________________
૨૦૮
ઉપદેશરહસ્ય ગાથા-૧૧૧
પ્રવતે તેમાં આસમાન-જમીનનું અંતર છે. પહેલી શ્રદ્ધા કરતાં બીજી શ્રદ્ધા અનંતગુણ તીવ્ર છે. લેકવ્યવહારમાં પણ દેખાય છે કે દારિદ્રય ભંજક્તા આદિ મહિમા જા ન હોય ત્યારે કે એક રત્નમાં જે શ્રદ્ધા હોય તે જ રત્નમાં શિક્ષા–અભ્યાસથી અથવા જાણકારગુરૂના ઉપદેશથી મહિમાનો પરિપૂર્ણ નિશ્ચય થયા બાદ શ્રદ્ધા અનંતગણી વધી જાય છે. જેમ જેમ ધર્મશ્રદ્ધા વધતી જાય છે તેમ તેમ ક્રિયામાં પણ ઉત્સાહ-એકાગ્રતા વગેરેની સુંદરતા વધતી જાય છે. જે રત્નના ગુણધર્મો જાણ્યા હોય તે રત્નમાં જે શ્રદ્ધા પ્રવર્તે છે તે શ્રદ્ધાથી તે રત્નની રક્ષા-પૂજન-વખાણ વગેરે કરવાને ભાવ પ્રબળ બને છે અને ભાવ પ્રબળ થવાથી તેના પાલન વગેરેમાં મનુષ્ય અત્યંત આદરવંત થાય છે. તે જ રીતે ગુણકારિતા જાણ્યા પછી અનુષ્ઠાનમાં શ્રદ્ધા એટલી બધી વધી જાય છે કે જેથી તે અનુષ્ઠાનમાં આચરણ વગેરેમાં પણ સાધુઓને અત્યંત આદર પ્રગટે છે. આ રીતે ક્રિયા પણ સાતિશય બને. સાતિશય ક્રિયાથી જ્ઞાનાવરણ વગેરે કર્મોને ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રકારને પશમ થત રહે છે. જેમ વ્યાધિની બાબતમાં વેદ્યની સલાહ મુજબ સારી ચિકિત્સા ક્રિયા કરવામાં આવે તે હઠીલે રોગ પણ કાબુમાં આવે છે. ૧૧૦
तत्तो पुणो ण बंधइ पायमणायारकारणं पावं । एवं विसुज्झमाणो जीवो परमं पयं लहइ ॥१११॥
શ્લોકાથ :- ત્યારબાદ પ્રાયઃ અનાચારકારણભૂત પા૫ બંધાતું નથી. અને વિશુદ્ધ થતે જીવ પરમપદ પ્રાપ્ત કરે છે. [૧૧૧
ततः सानुबन्धक्षयोपशमात्पुनद्वितीयवार न बध्नाति पायो बाहुल्येन अनाचारकारणं = नरकादिपातनिमित्तं पापंक्लिष्टकर्म, सक्रियातः प्राकर्मनिर्जरावदभिनवकर्मानागमस्याप्युपपत्तेः, प्रायोग्रहणं निकाचिताऽशुभकर्मणां केषाञ्चित् स्कन्दकाचार्यादिनामिवानाचारकारणाऽशुभकर्मबन्धेन व्यभिचारवारणार्थ, ततः क्लिष्टकर्मबन्धाभावात् विशुद्धयमानः प्रतिदिनमात्मस्वरूपनिवेशावदातायमानमना जीवः परमपदं चतुर्वर्गाभ्यर्हितं सिद्धिस्थानं लभते ॥१११॥
[અશુભકર્મ બંધ વિચછેદ : પરમપદસ્વામિત્વ) તાત્પર્યાથી - એકવાર સત્ શ્રદ્ધા અને સત્ ક્રિયાથી સુંદર પશમ ખીલ્યા પછી પ્રાયઃ પુનઃ અનાચાર કરાવે તેવા અર્થાત્ નરક વગેરે દુર્ગતિમાં લઈ જાય તેવા પાપ કિલષ્ટ કર્મો જીવ બાંધતો નથી. જેમ સત્ ક્રિયાથી પૂર્વાર્જિત કર્મો ક્ષીણ થઈ જાય છે તેમ અભિનવ કર્મને અંતઃપ્રવેશ પણ સંથાઈ જાય છે, જોકે આ કથન પણ પ્રાયિક સમજવુ.તે એટલા માટે કે વ્યભિચાર દોષને અવકાશ રહે નહિ. કેમકે એકવાર સત ક્ષપશમ થયા પછી પણ સ્કદક નામના આચાર્યની જેમ કેટલાક આત્માઓને નિકાચિત કર્મના ઉદયથી અનાચારકારણભૂત કમને બંધ થાય છે પણ ખરે.
- જીંદકાચાર્ય મહારાજને સત્ ક્ષયે પશમ એટલે સુંદર હતો કે પાપી પાલકની ઘાણીમાં પિલાઈ રહેલા પિતાના ૫૦૦ શિષ્યને કેવલજ્ઞાન પ્રગટ થાય તેવી સુંદર અંતિમ આરાધના કરાવી. આ સુંદર ક્ષયે પશમ હોવા છતાં નિકાચિત અશુભ કર્મોદયના કારણે છેલ્લા એક બાળમુનિની હત્યા ન જોઈ શકવાથી હત્યારા પાલક પર ગુસ્સે ભરાયા અને ભવિષ્યમાં