________________
૨૦૪
ઉપદેશરહસ્ય ગાથા-૧૦૭
२५"अहोणिच्चं तवोकग्नाइ सुनो हदि एवमेयंति । पडिवज्जेयव्ब खलु पन्चाइसु तट्विहाणाओ॥"
____अत्र हि उक्तकारणविरहेणेकभक्तमपेक्ष्योपवासे क्रियमाणे सूत्रपौरुष्यादयः शेषसाधुसमाचारा बहुतरनिर्जराफला सीदन्तीति परिभाव्योक्त नैमित्तिक उपवासो नित्यं त्वेकभक्तमिति । ननु नित्यत्वे एकाशनस्योपवासादेस्तपोविशेषपारणके द्विरशनादेश्चावसरे तदकरणे प्रत्यवायापत्तिरिति चेन्न, सदानी सदाधिकारादेवाधिकाराकालीनस्य च नित्याकरणस्य प्रत्यवायाहेतुत्वात् । अत एवात्यन्तबालादेरशक्तस्य तदकरणेऽपि न प्रत्यवाय इति विभावनीयम् ॥१०७॥
તાત્પર્યાર્થ:- વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે બીજા મહત્ત્વના જરૂરી કર્તવ્ય સીદાતા હોય ત્યારે તેની ઉપેક્ષા કરીને પણ એકલા ઉપવાસની તપશ્ચર્યા કરવા બેસી જાય તે તેનાથી ઉપવાસનું જે ઉચિત ફળ પ્રાપ્ત થવું જોઈએ તે થતું નથી. ઉચિત કાળે યોગ્ય અવસરે કરવામાં આવતું બધું જ કાર્ય સફળ થાય છે. જે કાળે અન્ય કર્તવ્ય આરાધવાને અવસર હોય તે કાળે તેના વિરોધી ઉપવાસ તપના અવસરને અવકાશ જ નથી. એનું કારણ એ છે કે ઉપવાસ એ દૈનિક કર્તવ્ય નથી. રેજ રેજ ઉપવાસ જ કર્યા કરવાને ઉપદેશ શાસ્ત્રીય નથી. ઉપવાસનું કર્તવ્ય નેમિત્તિક છે. એટલે શાસ્ત્રમાં દર્શાવેલા નિમિત્તોને અનુલક્ષીને જ તે તે દિવસોમાં ઉપવાસ કર્તવ્યરૂપે પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં ચતુર્દશી વગેરે પર્વ તિથિઓમાં ઉપવાસનું કર્તવ્યરૂપે વિધાન કર્યું છે અને તે પર્વતિથિઓમાં જે ઉપવાસ ન કરુન્ના માં આવે તો તે અંગે પ્રાયશ્ચિત પણ ફરમાવ્યું છે. શ્રી વ્યવહારસૂત્રના ભાષ્યમાં અષ્ટમી-પાક્ષિક, ચામાસી અને સંવત્સરીના દિવસે અનુક્રમે ઉપવાસ છઠે અઠમ ન કરે તેને અનુક્રમે લઘુક વગેરે પ્રાયશ્ચિત સૂચવ્યું છે. તે ઉપરાંત બીજા પણ ઉપવાસના નિમિત્તે આચંકેતુ’ ગાથામાં (પ્રવચન સારે દ્વા૨–૭૩૮) સૂચવ્યા છે જે નીચે પ્રમાણે સમજવાના છે--
“તવિરાગ, ઉપસર્ગ સહન કરવાની કેળવણી લેવા, બ્રહ્મચર્યની ગુપ્તિની રક્ષા, પ્રાણીદયા, નિર્જરાફલક તપ અને દેહત્યાગ” આટલા પ્રયજનોથી ઉપવાસાદિ તપની અનુજ્ઞા છે.
[દશવૈકાલિકમાં નિત્ય એકાશનની પ્રશંસા ] એકાશન એટલે દિવસમાં માત્ર એકવાર ભોજન કરવું. સારી યે જિંદગી સુધી આ તપ કરવામાં આવે તે તે ઘણા લાભપ્રદ છે. કારણ કે એમાં બીજા કર્તવ્યોગો સદાવાનો પ્રસંગ નથી. માટે જ તેને નિત્ય દૈનિક કર્તવ્યરૂપે દશવૈકાલિક સૂત્રમાં ઉપદેશ્ય છે. જેને ભાવ એ છે કે સર્વ તીર્થકરેએ તપનુષ્ઠાન નિત્ય કહ્યું છે. લજ્જા એટલે સંયમ અને લજજાસમ એટલે સંયમ અવિરેધી, વૃત્તિ એટલે દેહપાલન થઈ શકે, તેવાને એક ટંક ભજન કરવાની અનુજ્ઞા કરી છે (અધ્યયન-૬ ગાથા–૨૨).
ઉપદેશપદ શાસ્ત્રમાં (ગાથા-૬૮૩-૬૮૪) પણ કહ્યું છે કે–નિત્ય એકાશનનો ત્યાગ કરીને કરાતે ઉપવાસ પણ પ્રાયઃ સારો નથી. કારણ કે એકાશન નિત્ય કર્તવ્ય છે જ્યારે ઉપવાસને નૈમિત્તિક કહ્યો છે. પર્વતિથિ વગેરે કારણે જ ઉપવાસ કરવાનું વિધાન હોવાથી–“મહો ગિન્ન તવવા.” સૂત્રમાં પણ આ પ્રમાણે જે કહ્યું છે તે સ્વીકારવું જોઈએ. २५ अहो नित्यं तपःकर्मादिसूत्रतो हन्दि एवमेतदिति । प्रतिपत्तध्यं खलु पर्वादिषु तद्विधानात् ॥