________________
૧૮૪
ઉપદેશરહસ્ય ગાથા-૯૮
[તાત્પર્ય નિરૂપણ–શ્રીચિ -સૂત્રવિભાગ વગેરેની સાવધાની] સૂત્ર. ૨૪-જે સૂત્રનો અર્થ અતિ કઠણ હોય અને છેડા શબ્દોથી સારી રીતે સમજી શકાય તેવું ન હોય તે તે અર્થ સરખે સરખા પર્યાયવાચી શબ્દ દર્શાવીને તેમ જ સરળ વાક્ય રચના દ્વારા ટૂકડે ટૂકડે તેને તાત્પર્યભૂત અર્થ પ્રગટ થાય તે રીતે નિરૂપણ કરે. નહિ કે પૂર્વસૂત્રમાં કહ્યું છે તેમ સર્વત્ર થોડા થોડા શબ્દોમાં કહીને છૂટી જાય. જે શ્રોતા હોયકઈ સંક્ષેપ રૂચિ હોય કઈ વિસ્તાર રૂચિ હોય તો તેમાં વિસ્તાર રૂચિને અનુલક્ષીને સંપૂર્ણ પણે કહી શકે એટલું કહે. એટલે કે જે જે તેને અવતાર તેમાં સંભવિત હોય તે સઘળાય ને તે વિષયમાં ઊતારીને તેને તલસ્પર્શી ઊંડાણથી બંધ થાય તેવું નિરૂપણ કરે. આવું નિરૂપણ કરવું હોય તે સદ્દગુરુના ચરણે બેસીને દરેક સૂત્રના નિર્યુક્તિ વગેરે મિશ્રિત અર્થનું સવિધિ શ્રવણ-મનન વગેરે કરે. આ રીતે શ્રવણ કર્યું હોય તે તે તે વિષયનું
સ્પષ્ટ દર્શન ઉપલબ્ધ થઈ શકે. સખ્યમ્ અર્થદશી થયા પછી સર્વજ્ઞ ભગવંતે ભાખેલા શાસ્ત્રની આજ્ઞાને અનુસરીને પૂર્વાપર કોઈ જાતનો વિરોધ ન ઉદ્દભવે એવું વિશુદ્ધ અને નિર્દોષ નિરૂપણ કરવામાં તત્પર બને અને તેમાં પણ જે સૂત્રનું જે વિભાગમાં સ્થાન હોય તે પણ દર્શાવે અર્થાત્ ઉત્સર્ગમાર્ગનું પ્રતિપાદન કરનારું સૂત્ર હોય તો તેને ઉત્સર્ગરૂપે ઓળખાવે. એ જ રીતે અપવાદનું અપવાદરૂપે અથવા જે નિરૂપણ સ્વસિદ્ધાંતને આશ્રયીને ઉત્તરપક્ષરૂપે હેય તેને સ્વસમય (સ્વકીય સિદ્ધાંત) રૂપે ઓળખાવે અને કઈ સિદ્ધાંત અભ્યપગમવાદથી અથવા પૂર્વપક્ષરૂપે શાસ્ત્રમાં કહેવાયું હોય તો તેને (પરકીય સિદ્ધાંત)રૂપે ઓળખાવે. આ રીતે નિરૂપણ કરનાર ભિક્ષુ પાપ વિનાશની ઇચ્છાવાળે હોય છે એટલે જેટલા પણ વેણ ઉચ્ચારે તેમાં નિર્દોષપણુનું ધ્યાન બરાબર રાખીને ઉચ્ચારે ૨૪
"अहाबूइआई सुसिक्खए जा जएज्जया णाइवेलं वइज्जा । से दिहिम दिष्ठि न लसइंज्जा से जाणइ भासि तं समाहि" ॥२५॥
यथोक्तानि वचनानि तीर्थकृदादिभिः सुष्टु शिक्षेत ग्रहणासेवनाशिक्षाभ्यां, तथा सदा तयोर्दे शनायां यतेत, सदा यतमानोऽपि कर्त्तव्यकालवेलामुलंध्य नातिवेलं वदेत्=पर परस्पराबाधया सर्वाः क्रियाः कुर्यादित्यर्थः । स एवंविधः सम्यग्दृष्टिमान् सम्यादर्शनं न लूपयेत्-दूषयेत् , पुरुषविशेष ज्ञात्वा तथा वक्तव्यं यथा तस्य सम्यक्त्त्वं स्थिरीभवति, न पुनः शङ्कोत्पादनतो दूष्यत इति । यश्चैवंविधः स जानाति-अवबुध्यते भाषितुं तं तीर्थकरोक्त समाधि सम्यग्दर्शनज्ञानचारित्राख्यं, इतरश्च भाषणायोग्य एव इति ।
rગ્રહણ શિક્ષા-આસેવન શિક્ષા-વિધિ વગેરેને આદર અને કાળજી] સુત્ર-૨૫જે ઉપર કહ્યા મુજબ નિર્દોષ વક્તા બનવું હોય તે ભિક્ષુએ તીર્થકર, ગણુંધર કે આચાર્ય–ઉપાધ્યાય પરમેષ્ઠી પાસે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા પ્રાપ્ત કરવામાં આદરવંત થવું જોઈએ. ગ્રહણશિક્ષા એટલે તે તે વિષયનું વિનયાદિપૂર્વક તીર્થકર વગેરે પાસેથી સમ્યગ જ્ઞાન પ્રાપ્ત કરવું અને આસેવનશિક્ષા એટલે વિનયાદિપૂર્વક ઉપાધ્યાય કે પ્રવર્તક વગેરે પાસેથી તે તે ધર્માનુષ્ઠાનેનું આચરણ શી રીતે થાય તેની પ્રાયોગિક રીતે સમ્યગ જાણકારી પ્રાપ્ત કરવી. આ બે પ્રકારની શિક્ષાથી સમ્યફ શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ગ્ય