________________
ઉપદેશ ૨૨-પ્રતિકૂળ સાગામાં પણ ભાવ અખંડ રાખી શકાય
૧૯૩
વૃષ્ટિ સારી થઈ હોય અને સમગ્ર દેશમાં સુકાળ હોય ત્યારે જેમ દાનવીર પુરૂષો દાન આપવામાં પાછીપાની કરતા નથી તેમ વરસાદ ન થવાના કારણે ચારે બાજુ દુષ્કાળ પડ્યો હાય અને હાહાકાર મચી ગયા હોય, પેાતાનું જ પેટ ભરવામાં લાકા ગળાબૂડ થઈ ગયા હોય ત્યારે પણ જગડૂશા જેવા દાનવીર પુરૂષો પોતાના સ્વાર્થ જોયા વિના દાન આપતાં અચકાતા નથી. સુકાળની જેમ દુષ્કાળમાં પણ દાન આપવામાં શૌર્ય દાખવે છે. મુનિએ પણ પ્રતિકૂળ કાળ ઉપસ્થિત થતાં પોતાના આરાધક ભાવને જાળવી રાખે છે.
ગમે તેવી કકડીને ભૂખ લાગી હોય તેા પણ જેમ શૂરવીર સિંહ કયારેય પણ ઘાસ ખાતા નથી તેમ પરિષદ્ધ વગેરે પ્રતિકૂળભાવાત્મક પરિસ્થિતિ ઉપસ્થિત થવા છતાં પણ મુનિએ નિદ્ય આચરણ કરવા પ્રેરાતા નથી.
સારાંશ – પ્રતિકૂળ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવમાં મુનિએ ધારે તા માત્ર પોતાના શુભભાવ ટકાવી શકે છે તેટલું જ નહિ, તેની વૃદ્ધિ પણ કરી શકે છે. ૫૮૮ા
एतदेव निदर्शनान्तरेण द्रढयति
શ્લોક ૮માં ભ્રમરના એક વધુ ષ્ટાંતથી ભાવ અપરાવૃત્તિનું દૃઢ સમર્થન કર્યું છે— मालगुणणुष्णो महुअरस्स तपक्ववायहीणत्तं ।
पडबंधेऽवि ण कइआ एमेव मुणिस्स सुहजोगे ॥ ८९ ॥
લેાકા :– માલતી પુષ્પની સુવાસથી આકર્ષાયેલા ભ્રમરને દુર્ભાગ્યે કયારેક તે ન મળે તા પણ તેનું આકર્ષણ છુટતું નથી. એ જ રીતે મુનિએ માટે પણ શુભયાગામાં જાવું. ૮હ્યા मालतीगुणस्य=मालतीपरिमलचारिमानुभवैकममचेतसः, मधुकरस्य = भ्रमरस्य, प्रतिबन्धेऽपि= कुतोऽपि हेतोस्तदप्राप्तावपि तत्र = मालत्यां यः पक्षपातो = बहुमाननैरन्तर्यात्मा तद्धीनत्वं = तद्विकलत्वं कदाचिदपि न भवति, एवमेव मुनेश्चरणपरिणामवतः शुभयोगे स्वाध्यायध्यानविनयवैयावृत्त्यमानादिरूपे द्रव्यवैषम्यरूपे प्रतिबन्धेऽपि पक्षपातहीनत्वं न भवति, यथाशक्त्यनुष्ठानेन मातृस्थानानासेवनेन च तत्रैव चेतसः प्रतिबन्धात् ॥ ८९ ॥
[ભ્રમરને માલતી પુષ્પની જેમ મુનિને શુભયાગનું ગાઢ આકષ ણ ]
તાત્પર્યા :– પ્રતિકૂળ દ્રવ્યક્ષેત્રાહિમાં મુનિમહાત્માઓના ભાવ અખ ંડિત રહે છે તે ભ્રમરના ધાન્તથી પણ સુંદર રીતે સમજાય છે. ભમરા સુવાસપ્રિય છે. તેમ જ પરાગરજનુ પાન કરવાને શોખીન હેાય છે. માલતી પુષ્પમાં સુગંધ પણ ભરપૂર હોય છે અને પરાગરજ પણ, તેથી ભ્રમરાને તેનું દિન-રાત આકર્ષણ હોય છે. કયારેક અશુભના ઉદયે દિવસેાના દિવસા સુધી માલતીનુ` માઢું જોવા ન મળે તેા ભમરાને તેના વિના ચેન પડતું નથી, તેને મેળવવાની ઝંખના અને તેના ગુણુનું બહુમાન ભમરાના અંતરમાં ગુંજ્યા કરતા હોય છે, કયારેય પણ તે છુટતું નથી. સયમના પરિણામવાળા મુનેિ માટે પણ આવુ જ છે. સૂત્ર સ્વાધ્યાય, ધ્યાનયાગ, વિનયનૃત્ય અને વૈયાવચ્ચ વગેરે શુભાનુષ્ઠાન ચાળાના એક્વાર રસાસ્વાદ કર્યા પછી માક્ષ ન થાય ત્યાંસુધી એ બધુ... છેડવાનુ દીલ થતુ' નથી. અશુભના ઉદયે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં પણ તે બધા શુભયાગાની આરાધના કરી લેવાની લાલચ તેની છૂટતી નથી. માયા ડાકણ ન સ્પર્શે તે રીતે યથાશક્તિ અને યથા અવસર તે બધું સાધી લેવાની ઉત્સુકતામાં જ ચિત્ત પરાવાયેલું રહે છે. ૮લા