________________
૧૯૨
ઉપદેશરહસ્ય ગાથા-૮૮
एतदेव निदर्शनेन भावयति
શ્લેક. ૮૮માં પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિ સાગમાં પણ ભાવની અપરાવૃત્તિના વિષયમાં સુભટ વગેરેના દષ્ટાંત સૂચિત કર્યા છે -
जह सम्ममुडिआणं समरे कंडाइणा भडाईणं । भावो न परावत्तइ एमेव महाणुभावस्स ॥८८॥
શ્લેકાર્થ-જેમ (યુદ્ધ માટે) બરાબર સજજ થયેલા સુભટને યુદ્ધમેદાનમાં બાણ વગેરે (લાગવા)થી ભાવ (યુદ્ધને રસ) બદલાતો નથી. એ જ રીતે (પ્રસ્તુતમાં) મહાનુભાવે વિષે પણ જાણવું. ૮૮
___ यथा सम्यक् स्वौचित्यानतिलंघनेन, उत्थितानां उन्मीलिताध्यवसायानाम् , भटादीनां= सुभटादीनां, समरे संग्रामे, कांडादिना शरीरलमबाणादिना भावः प्रतिज्ञातव्यवसायः, न परावर्तते नान्यथा भवति, प्रत्युत स्वाम्याज्ञापालनपरायणत्वेन रतिकेलिकुपितकान्तकर्णोत्पलताडनादिवत् प्रमोदायैव भवति, एवमेव महानुभावस्य वीतरागाज्ञापालनेऽत्यन्तरसिकस्य साधोव्यादिवैषम्येऽपि न भावः परावर्तते किन्तु प्रवर्द्धत इति द्रष्टव्यम् । सुभटदृष्टान्तेन द्रव्यवैषम्ये भावविच्छित्ति- .. निदर्शिता, आदिना सौराष्टादिदेशोत्पन्नानामपि धीराणां मगधादिदेशगमनेऽपि धैर्याविचलनवत् सुभिक्ष इव दुर्भिक्षेऽपि दानशूराणां दानव्यसनाक्षोभवत् बुभुक्षादिव्यसनेऽपि सिंहादीनां तृणाद्यग्रासवत् क्षेत्रादिवैषम्येऽपि भावाऽविच्छित्तिर्भावनीया ॥८८॥
[સુભટ વગેરેને અભંગ ઉત્સાહ ] તાત્પર્યાર્થ:-યુદ્ધ અંગેની મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની સાવધાની સાથે યુદ્ધ કરવા માટે શસ્ત્રાદિથી સજજ અને ઉત્સાહિત થયેલા “લડી જ લેવું છે” એવા અધ્યવસાયવાળા સુભટ વગેરેને બાણ વગેરે શસ્ત્રદ્રવ્યના જીવલેણ ઘા લાગવા છતાં પણ યુદ્ધના મેદાનમાં તેમના ઉત્સાહમાં ઓટ આવતી નથી, લડી લેવાના નિર્ણયમાં ફેર પડતો નથી. ઉલટું, જેમ રતિક્રીડામાં ગુસ્સે ભરાયેલી સ્ત્રી પ્રિયને કાનની બૂટ પકડીને હળવેથી લપડાક મારી દે તે પણ તેના પર આસક્ત થયેલા પુરૂષને આનંદ ઉપજે છે. તે જ રીતે પિતાના માલિક રાજા વગેરેની આજ્ઞાનું પાલન કરવામાં વફાદાર સુભટોને પણ યુદ્ધમાં મઝા જ પડે છે. પ્રસ્તુતમાં મુનિઓ માટે પણ આમ જ સમજવું. તેઓ પણ વીતરાગ સર્વજ્ઞ દેવાધિદેવની આજ્ઞાનું પાલન કરવામાં અત્યંત વફાદાર અને ઉત્સાહી હોવાથી વિષમ-પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્રાદિમાં પણ તેઓને આરાધક ભાવ બદલાવાને બદલે વૃદ્ધિગત થાય છે. મૂળ શ્લોકમાં માત્ર બાણ વગેરે પ્રતિકૂળ દ્રવ્યનું જ ઉદાહરણ આપવામાં આવેલું છે. પરંતુ આદિ પદથી પ્રતિકૂળ ક્ષેત્ર-કાલાદિ પણ આ રીતે સૂચવાયા છે. જે મનુષ્ય સૌરાષ્ટ્ર વગેરે દેશમાં જ જન્મ્યા હોય, ઊર્યા હોય, મેટા થયા હોય અને જિંદગી ગાળી હોય તેઓને કયારેક મગધ વગેરે ક્ષેત્રમાં જઈને દીર્ઘકાળ રહેવાને પ્રસંગે ઉપસ્થિત થાય તે ત્યાં પ્રતિકૂળતા અનુભવવા છતાં પણ ધીર પુરૂષેની ધીરજ અખંડિત રહે છે. લેશમાત્ર પણ ધીરજ ગુમાવતા નથી. તેવી જ રીતે પ્રતિકૂળ ક્ષેત્રમાં પણ મુનિઓને આરાધક ભાવ અખંડિત રહે છે.