________________
ઉપદેશ–ર૦ કવચિત્ સફળતા કવચિત્ નિષ્ફળતા
૧૫૯ ઉત્તર :- ઉચ્છેદ થવાની આપત્તિને અવકાશ નથી. તે આ રીતે, દંડ પ્રજ્ય ઘટ પ્રત્યે દંડ હેતુ છે. પરંતુ દંડથી અપ્રજ્ય ઘટ પ્રત્યે દંડની હેતતા નથી. એટલે એને અર્થ એ થયો કે સકળ ઘટમાં દંડ હેતુકતાને અભાવ નથી. અર્થાત્ જેમાં ઘટત્વ છે તે બધામાં દંડહેતુકતા-દંડનિષ્ઠકારણુતા નિરૂપિત કાર્યતાને અભાવ નથી. પરંતુ તેમાંથી કેટલાકમાં જ દંડહેતુકતાના અભાવને નિર્ણય છે. અમુક ઘટ વ્યક્તિઓમાં દંડહેતુકતાના અભાવનો નિર્ણય ઘટવાવ દેન એટલે કે સકળ ઘટમાં, દંડનિકકારણુતા નિરૂપિતકાર્યતાનો નિર્ણય કરવામાં બાધક બની શકે છે પરંતુઘટર્વસામાનાધિકરણ્યન એટલે અમુક ઘટ વ્યક્તિઓમાં, દંડ હેતુકતાના નિર્ણયમાં પ્રતિબંધ કરી શકે નહિ. એટલે કેટલીક ઘટ વ્યક્તિઓ પ્રત્યે દંડની પણું હેતુતાનો નિર્ણય હેવાથી પૂર્વોક્ત પ્રવૃત્તિના ઉછેદની આપત્તિને કોઈ અવકાશ નથી.
દા.ત. કેઈ એક પર્વતમાં અગ્નિના અભાવને નિર્ણય પર્વતત્વવચ્છેદેન એટલે કે બધાં જ પર્વતે અગ્નિવાળા છે” એવા નિર્ણયમાં વ્યાઘાત કરી શકે છે, પરંતુ પર્વતત્વ સામાનાધિકરણ્યન એટલે કે અમુક પર્વતમાં (જે પર્વતમાં અગ્નિના અભાવને નિર્ણય છે તેનાથી અન્ય પર્વતમાં) ધૂમ હેતુથી અગ્નિને નિર્ણય કરવામાં વ્યાઘાત કરવાને સમર્થ નથી.
[વણ–અરણિ-મણિન્યાયે કાર્યકારણભાવ પરિણતિભેદ જ્ઞાનના અભાવમાં દંડમાં ઘટની હેતુતાનો ગ્રહ ન થવાની જે પૂર્વે આપત્તિ દર્શાવી છે. તેની સામે એ પણ વિચારણીય છે કે અગ્નિમાં તૃણાદિની હેતુતાનો ગ્રહે પણ કઈ રીતે થશે ? આશય એ છે કે તૃણ, કાષ્ટ. સૂર્યકાન્ત મણિ વગેરે વહ્નિના અનેક ઉત્પાદક કારણ હોય છે. દરેક તૃણાદિથી ઉત્પન્ન થતાં અગ્નિમાં પણ ભિન્ન ભિન્ન વિશેષતાઓ ઉદભવતી હોય છે. પરંતુ આ વિશેષતાઓનું જ્ઞાન બધાને હોય જ-એવું નિશ્ચિત નથી. એટલે એવી વિશેષતાના જ્ઞાનના અભાવમાં અગ્નિમાં પણ તૃણાદિની હેતુતાનું જ્ઞાન નહિ ઉદ્દભવી શકે. પણ ઉદ્ભવે છે તે તે હકીક્ત છે. એટલે અગ્નિવસામાનાધિકરણ્યન તૃણદિની હેતતાનું જ્ઞાન ત્યાં પણ સ્વીકારવું જ પડશે.
[દંડત્વ જાતિ વાયુ આદિ સાધારણ ન માની શકાય * ઉપરોક્ત વિષયમાં કેટલાક વિદ્વાને કહે છે કે–દંડત્વ જાતિમાત્ર કાષ્ટ વગેરેમાંથી નિર્મિત દંડમાંજ માનવાને બદલે ચક્રને ઘુમાવનાર વેગવાન વાયુ વગેરે બધામાં સ્વીકારી લઈએ તો પછી ઘટવાવ છેદન કાર્યતા અને દંડવાવ છેદન કારણતા અર્થાત્ ઘટ અને દંડના કાર્યકારણ ભાવમાં કોઈપણ જાતના વ્યભિચાર દોષને અવકાશ નથી. પરંતુ તેમનું આ કહેવું ભાસ્પદ નથી. કારણ કે “1 ર૩: એ સર્વલેકપ્રસિદ્ધવ્યવહાર કાષ્ટાદિનિર્મિત દંડમાં જ દંડત્વના પ્રત્યક્ષ જ્ઞાનપૂર્વક હોવાથી તેમાં જ દંડત્વને સિદ્ધ કરે છે જ્યારે વાયુમાં “વાયુને .” આ પ્રમાણેનો લૌકિક વ્યવહાર થતો હોવાથી વાયુમાં દણ્ડત્વ પ્રત્યક્ષ બાધિત છે. વળી વાયુમાં જે દંડવ જાતિ માનવામાં આવે તો સાંર્યરૂપ બાધકના કારણે દંડવ જાતિરૂપ નહિ થઈ શકે. જે બે ધર્મો ક્યાંક પરસ્પર અભાવના સમાનાધિકરણ હોય તો વળી ક્યાંક બને પરસ્પર સમાનાધિકરણ પણ હોય ત્યાં સંકરદોષ પ્રસક્ત થાય છે. દંડત્વ વાયુગત પૃથ્વીત્વાભાવનું સમાનાધિકરણ છે, અને પૃથ્વીતત્વ માટીરેતી વગેરેમાં દંડવાભાવનું સમાનાધિકરણ છે કિન્તુ કાછનિર્મિત દંડમાં દણ્ડત્વ અને પૃથિવીત્વ પરસ્પર સમાનાધિકરણ છે એટલે દંડવને પૃથ્વીવ સાથે સાંકર્યા હોવાથી વાયુપૃથ્વી ઉભયસાધારણ દંડવાતિ અસિદ્ધ છે.