્થિત થવા છતાં પણ બીજા રોગીની કૃશતાની જેમ પાપપ્રવૃત્તિને ઉપચય જ થતું જાય છે. તે ત્યાં સુધી કે ક્રમસર નિવૃત્તિ પરિણામ પરાકાષ્ઠાએ પહોંચતા ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન, અઘાતિકર્મક્ષય યાવત સર્વ કલેશ રહિત મોક્ષ સુધીના લાભ પ્રાપ્ત થાય છે. શ્રી ઉપદેશપદ શાસ્ત્રમાં કહ્યું છે કે (શ્લોક ૬૫). - પાપ અકરણનિયમ સ્થિભેદ થયા પછી પ્રાયઃ તે તે પાપથી પ્રાયઃ નિવૃત્તિ કરાવનાર હેવાથી પુનઃ પાપના અનાચરણ સ્વરૂપ જાણુ.
[ચતુર્થ ગુણસ્થાનકે અકરણનિયમને પ્રારંભ કેમ નહિ ?] શંકા –પાપઅકરણ નિયમની પ્રથમતા શરૂઆત ચેથા ગુણસ્થાનકે પણ ઘટી શકે છે કારણ કે ગુણશ્રેણુને પ્રારંભ થતો હોવાથી ચેથા ગુણસ્થાનકે પૂર્વતનમિથ્યાત્વગુણસ્થાનકે અવસ્થાની અપેક્ષાએ પુનઃ પાપના અકરણની શરૂઆત થાય છે–સમ્યગદષ્ટિ જીવ યદ્યપિ કિંચિત્ પાપ કરે તે પણ નિર્ધ્વસપણે ન કરવાથી બંધ અલ્પ થાય છે”-એ શાસ્ત્રવચનને અનુસરીને પણ ઉપરોક્ત હકીકત યુક્તિયુક્ત સિદ્ધ થાય છે.
સમાધાન :-શંકાકારનું કથન સાવ ખોટું નથી. મિથ્યાત્વરૂપી પાપના આશ્રવની ત્યાં નિવૃત્તિ છે જ પણ જેને વિરતિ કહેવામાં આવે છે તે અબ્રહ્માદિ પંચશ્રવથી નિવૃત્તિ ३१ देशविरतिगुणस्थाने अकरणनियमस्यौव सद्भावः । सर्व विरतिगुणस्थाने विशिष्टतरोऽयं भवति ।
यस्मात्स प्रधानतरः आशयभेदस्ततश्ोष इति ।