________________
ઉપદેશ રર-પ્રતિકૂળ સંયોગોમાં પણ ભાવ અખંડ રાખી શકાય. मुनिभावोचितप्रवृत्त्यन्तरमेवाहઉત્સર્ગ માર્ગે નિષિદ્ધ પરંતુ અપવાદમાગે અનુજ્ઞાત કરાયેલી વ્યાધિચિકિત્સાની એક પ્રવૃત્તિનું નિરૂપણ કર્યા બાદ કલેક-૮૭માં મુનિપણને ઉચિત એવી અન્ય કષ્ટ સહનની પ્રવૃત્તિ દર્શાવી છે–
मोणमि णियं सत्तिं ण निगूहइ गाढकट्ठपत्तोऽवि । दव्वादिया ण पायं बज्झाऽभावे वि भावहरा ॥८७॥
શ્લોકાર્થ :ભયંકર કષ્ટ ઉત્પન્નEઉપસ્થિત થવા છતાં પણ મુનિપણામાં પિતાની શક્તિને (કોઈ) છુપાવતું નથી. (પ્રતિકૂળ) દ્રવ્યાદિપણ બાહ્ય (અનુષ્ઠાન)નો જ અભાવ કરી શકે છે, પણ (આત્યંતર) ભાવને હણી શકતા નથી. ૮૭ના
मौने=मुनिभावे तत्त्वतो विद्यमाने न निजां शक्ति समितिगुप्त्यादिविषयप्रयत्नरूपां निगृहति= आच्छादयति । गाढमत्यन्त दुःसहकष्टं प्राणप्रहाणादिरूपं प्राप्तोऽपि सत्पुरुषशिरोमणिः खल्वयं, न च सत्पुरुषाणामापद्यपि निजप्रतिज्ञाभंग उचित इति । द्रव्यादिप्रातिकूल्ये यतीनामेषणाशु
यादावध्ययनादौ च शक्तिविच्छेदात् कथं यतित्वाऽप्रच्यवः स्यादित्याशक्याह----द्रव्यादयश्च प्रायो बाहुल्येन, बाह्याभावेऽपि कायिकादिबहिर्व्यापार-व्याघातेऽपि, भावहरा=यतनापरिणामोपघातका न भवन्ति, प्रायो ग्रहणं मन्दक्षयोपशमवति व्यभिचारवारणाय ॥८७॥
તાત્પર્યાથ:- તાત્ત્વિક મુનિપણું વિદ્યમાન હોય ત્યારે આરાધક આત્મા ગમે તેવું કષ્ટ આવે તો પણ તેને સહન કરી લે છે. સહન કરવામાં પ્રચુર નિર્જરા લાભ હોવાથી તે પિતાની શક્તિ ક્યારે પણ છુપાવતા નથી. પોતાના પ્રાણ પણ જોખમમાં મૂકાય તેવા ગાઢ અને અત્યંત દુઃસહ્ય કષ્ટો વેઠવા પડે તો પણ મુનિ મહાત્માઓ સમિતિ અને ગુપ્તિ વગેરે સાધ્વાચારના પાલનનો પ્રયત્ન કર્યા વિના રહેતા નથી. ખરેખર આવા મુનિઓ સતપુરૂષોમાં શિરેમણિ હોય છે. તથા પુરૂષો ક્યારે પણ ગમેતેવી આપત્તિમાં પણ પિતાની પ્રતિજ્ઞાને ભંગ થવા દેતા નથી અને એ ભંગ ન થાય એ જ સપુરૂષ માટે ઉચિત છે.
[ પ્રતિકૂળ સંયોગોમાં સાધુતા ટકી રહેવાની શંકા અને સમાધાન] અહીં કેઈ શંકા કરે કે ક્યારેક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વગેરે પોતાની પ્રવૃત્તિમાં પ્રતિકૂળ થઈ જાય અને તે વખતે સાધુઓની એષણશુદ્ધિ-સૂત્ર અધ્યયન વગેરે સાધ્વાચાર પાલનની શક્તિ પણુ ક્ષીણ થઈ જાય તે શું તે વખતે સાધુપણું ટકી શકે ખરું ?
શ્લોકના ઉત્તરાર્ધમાં આ શંકાના સમાધાનમાં જણાવ્યું છે કે પ્રતિકૂળ દ્રવ્ય-ક્ષેત્ર વગેરે મટેભાગે બાહા શરીરિક ધર્મક્રિયાઓને માઠી અસર પહોંચાડી શકે છે, પરંતુ અત્યંતર શુભકેટીના જયણું પરિણામના વિઘાતક પ્રાયઃ થતા નથી. ચારિત્રમેહનીય કર્મને પશમ મંદ અથવા દુર્બળ હોય ત્યારે કઈક આત્માના અત્યંતર જયનું પરિણામ ન ટકી શકે તેવું બને. પણ એ દષ્ટાંતથી પ્રસ્તુત નિવેદનને કેઈ આંચ ન આવે એ માટે તે સૂત્રમાં પ્રાયઃ' શબ્દનો પ્રયોગ ઉચિત રીતે કરાય છે. ૧૮