________________
૧૭૮
ઉપદેશરહસ્ય ગાથા-૯૪ જાગ બહુ કઠીન છે. પણ જ્યાં સુધી એ હરામચસકાને ફગાવીને અર્થાત્ પાપિપદેશક અને બુદ્ધિવિકારક પાપકૃતને આદર કરવાનું છોડી દઈને જેનાગમ અને તેમાંથી ઝરણાંરૂપે નીકળેલા વિવિધ પ્રકરણ શાસ્ત્રના ગહન-માર્મિક અધ્યયનમાં આત્મા તલ્લીન ન બને, સ્વાધ્યાય ભેગમાં વિશિષ્ટ પ્રયત્ન ન કરે ત્યાં સુધી ચિત્તની એકાગ્રતા દુર્લભ છે. આ રીતે સ્વાધ્યાય વગેરે અનુષ્ઠાનનું સંયમજીવનમાં કેટલું બધું ઊંચું મહત્ત્વ છે તે સિદ્ધ થાય છે. શાસ્ત્રીય તત્તના પૂર્વાપરભાવગર્ભિત પરામર્શથી ભાવિ પરિણામને સુનિશ્ચિતપણે વિચાર કરીને કરવામાં આવતી પ્રવૃત્તિ, એ જ કલ્યાણનું ખરું મૂળ છે. સારાંશ એ છે કે સ્વાધ્યાય વગેરે ક્રિયાનુષ્ઠાનથી અશુભ ક્રિયાને રસ નિવૃત્ત થાય છે અને સ્વાધ્યાય વગેરે શુભગને રસ જેમ જેમ પ્રકર્ષના શિખર પર ચડતો જાય તેમ તેમ નિર્વિકલ્પ અવસ્થા અર્થાત્ નિવિકલ્પ સમાધિભાવ વધુને વધુ અભિમુખ થતા જાય છે. અને સાધનની ચરમ સીમાએ આવીને ઊભા રહેતા સર્વ વિકલ્પો શાંત થઈ જાય છે, સર્વ ક્રિયાઓ બંધ પડે છે. આ રીતે સ્વાધ્યાયાદિ ક્રિયાથી પરંપરાએ કર્મબંધનથી મુક્તિની પ્રાપ્તિ સુશકય હોવાથી પૂર્વ શંકિત વિરોધને અવકાશ નથી. જેમ ઈશ્વનને બાળી અગ્નિ પોતે પણ બુઝાઈ જાય છે તેમ અસત્ ક્રિયા વગેરે દેષરૂપી ઈશ્વનને ભસ્મીભૂત કરીને સ્વાધ્યાય વગેરે સત્ ક્રિયાઓ પણ શાંત થાય છે. છેલ્લા
तदेवं दुःषमायामपि गुरुपारतव्येण ये स्वाध्यायादिप्रधानयोगप्रवृत्तास्तेषां यतित्वमव्याहतं, ये तु विपरीतास्तानवगणयन्नाह
- ઉપરોક્ત રીતે આ વિષમ પંચમ કાળમાં ગુરુને પરતંત્ર રહીને જેઓ સ્વાધ્યાય વગેરે મહત્ત્વપૂર્ણ ગોમાં તલ્લીન હોય છે તેઓનું સાધુપણું અખંડિત હવામાં કઈ સંદેહ નથી. ત્યારે જેઓ ગુરુને છોડીને સ્વછંદપણે પ્રવર્તી રહ્યા છે તેઓ અવગણના (=ઉપેક્ષા)ને પાત્ર છે તે શ્લોક-૯૪માં દર્શાવે છે
केइ असग्गहगहिया अमुणंता एयमत्तदोसेण ।। उज्झियपहाणजोगा बज्झे जोगे ठिया तुच्छे ॥९४॥
શ્લેકાર્થ - ખેદની વાત છે કે, કદાગ્રહમાં ફસાયેલા કેટલાક પિતાના વાંકે જ ઉપરોક્ત તત્ત્વને સમજ્યા વિના પ્રધાનોગે ત્યજીને તુચ્છ બાહ્યગમાં મચી પડે છે. ૯૪
केचित् असद्ग्रहगृहीताः मिथ्याभिनिवेशविसंस्थुलीकृतात्मशक्तयः, एतत्-उचितार्थचिन्तया कल्याणभाजनत्वं, 'अमुणंत'त्ति-अजानानाः, आत्मदोषेण-स्वाजितेन मिथ्यात्वमोहादिकठिनकर्मविपाकेन, उज्झितस्त्यक्तः प्रधानयोगो-विपुलतरनिर्जरानिबन्धनगुरुपारतन्व्याधीनस्वाध्यायाचाराधनात्मा यैस्ते, बाह्ये-बहिप्टिमात्ररम्ये यथावत्परमगुरुवचनोपयोगशून्यतया शरीव्यापारमात्ररूपे, तुच्छेऽत्यल्पफलके, योगे-अनुष्ठाने, स्थिताः-स्वबुद्धिकल्पनया प्रवृताः । ते हि परित्यक्तनर्मदातीरा मृगतृष्णायां जलभ्रमवन्तः काकबाला इव केषां न शोचनीया इति भावः ॥९४॥
[ સ્વછંદ યતિઓનું આચરણ ખેદજનક છે.] તાત્પર્યાથી વિપરીત અભિનિવેશથી જેઓની આત્મશક્તિ સાવ વિકૃત (મલિન) થઈ ગઈ છે. તેવા કદાગ્રહી જીવે પૂર્વબદ્ધ મિથ્યાત્વમોહનીય વગેરે કઠોર કર્મના વિપાકોદયથી