________________
૨૬
ઉપદેશરહસ્ય ગાથા ૧૦૮ - ' ' [એકાસણું નૈમિત્તિક ત૫ હેવાની શંકા અને સમાધાન]. મે તાત્પર્યાથ –શંકાકારના ભાવ એ છે કે શાસ્ત્રમાં જેમ તિતિક્ષા વગેરે કારણોથી સાધુઓને ઉપવાસ-અનશન વગેરે તપ કરવાનું કહ્યું છે તેમ ભજન પણ સ્થાનાંગ સૂત્ર (છઠ્ઠા અધ્યયન-૧ ઉદ્દેશ)માં વેદના વગેરે કારણોથી જ કરવાનું વિધાન છે. તે સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે-“છ સ્થાનોથી અર્થાત્ પ્રયજનોથી શ્રમણ નિર્ગસ્થ આહાર કરે તે (આજ્ઞાનું) અતિક્રમણ કરતું નથી, (૧) વેદના, (૨) વૈયાવચ્ચ, (૩) ઈર્યા આદિ સમિતિના પાલન માટે, (૪) સંયમ પાલન માટે, (૫) પ્રાણધારણ (૬) ધર્મચિંતન માટે. આ રીતે ભજન નૈમિત્તિક હોવાથી એકાશન પણ નૈમિત્તિક સિદ્ધ થાય છે. તો પછી શા માટે તેને નિત્યકર્મ દર્શાવ્યું? લેકને ચેથા પાદમાં તેને ઉત્તર આપતા કહ્યું છે કે વેદનાશાંતિવિયાવર
વચ્ચ વગેરે ભોજનના કારણે જ રેજ ઉપસ્થિત હોવાથી એકાશનને નિત્યકર્મ બતાવવામાં કઈ દેષ નથી. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે “અહોનિકનં તવોવí.” આ સૂત્રથી એકાશનની નિત્યકર્મના સિદ્ધ છે. એટલે ‘હિં ટાળહિં...” ઈત્યાદિ સૂત્રથી કયા કારણે સાધુને તે નિત્યકર્મ આચરવું જોઈએ તેને અધિકાર દર્શાવવામાં આવે છે. “આજ્ઞાનું અતિક્રમણ કરતું નથી” આ સૂત્રાશથી પણ ભજનને અનધિકારી હોય (અર્થાત્ જેને સૂક્ત ભજનનાં કારણો ન હોય) તેને ભજન કરવાનો નિષેધ સૂચિત થાય છે. અર્થાત્ વિના કારણે ભજન કરવામાં આવે તે આજ્ઞા-ઉલ્લંઘનને દોષ લાગે છે, પણ કારણાત્મક અધિકારવાળો સાધુ નિત્ય એકાશન કરે તો તેમાં કોઈ વિરેન હેવાથી કઈ દોષ નથી એ સિદ્ધ થાય છે.
[એકાસણું ગૌણું કર્તવ્ય હોવાની શંકા અને સમાધાન ] શંકા –જે નિત્યકર્મ હોય તેનું વિધાન સ્વતંત્રપણે-મુખ્યપણે કરેલું હોય. એકશન તે વંચાવચ્ચ વગેરે અન્ય કર્તવ્યના અગરૂપે (ટેકારૂપ) સૂચવ્યું હોવાથી તેને નિત્યકર્મ ન કહેવાય.
ઉત્તર:- એકાસનાનું તપ વૈયાવચ્ચ વગેરે અન્ય કર્તવ્યના અંગભૂત હોવા છતાં પણ તપશ્ચર્યાના કર્તવ્યરૂપે તેનું ફળ સ્વતંત્ર હોવાથી તેનું વિધાન ગૌણપણે નંહિ કિન્તુ સ્વતંત્રપણે જ કરવામાં આવ્યું છે. આશય એ છે કે “વૈયાવચ્ચ વગેરે કર્તવ્ય પ્રાપ્ત ન હોય તે પણ નિર્જરા માટે સાધુએ થઈ શકે ત્યાં સુધી ઓછામાં ઓછું એકાશન તે કરવું જ જોઈએ એ શાસ્ત્રોપદેશ હોવાથી તે સ્વતંત્રપણે નિરૂપિત નિત્યકર્મ સિદ્ધ થાય છે. ' '[ વ્યાખ્યા મુજબ એકશન નિત્યકમ ન હોવાની શંકા અને સમાધાન] ' 'શકાતે પણ ઉત્પાદક હેવાથી એકાશનને નિક્યર્મ ન કહેવાય. આશય એ છે કે જૈનેતરમાં સંપાસના એક નિત્યક્તવ્ય છે-નિત્ય એ રીતે કે જે તે ન કરવામાં આવે તે નુકશાન થાય. તેને ટાળવા માટે જ વદિક શાસ્ત્રોમાં સંધ્યોપાસના કરવાનું કહ્યું છે. અર્થાત્ તેનું કોઈ સ્વતંત્ર ફળ હેતું નથી. એ રીતે અહીં પણ એકાશનનું કાંઈ ફળ ન હોય, પણ માત્ર તે ન કરવાથી થનારા નુકશાનને ટાળવા માટે જ કરવાનું હોય, તો જ તે નિત્યકર્મ કહેવાય અન્યથા નહીં.
સમાધાન -નિર્જરારૂપ ફત્પાદકતાને નિત્યકર્મતા સાથે વિરોધ નથી, જે સ્વયં નિષ્ફળ હોય અને જેને ન કરવાથી નુકશાન થાય તે નિત્યકર્મ આવી તેની વ્યાખ્યા નથી. “જે ન કરવાથી નુકશાન થાય તે જ નિત્યકર્મ આટલી જ નિત્યકર્મની વ્યાખ્યા છે. એટલે નિર્જરા ફળને ઉદ્દેશીને વિહિત કરેલા એકાશનને નિત્યકર્મ કહેવામાં કઈ વિરોધ નથી. આ તો એકમાત્ર દિશાસૂચન છે. જે આવા પ્રકારની બીજી ઘણી શંકાઓને ઉપશાન કરવામાં ઉપયોગી છે. ૧૦૮