________________
ઉપદેશ ૨૧ શ્રદ્ધા-જ્ઞાન વિના આચરણ સફળ ન થાય
૧૬૯ स्वर्गापवर्गादिप्राप्तिलक्षणं अपेक्ष्य नियमेनैकान्तेन तादृशं=बुद्धिमन्तं ब्रुवते गुणस्थानपरिणामवन्तं जीवमिति दृश्यम् । संपन्ननिर्वणवतपरिणामाः प्राणिनो हि जिनभणितमिदमिति श्रद्दधानाः क्वचिदर्थेऽनाभोगबहुलतया प्रज्ञापकदोषाद्वितथश्रद्धानवन्तोऽपि न सम्यक्त्वादिगुणभंगभाजो जायन्ते । યથોમૂ—[૩ત્તરાનિ૨૬૨]
१५ "सम्मद्दिट्टी जीवो उवइठ्ठ पवयणं तु सद्दहइ ।
सद्दहइ असन्भाव अयाणमाणो गुरुनिओगा” ॥८५|| તાત્પર્યાથ:- તે તે ગુણસ્થાનકના આચારના બહુમાનગર્ભિત વિધિસર પાલનથી જ્યારે આત્મામાં તે તે ગુણસ્થાન પ્રાપ્તિ પ્રાજક જીવદયા વગેરે સગુણાત્મક પરિણામ પ્રકર્ષ પ્રાપ્ત થાય છે ત્યારે મોટે ભાગે જીવ ગુમાર નહિ પણ બુદ્ધિમાન હોય છે. “શું યુક્ત છે અને શું અયુકત છે ?” તેનો વિચાર કરવામાં તેની બુદ્ધિ સમર્થ હોય છે. આ વિષયમાં બીજા આચાર્યોનો અભિપ્રાય જરા જુદો છે. તેઓ કહે છે કે ગુણસ્થાનકનો પરિણામ પ્રવૃત્ત થયા પછી પ્રાયઃ જીવની દુર્ગતિ થતી નથી. પણ સ્વર્ગ કે મોક્ષની પ્રાપ્તિ થાય છે કે જે બુદ્ધિમત્તાનું જ ફળ છે. એટલે પરિણામથી વિચારીએ તે ગુણસ્થાનકને પરિણામ પ્રગટ થયા પછી જીવ અવશ્ય બુદ્ધિમાન જ હોય છે.
[ કવચિત અનાભેગથી વિપરીત શ્રદ્ધામાં પણ ગુણ સુરક્ષિત ] જે આત્માઓ નિરતિચાર (નિર્દોષ) વ્રત પરિણામથી સંપન્ન હોય છે તેઓને જિનાગમ પ્રતિપાદિત સિદ્ધાતમાં આ બધું જ ભગવાનનું ભાખેલું છે એવી મજબૂત શ્રદ્ધા હોય છે. યદ્યપિ ક્યારેક અનામેગથી જૈનસિદ્ધાન્ત જેવા ભાસતા પણ વાસ્તવમાં જન ન હોય તેવા સિદ્ધાન્તવિશેષમાં પણ “આ સિદ્ધાન્ત ભગવાનને ભાખેલે છે એવી વિપરીત શ્રદ્ધા અનાભેગની બહુલતાથી સમ્યગ જાણકારીના અભાવમાં થઈ જાય છે ખરી. પરંતુ તેમાં મુખ્ય દોષ તે તેને તેવું ભણવનારને હોય છે અને તેથી સરળ પરિણામી તે આત્માના સમ્યગદર્શન વગેરે ગુણોનો વિનાશ થતો નથી. શ્રી ઉત્તરાધ્યયન નિર્યુક્તિ (૧૬૩-ગાથા) શાસ્ત્રમાં કહ્યું છે કે. “સમ્યગદષ્ટિ આત્મા ભગવદુપદિષ્ટ પ્રવચનમાં શ્રદ્ધા કરે છે (પણ ક્યારેક) અજાણપણામાં ગુરુના (વિતથ) ઉપદેશથી અદ્દભૂતપદાર્થમાં પણ શ્રદ્ધા કરે છે.” પાપા अत्रैव हेतुमाह
ગુરુ વગેરેના વિતથ ઉપદેશથી અજાણતા વિપરીત શ્રદ્ધા થઈ જવા છતાં પણ પ્રવૃત્તિ માર્ગને અનુકૂળ જ રહે છે. આ વિગતનું સદૃષ્ટાંત હેતુપૂર્વક લોક ૮૬ માં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે –
अन्धो असायरहिओ पुराणुसारी जहा सयं होइ । एवं मग्गणुसारी मुणी अणाभोगपत्तोवि ॥८६॥
કાર્થ – જેમ અશાતા ન હોવાથી અંધપુરુષ પણ જાતે જ નગર તરફ દોરાય છે તેમ અનાગમાં (અણસમજમાં) પણ મુનિ (મુક્તિ) માર્ગે ચાલ્યા જાય છે અ૮દા १५. सम्यग्दृष्टिः जीव उपदिष्ट प्रवचनं तु श्रद्दधाति । श्रदयात् यसद्भावमजानन्गुरुनियोगात् ॥
૨૨,