________________
ઉપદેશ ૨૩–સુવિહિત સાધુઓ આજે પણ વિદ્યમાન છે
૧૭૯ પૂર્વોક્તપ્રકારની ઔચિત્યગર્ભિત તત્ત્વચિંતાથી જ કલ્યાણને પાત્ર બનાય છે તે હકીકત સમજી શકતા નથી અને તેથી જ તેઓ અતિ વિપુલ નિર્જરા લાભ કરાવનાર ગુરુપરતન્ત્રતાથી ઓતપ્રેત સ્વાધ્યાય વગેરેની આરાધના કષ્ટમય સમજીને ત્યજી દે છે. કેવળ ઉપર ઉપરથી બાહ્યદષ્ટિએ સારા દેખાતાં પણ અતિતુચ્છ ફળ આપનારા બાહ્ય ગાનુષ્ઠાને કે જે પરમ ગુરુશ્રી તીર્થંકર પરમાત્માના સારગર્ભિત વચનોને અનુસરતા ઉપયોગથી અર્થાત્ સાવધાનીથી શૂન્ય હોવાથી માત્ર શારીરિક કષ્ટક્રિયા રૂપ જ છે, તેમાં પોતાની સ્વચ્છેદ મતિકલ્પનાથી રચ્યાપચ્યા રહે છે. એવાઓની દશા કાગડાના બચ્ચાંઓની જેમ ઘણી બુરી થાય છે. નર્મદા નદીને તીરે વૃક્ષ ઉપર બેઠેલા કાગડાના બચ્ચા કઈક અગમ્ય દ્વેષથી સમીપ રહેલા મધુર અને નિર્મળ નદીના વહેતા પાણીને ત્યાગ કરીને દૂર દૂર દેખાતા ઝાંઝવાના નીર પ્રત્યે આકર્ષાય છે. પાણીની ભ્રમણાથી તે બાજુ દેટ મૂકે છે. તે કાગડાના બચ્ચા જેવા કેટલાક સ્વચ્છેદ સાધુઓ સર્વ તત્ત્વમાં પ્રધાન ગુરુતત્વને ત્યજી દઈને પોતાને ઠીક લાગતા ગમે તેવા આભાસિક બાહ્યાનુકાનમાં આકર્ષાય છે. અને એની દિશામાં દોટ મુકે છે. તે ક્યા સુજ્ઞને ખેદને વિષય ન બને. ૧૯૪ इत्थं प्रवृत्तास्ते किं कुर्वन्तीत्याह
[ સ્વછંદ યતિઓનું ડગલે ને પગલે પતન ] ખેદ ઉપજાવે તેવી પ્રવૃત્તિ કરતા સ્વચ્છેદ સાધુઓ કેવું કેવું આચરણ કરે છે તે શ્લોક ૫માં વ્યક્ત કર્યું છે
मन्नंता अन्नाणा अप्पाणं गुरुचरित्तजोगत्थं । मत्ता इव गयसत्ता पए पए हंत निवडंति ॥९५॥
શ્લેકાથ -જાતે અજ્ઞાની હોવા છતાં પિતાને ઉગ્ર ચારિત્રનું પાલન કરનારા સમજે છે, આ રીતે મત્ત બનેલા અને સત્વહીન તેઓ ડગલે ને પગલે પતિત થાય છે. છેલ્પા
अज्ञानास्तत्त्वोपयोगशून्याः आत्मान बाह्यव्यापारप्रवृत्तं स्वं गुरुचरित्रयोगस्थं दुर्द्धरचारित्रानुष्ठानस्थित मन्यमानाः, मत्ता इव वारूणीपानविगलितचेतना इव गतसत्त्वा निवृत्तधैर्याः पदे पदे-स्थाने स्थाने 'हंतेति खेदे' निपतन्ति प्रस्खलन्ति । तथाहि-मत्ताः पदे पदे गात्रबन्धशिथिलीभावात् पतन्ति, एवमेतेऽपि केनचिद्विदग्धेन गंभीरसूत्रार्थ पृष्टाः सर्व गुणमात्मन्यारोपयितुकामास्तदनुपलम्भे तत्समाधानाऽशक्ताः पदे पदे पतन्तीति ॥९५॥
તાત્પર્યાથ-જેઓને તત્ત્વાતત્ત્વને વિવેક જ નથી. છતાંય તેવા જ બાહ્ય ક્રિયાઓ માં તત્પર બનીને પોતાની જાતને ઘણું ઊંચા પ્રકારનું ઉગ્ર અને વિશુદ્ધ ચારિત્રનું પાલન કરનારા સમજી બેસે છે. તેઓ ખરેખર ઉન્મત્ત છે. પ્રચુર મદ્યપાન કરીને જે જીવેનું ચિતન્ય મૂછિતપ્રાયઃ થયું છે તેવા ધીરજને ખોઈ બેસનારા સત્વહીન ઉન્મત્તપ્રાયઃ જીવે ડગલે ને પગલે પછડાટ અનુભવે છે તે ખરેખર ખેદ ઉપજાવે તેવી હકીકત છે. મદ્યપાનથી ઉન્મત્ત બનેલાઓ શરીરના સાંધા ઢીલા થઈ જવાથી ડગલે ને પગલે લથડિયા ખાય છે તેમ તે સ્વછંદ સાધુઓ પણ જ્યારે તેમને કઈ વિદ્વાન ગંભીર સૂત્રોનાં અર્થ પૂછે ત્યારે પિતાની