________________
ઉપદેશરહસ્ય ગાથા–૧૦૧
બન્ને ભિન્નભાગવત હોતા નથી પણ તેના અણુએ અણુ એકબીજા ને વ્યાપીને રહેલા હોય છે. તે રીતે સ્યાદ્વાદમાં પણ સમજી લેવું. ઉપરોક્ત નિરુપણથી “દ્રવ્યર્થસ્વાદિમાં નિત્યસ્વાદિ અવછેદતા જ હોવાથી એકાન્તવાદ પ્રસક્ત થાય છે”–આવું કથન પણ નિર્મૂળ થઈ જાય છે. કારણ કે દ્રવ્યાWવાદિમાં સ્વરૂપેણ (દ્રવ્યત્વને આશ્રયીને નિત્યસ્વાવછેદકતા હેવા છતાં પણ પરરૂપેણ (પર્યાયવને આશ્રયીને) નિત્યાવચ્છેદકતાને અભાવ છે. આ વિષયને વધુ વિસ્તાર અન્ય ગ્રન્થોમાં પણ કરેલ છે. સૂત્ર-૩
"समुच्छिजिहिति सत्थारा सव्वे पाणा अणेलिसा । गंठीगा वा भविस्संति सासयंति व णो वदे ॥४॥
'सम्यग् निरवशेषतयोच्छेत्स्यन्ति सामस्त्येनोत्प्राबल्येन सेत्स्यन्ति सिद्धिं यास्यन्ति वा, शास्तारः -सर्वज्ञाः, सर्वे निरवशेषाः सिद्धिगमनयोग्या भव्यास्ततश्चोत्सन्नभव्यं जगत् स्यादि'त्येवं नो वदेत्, तथा 'सर्वे प्राणिनोऽनीदृशाः परस्पर विलक्षणा एव, न कथञ्चित्तेषां सादृश्यमस्ती' त्येवमप्येकान्तेन नो वदेत, यदि वा 'सर्वेषां भव्यानां सिद्धिसद्भावेऽवशिष्टाः संसारऽनीदृशा अभव्या एव भवेयुरि'त्येव नो वदेत् , तथा 'ग्रन्थिकाः कर्मग्रन्थिवन्त एव सर्वे भविष्यन्ती'त्येवं नो वदेत्, यदि वा ग्रन्थिभेदं कर्तुमसमर्था भविष्यन्तीत्येवं नो वदेत्, तथा शाश्वताः सदाकालं स्थायिनः शास्तार इत्येवं नो वदेत्, यतः “एएहिं ० ॥५॥"-एतयोर्द्वयोः स्थानयोर्व्यवहारो न विद्यते । तथाहि-यत्तावदुक्त सर्वे शास्तारः क्षय यास्यन्तीत्येतदयुक्तम् , क्षयनिबन्धनकर्मणोऽभावेन सिद्धानां क्षयाभावाद्भवस्थकेवलिनामपि प्रवाहापेक्षया क्षयाऽयोगात् । यदप्युक्त सर्वभव्यानां सिद्धिगमने उत्सन्नभव्यं जगत् स्यादिति, तदपि न, भव्यराशे राद्धान्ते भविष्यकालसमयवदानन्त्योक्तेस्तन्निलोपाऽसंभवात् । न च सर्वेषां भव्यानां सेत्स्यमानताभिधानात्तदापत्तिः,
[ભવ્યજીવ શુન્યતા સવજીવભિન્નતા-ગ્રન્થિભેદાશક્તિ-સર્વજ્ઞશાશ્વતતા અઘટિત].
સુત્ર-૪ તથા ૫-“બધા જ સર્વજ્ઞ આત્માઓ નિરવશેષપણે વિચ્છિન્ન થઈ જશે અથવા સિદ્ધિગમન યોગ્ય બધા જ સંપૂર્ણપણે સિદ્ધિગતિમાં ચાલ્યા જશે તેથી જગત ભવ્ય જીવ શૂન્ય બની જશે.” આમ પણ કહેવાય નહિ તથા “બધા જ પ્રાણીઓ અનીદશ અર્થાત્ સર્વથા પરસ્પરભિન્ન છે તેઓમાં પરસ્પર કોઈ સમાનતા નથી એવું પણ એકાને કહેવાય નહિ. અથવા “બધા જ ભવ્ય જીવે મોક્ષમાં ચાલ્યા ગયા પછી સંસારમાં અભવ્ય જીવો જ શેષ રહેશે એવું પણ કહેવાય નહિ. તથા “બધા જ જીવે કર્મન્ધિયુક્ત હશે અથવા ગ્રન્થિ ભેદવાને અશક્ત હશે એમ પણ કહેવાય નહિ. તથા સર્વજ્ઞ આત્માઓ શાશ્વત એટલે કે સદાકાળ માટે સ્થાયી (અવિનાશી) રહેશે એમ પણ કહેવાય નહિ. કારણ, ઉપરોક્ત પ્રકારના બે બે સ્થાનોમાં વ્યવહાર ઘટી શકતો નથી તે આ રીતે–
જે એમ કહ્યું કે “બધાં જ સર્વજ્ઞ આત્માઓ વિચ્છિન્ન થઈ જશે તે કહેવું અયુક્ત છે. કારણ કે ક્ષયના હેતુભૂત કારણે ન હોવાથી સિદ્ધાત્માને ક્ષય અસંભવિત છે. ભવસ્થ કેવલિઓને પણ મેક્ષમાં ગમન દ્વારા સર્વથા ક્ષય નથી, કારણકે જેમ જેમ ભવસ્થ કેવલિઓ મે જતા જાય છે તેમ તેમ અન્ય અન્ય જી કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા જાય છે એટલે