________________
૧૯૬
ઉપદેશરહય ગાથા-૧,
કે
ઉત્પન્ન થવાનું હોય નહિ. એટલે વાસ્તવિક્તા એ છે કે દ્રવ્યાર્થરૂપે સઘળા પદાર્થો એકસરખી શક્તિવાળા હોવા છતાં પણ પર્યાયાર્થરૂપે બધાની શક્તિ સ્વમાત્રનિયત છે. અને તેથી તે રૂપે જ બધા પદાર્થ ઉત્પન્ન થાય છે. જે આમ માનવામાં ન આવે તે અમુક ઘટાદિ કાર્ય માટે અમુક માટી વગેરે જ ઉપાદાન કારણને ઉપયોગ થાય છે તે નહિ થાય. આશય એ છે કે ઉત્પત્તિપૂર્વે કઈ પણ કાર્ય દ્રવ્યસ્વરૂપે સત્ હોવા છતાં પણ પર્યાયરૂપે અસત્ હોય છે એટલે દ્રવ્યસ્વરૂપે વસ્તુ ઉત્પન્ન થતી નથી પરંતુ કેઈ એક પર્યાયવિશેષરૂપે પ્રત્યેક વસ્તુ ઉપન્ન થાય છે એટલે પર્યાયરૂપે ઉત્પન્ન થતી વસ્તુની કથંચિત્ દ્રવ્યસ્વરૂપે જ ઉત્પત્તિને લક્ષમાં રાખીને કહી શકાય કે બધા જ દ્રવ્ય દ્રવ્યને ઉત્પન્ન કરવા માટે એકસરખી શક્તિવાળા છે. પરંતુ પર્યાય વિશેષને ઉત્પન્ન કરવાની શક્તિ બધાં દ્રવ્યમાં એકસરખી હોતી નથી. પરંતુ વસ્ત્રને ઉત્પન્ન કરવાની શક્તિ સ્વ=વસ્ત્રથી કથંચિત્ અભિન્ન તંતુમાં જ મગ્ન= નિયત હોય છે. અને ઘટને ઉત્પન્ન કરવાની શક્તિ સ્વ=વસ્ત્રથી કથંચિત્ અભિન્ન મૃત્તિકા (માટીમાં જ હોય છે. જે આમ ન માનીએ વસ્ત્ર બનાવવા માટે કે તંતુને જ ઉપાદાના કારણરૂપે ઉપયોગ કરે છે, જ્યારે ઘડો બનાવવા માટે માટીનો જ ઉપાદાન કારણરૂપે ઉપયોગ કરે છે–એ કરત નહિ.
આમાં પણ એ જ કારણ છે–એકાન્ત ગૃહીત બે સ્થાનમાં વ્યવહાર ઘટતું નથી. ઉપરોક્ત રીતે એક એક એકાન્તપક્ષના નિરૂપણમાં સર્વત્ર દિશાસૂચન રૂપે અનાચાર દર્શાવવાથી સ્વાદવાદમાં શ્રદ્ધા રાખવી એ જ સમ્યકત્વ છે એ સિદ્ધ થાય છે. ૧૦૧