________________
ઉપદેશ ૨૬ સ્યાદ્વાદના અપાર મહીમા
विभज्यवादमेवाभिष्टौति—
एसो पवयणसारो सव्वं इच्चत्थमेव गणिपिडगं ।
अंमि अविणा विहलं चरणं जओ भणियं ॥ १०२ ॥
સ્યાદ્વાદની સ્તવના ઃ—
શ્લેાકા :- સ્યાદ્વાદ જૈન પ્રવચનના સાર છે. સમસ્ત ગણિપિટક સ્યાદ્વાદ સમજાવવા માટે જ છે, એટલે સ્યાદ્વાદના જ્ઞાન વિના ચારિત્ર પણ નિષ્ફળ કહ્યું છે. ૧૦૨
एषः विभज्यवादः प्रवचनसारः, एतद्बोधनेनैव प्रवचनस्य फलवत्त्वात् । "एगे आया " [स्थानांग १–१] इत्यादेरपि तन्त्र परिकर्मितमत्या एकत्वानेकत्वादिसप्तभंगीपरिकर्मितबोधस्यैवोत्पत्तेः, एक नयावधारणे मिथ्यादृष्टिवचनाऽविशेषप्रसङ्गात् । न केवलं प्रवचनकार्यमेवायं अपि तु तत्कारपीत्याह - सर्वं निरवशेष इत्यर्थकमेव = उपदिष्टविभज्यवादार्थकमेव, गणिपिटक - द्वादशाङ्गीरूप', अर्थं हि भगवानुपदिशति सूत्र च ततो गणधरा ग्रथ्नन्ति, स च त्रिपदीरूपः स्याद्वादमूर्तिरिति सिद्ध ं गणिपिटकस्य स्याद्वादहेतुकत्वं यत एवं ततः एतस्मिन्नविज्ञाते = अपरिच्छिन्ने विफलं= असारं चरणं=चारित्र ं, स्याद्वादरुचिरूपसम्य दर्शन शुद्धि शून्यत्वात् । यतो भणितं सम्मतौ [३-६७] श्री सिद्धसेनदिवाकरपादैः - ॥ १०२ ॥
તાત્પર્યા :- સ્યાદ્વાદ જ જૈન પ્રવચનના સાર છે. સ્યાદ્વાદને સમજાવવામાં જ પ્રવચનની સફળતા છે. સ્થાનાંગ સૂત્રમાં આવતા ‘આત્મા એક છે’ ઇત્યાદ્રિ વાકયોથી પણ સ્યાદ્વાદના સ`સ્કારથી ઘૂંટાયેલી બુદ્ધિવાળા આત્માઓને “અપેક્ષાએ એક પણ છે, અપેક્ષાએ અનેક પણ છે”....ઇત્યાદિ સપ્તભંગી વાકયાર્થથી ગર્ભિત જ એધ ઉત્પન્ન થાય છે. એને બદલે જો એક જ નયના તાપનુ નિરપેક્ષપણે અવધારણ કરી લેવામાં આવે તે જૈનસૂત્ર પણ તે પ્રતિનિયત જીવ-વિશેષ માટે મિથ્યાÐિવચનતુલ્ય બની જાય છે. સ્યાદ્વાદના બાધ પ્રવચનનુ કાર્ય છે એટલુ જ નહિ પ્રવચન ાતે પણ સ્યાદવાદહેતુ છે. આ હકીકત શ્લાકમાં દ્વિતીય પાદથી સમજાવી છે. સમસ્ત દ્વાદશાંગી કે જે ગણી એટલે કે આચાર્યની સપત્તિ રૂપ હોવાથી ગણિપિટક” નામે ઓળખાય છે, તે પણ સ્યાદ્વાદઅંક જ છે. અર્થાત્ સ્યાદ્વાદમુદ્રા-અકિત અહેતુક જ છે. તે આ રીતે–ભગવાને ઉપદેશેલા જે અર્થને અનુસરીને ગણધર ભગવંતાએ સૂત્રની રચના કરી છે, તે ત્રિપદીરૂપ અર્થ પોતે જ સ્યાદ્વાદ સ્મૃતિ એટલે કે સ્વાદ્વાદથી ઘડાયેલા હોય છે. એટલે તેને અનુસરીને રચાયેલ દ્વાદશાંગી સૂત્ર પણ સ્યાદ્વાઇહેતુક હાય તેમાં કાંઈ આશ્ચય નથી. ઉપરોક્ત નિરૂપણને સાર એ ફલિત થાય છે કે સ્યાદ્વાદને જાણ્યા વિના ચારિત્ર પણ નિષ્ફળ છે. કારણ કે સમ્યગ્ દર્શનશુદ્ધિના પાયા પર ચારિત્રની ઇમારત રચાય છે અને સમ્યગ્દર્શન પાતે સ્યાદ્વાદની રૂચિ સ્વરૂપ છે, જે સ્યાદ્વાદના જ્ઞાન વિના ન હોય. શ્રીમદ્ સિદ્ધસેનદ્દિવાકરસૂરિ મહારાજે સમ્મતિ તર્ક નામના ગ્રંથમાં (ત્રીજો માંડ—સુત્ર ૬૭માં) કહ્યુ છે કે- ૧૦૨ા