________________
ઉપદેશ-૨૩ સુવિહિત સાધુઓ આજે પણ વિદ્યમાન છે
૧૭૭
ચાહે શુભ હોય કે અશુભ હોય, સર્વક્રિયાનો નિષેધ થાય તે જ કર્મના બંધનથી આમાં છૂટે. એટલે સર્વક્રિયાઓનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવાને બદલે સ્વાધ્યાય વગેરે શુભાનુષ્ઠાન માં ઉદ્યમી બનવાને ઉપદેશ કરવાનું શું પ્રજન છે ? આ શંકાનું શ્લોક ૯૩માં સમાધાન કર્યું છે–
सज्झायाइ णिओगा चित्तणिरोहेण हंदि एएसि । कल्लाणभायणतं पइदिणमुचियत्थचिंताए ॥१३॥
શ્લેકાર્થ : સ્વાધ્યાય વગેરેમાં પ્રયત્નથી સાધુઓનું ચિત્ત એકાગ્ર બને છે. ચિત્તની એકાગ્રતાથી પ્રતિદિન ઉચિત તનું ચિંતન થાય છે, એનાથી જીવ ભવિષ્યમાં કલ્યાણનું ભાજન બને છે. છેલ્લા ___हंदीत्युपदर्शने, एतेषां साधूनां स्वाध्यायादिनियोगात् पापश्रुताऽवज्ञाप्रधानजिनागमाध्ययनादिविशिष्टप्रयत्नात्, चित्तस्य–मनसो निरोधेनेतरविषयव्यावृत्त्या-तदेकाग्रतालक्षणेन, प्रतिदिनप्रतिवासरं ज्ञानवृद्धौ, उचितार्थानां-तत्तद्रव्यादिसामग्रयनुरूपोत्सर्गापवादादिरूपाणां चिन्तया= मुरुलाघवानुपातिनोपयोगेन, कल्याणभाजनत्वं आगमिष्यहद्रत्वं भवति, शास्त्रार्थानुसन्धानसुनिश्चितपरिणतिकपवृत्ते रेव श्रेयोमूलत्वात् । तथा च स्वाध्यायादिक्रिययाऽसस्क्रियानिवृत्तिः, तस्यां च काष्ठाप्राप्तायां निर्विकल्पपरिणामाभिमुख्ये बढेर्दाह्य विनाश्यानुविनाशवत् स्वयमेव स्वनाशे, मोक्षोऽप्यर्थादुपपत्स्यत इति न कश्चिद्विरोध इति फलितम् ॥९३॥ .
[શુભ કિયાએ જ પરંપરાએ મોક્ષ પ્રાપક છે.] તાત્પર્યાથ –ચરમાવર્તમાં પણ આમા ખરેખર એક્ષપ્રાપ્તિને વેચે ત્યારે જ થાય છે કે ત્યારે ગણદેષ અંગે ગફલઘભાવનો વિવેક કરવાની સાચી સમજ અને શક્તિનો આવિર્ભાવ થાય છે. જે અવસરે જેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વગેરેની સામગ્રી મોજુદ હોય તે અવસરે “ઉત્સર્ગનું આચરણ ઉચિત છે કે અપવાદનું ઉત્સર્ગના આચરણમાં લાભ વધારે છે કે અપવાદના આચરણમાં ?” આવા પ્રકારના ગુરૂ-લાઘવ ભાવાનુસારે પ્રવર્તતા સતત ઉપયોગથી આત્મા મોક્ષનગરીની અત્યંત નિકટ આવી જાય છે.
પૂર્વોક્ત પ્રકારને ઉપગ સતત પ્રવૃત્ત રહે તે માટે મનના નિધપૂર્વક પ્રતિદિન શાસ્ત્રીય જ્ઞાન વધારવાની ઘણી ઘણી જરૂર છે. મન જ્યાં સુધી નિરુદ્ધ ન થાય ત્યાં સુધી શાસ્ત્રીય ગહન તત્તે અંગેના જ્ઞાનની વૃદ્ધિ થવી દુઃશકય છે. ચિત્તને નિરોધ એટલે મનમાંથી બીજા બધા બીનજરૂરી અને નુકશાનકારક અશુભવિચારની સાફસૂફી કરીને ચિત્તને જરૂરી તાવિક વિષયેના ચિંતનમાં તલ્લીન-એકાગ્ર કરવું.
[સ્વાધ્યાયથી મોંવૃત્તિઓ ઉપર ભારે અંકુશ ] ચિત્તની આવા પ્રકારની એકાગ્રતાનું સંપાદન કરવામાં સ્વાધ્યાય રામબાણ ઉપાય છે. આત્માને ચિરભૂતકાળથી પાપકૃત-મિથ્યાશ્રત જેવા કે કામસૂત્ર, પ્રેમ કથાઓ ધૂતશાસ્ત્ર વગેરેના અભ્યાસને ઘણો ચસકો લાગી ગયા હોવાથી જિનપ્રણીત શાસ્ત્રોનું અધ્યયન કરવાનો રસ
૨૩