________________
ઉપદેશ ૨૪–સ્યાદવાદગર્ભિત દેશનાવિધિનું પાલન અસ્વયક
૧૮૫
જીએ જ્યારે જ્યારે અવસર પ્રાપ્ત થાય ત્યારે ત્યારે વિધિમુજબ તેને અમલ કરે જોઈએ. આ રીતે ઉપદેશ કરતી વેળા ખાસ સાવધાની એ રાખવા જેવી છે કે પિતાના અન્ય કર્તવ્યથી ચૂકાય નહિ. અકાળે-કસમયે વિના અવસરે એવી રીતે ઉપદેશ કરવા બેસી જાય કે જેથી પોતાના અન્ય કર્તવ્યનું પણ ભાન રહે નહિ તેવું ભિક્ષુ થવા દે નહિ. ભિક્ષુએ પોતાના સર્વ કર્તવ્યનું પાલન કરવા એ ધ્યાન ખાસ રાખવાનું છે કે પરસ્પર એક અનુછાનથી બીજા અનુષ્ઠાનને હાનિ પહોંચે નહિ. આવા પ્રકારના સમ્યગદષ્ટિ ઉપદેશકે પિતાનું કે બીજાનું સમ્યગદર્શન કે તેને આચારે સહેજ પણ દૂષિત થાય નહિ તેની પણ કાળજી રાખવી જોઈએ “સામે સાંભળવા બેઠેલે શ્રોતા કેઈ મોટો લૌકિક હેદી ધરાવે છે કે પછી સામાન્ય છે, ભદ્રપ્રકૃતિ છે કે તેનાથી વિપરીત છે, જેન છે કે જેનેતર છે, સમ્યગૃષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે.” વગેરે હકીકતોને બરાબર ધ્યાનમાં લઈ એવીરીતે સ્થિરપ્રજ્ઞાથી બેલવું જોઈએ. કે જેનાથી શ્રોતા ધર્મથી પરામુખ હોય તે ધર્મસન્મુખ થાય. યાવત્ સમ્યગ્ગદષ્ટિ હોય તે તેનું સમ્યગદર્શન વધુ સ્થિર, દઢ અને નિર્મળ થાય પણ શંકાના પંકથી મલિન થાય નહિ. ઉપરોક્ત રીતે ઉપદેશને વિધિ યથાર્થ પણે જેણે જાણ્યું હોય તેને જ તીર્થકર પ્રરૂપિત સમ્યગ્દર્શન--જ્ઞાનચારિત્ર રૂપ સમાધિમાર્ગને ઉપદેશ કરવાનો અધિકાર છે. બીજાઓ ઉપદેશ દેવા માટે લાયક નથી રપા
"अलूसए नो पच्छन्नभासी नो सुत्तमन्नं च करिज्ज ताई । સરથારમણી અgવીરું વાચં સુગં ર સ વિનના” પરદા
अदूषको=ऽपसिद्धान्तव्याख्यानेन सर्वज्ञोक्तमदूषयन् न प्रच्छन्नभाषी भवेत् सार्वजनीनं सिद्धान्तार्थ प्रच्छन्नभाषणेन न गोपयेत् , यदि वा प्रच्छन्नमर्थमपरिणतायः न भाषेत । न च सूत्रमन्यत् स्वमतिविकल्पनतः स्वपरत्रायी कुर्वीत, शास्तरि या भक्तिस्तामनुविचिन्त्य न कदाचिदागमबाधा स्यादित्येवं पर्यालोच्य वादं वदेत् , श्रुतं चाऽऽचार्यादिभ्यः सकाशात् सम्यक् तदाराधनामनुवर्तमानोऽन्येभ्य ऋणमोक्षं प्रतिपद्यमानः प्रतिपादयेत् ।
[અપસિદ્ધાન્ત–પ્રચ્છન્નભાષિતાનો ત્યાગ : સૂત્રવફાદારી અને ઋણમુક્તિઉદ્દેશ)
સુત્ર-૨૬-ઉપદેશક ભિક્ષુએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંય અપસિદ્ધાન્ત ન થઈ જાય. પહેલા કોઈ એક સર્વજ્ઞભાષિત સિદ્ધાન્તનું પ્રતિપાદન કર્યા પછી પ્રતિપક્ષી કઈક તેમાં મિથ્યા દોષદભાવન કરે ત્યારે સ્વસિદ્ધાન્તને ત્યજીને વિપરીત સિદ્ધાન્તનું અવલંબન કરી તેને ઉત્તર આપ તેને અપસિદ્ધાન્ત કહેવાય. જે અપસિદ્ધાન્ત કરે તે ભગવાનનું વચન દૂષિત થાય, ભિક્ષુ તેવું ન થવા દે. જે સિદ્ધાન્ત સર્વસાધારણ લો કોને કહેવા ગ્ય હોય તેનું નિરૂપણ બધા સમક્ષ ન કરતા ખાનગીમાં બે-ચાર જણને જ કહેનાર પ્રચ્છન્નભાષી છે. ભિક્ષુ એ પ્રચ્છન્નભાષી ન હોય. અથવા છેદસૂત્ર વગેરે ગંભીર શાસ્ત્રોનો અર્થ અપરિપકવ બુદ્ધિ કે અપરિપકવ ગ્યતાવાળાને બતાવે નહિ. ભિક્ષુ તે સ્વ અને પર ઉભયની અંતર શત્રુઓથી કે દુર્ગતિથી રક્ષા કરનાર હોય, એને બદલે શાસ્ત્રના અનેક સૂત્રોમાંથી પિતાને અણગમતું સૂત્ર કાઢી નાંખીને પોતાની સ્વછંદ બુદ્ધિથી પોતાને અનુકૂળ નવા ૨૪