________________
ઉપદેશરહસ્ય ગાથા-૭૮ ગુણસ્થાન પ્રાદુર્ભાવમાં દ્વારઘટિતરૂપે ઉપદેશની હતા], લેકના ઉત્તરાર્ધમાં વ્યભિચાર દેષનું નિવારણ કરવાનો એક અન્ય ઉપાય સૂચિત કર્યો છે. દ્વારઘટિતરૂપે ગુણસ્થાનપ્રવૃત્તિમાં ઉપદેશને હેતુ માનવામાં કઈ દોષ રહેતો નથી. આશય એ છે કે-દંડત્વરૂપે દંડને ઘટ પ્રત્યે કારણ માનવામાં વ્યભિચાર દેશને અવકાશ છે પરંતુ ભ્રમિજનકત્વરૂપે માનવામાં કઈ દોષ રહેતું નથી કારણ કે જે દંડ ચક્રવ્રુમિ જનક હશે તે દંડથી તે ચક્રભ્રમણ દ્વારા ઘટત્પત્તિ અવશ્યભાવિ છે. અને જે દંડમાં બ્રમિજનકતા નથી તે દંડને ઘટનું કારણ જ માનવામાં આવ્યું નથી એટલે એવા દંડથી ઘટની ઉત્પત્તિ ન થાય તે પણ ભ્રમિજનકત્વ રૂપે દંડ અને ઘટને કાર્યકારણભાવ અખંડિત રહે છે.
પ્રસ્તુતમાં પણ ગુણસ્થાનકનો પ્રારંભ કરાવે અથવા ગુણસ્થાનથી પતનમાં પ્રતિબંધ કરે આ બેમાંથી ગમે તે એક દ્વારા જ ગુણસ્થાન પ્રવૃત્તિ અને ઉપદેશને કાર્યકારણભાવ માનવામાં આવે તે જે ઉપદેશથી પૂર્વોક્ત બે દ્વાર ફલીભૂત ન થાય તેવા ઉપદેશથી ગુણસ્થાન પ્રવૃત્તિ ન થાય તે પણ જે ઉપદેશ બેમાંથી એક દ્વારને ઉત્પન્ન કરે તે ઉપદેશ તે દ્વારરૂપી માધ્યમથી ગુણસ્થાન પ્રવૃત્તિમાં અવશ્ય હેતુ બની શકશે.
[ગુણસ્થાન પ્રવૃત્તિમાં ઉપદેશ અન્યથાસિદ્ધ હોવાની શંકા અને સમાધાન]
શંકા : “મળ્યું પ્રતિ ટાળતામવાવ યસ્ય યં પ્રતિ હારતા પ્રહઃ સ ત પ્રતિ યથાસિદ્ધઃ | આ પ્રકારની અન્યથા સિદ્ધિથી ગ્રસ્ત હોવાથી ઉપદેશ ગુણસ્થાન–પ્રવૃત્તિમાં કારણભૂત માની શકાશે નહિ. શંકાને આશય એ છે કે જેમ શબ્દ પ્રત્યે કારણુતા ગ્રહ ર્યા વિના અન્યભાવ પ્રત્યે આકાશની હેતુતાને ગ્રહ શક્ય બનતું ન હોવાથી ઘટાદિ અન્યભાવે પ્રત્યે ન્યાયમતે આકાશને કારણે માનવામાં આવતું નથી. એ જ રીતે ભ્રમિને ઉત્પન્ન કરીને દંડ અને ગુણસ્થાનક આરંભ આદિ વ્યાપારને ઉત્પન્ન કરીને ઉપદેશ ચરિતાર્થ થઈ જતું હોવાથી અનુક્રમે ઘટ અને ગુણસ્થાનકપ્રવૃત્તિ પ્રત્યે તે ઉભય અન્યથાસિદ્ધ છે. અન્યથાસિદ્ધ એટલે અભિપ્રેત હેતુ વિના પણ કાર્યોત્પત્તિની શક્યતા.
સમાધાન :- જે શક્તિ અન્યથાસિદ્ધિથી ઉપદેશની હેતુતાનું વિઘટન કરવામાં આવે તે અદષ્ટ (પુણ્ય-પા૫) સ્વરૂપ વ્યાપાર દ્વારા પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનની સ્વર્ગહેતુતા પણ રદ થઇ જાય. એ ન થાય માટે તે તર્કશાસ્ત્રમાં “વ્યાપારથી વ્યાપારીની અન્યથાસિદ્ધિ થતી નથી.” એ મત સર્વત્ર પ્રસિદ્ધ છે. સ્વર્ગોત્પત્તિ પ્રત્યે ધર્મક્રિયા હેતુતાને સુરક્ષિત રાખવા માટે ‘કમ પ્રતિ”” ઈત્યાદિમાં પરિષ્કાર કરવા જરૂરી છે. તે આ પ્રમાણે “મુહગઢાનનુકૂમ પ્રતિ શાળતામાવાવ પસ્ય એ પ્રતિ વાતામઃ, સ ત પ્રતિ ગાથાસિઢ: =મુખ્યફળમાં પ્રયોજક ન હોય તેવા (શબ્દ) ભાવ પ્રત્યે કારણુતાગ્રહ કર્યા પછી જ જેને (આકાશને) અન્ય (ઘટ) ભાવ પ્રત્યે કારણુતા ગ્રહ શક્ય હોય તે (આકાશ) તેના (ઘટ) પ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય. આકાશની સિદ્ધિ ન્યાયમતે શબ્દના સમવાયીકારણ રૂપે જ શક્ય છે અને ઘટરૂપ ફળ પ્રત્યે શબ્દ પ્રયેજક નથી એટલે ઘટ પ્રત્યે આકાશ અન્યથાસિદ્ધ થઈ જાય છે. જ્યારે ધર્મક્રિયાથી ઉપર થતું પુણ્ય અને ઉપદેશપ્રયુક્ત ગુણસ્થાન આરંભ આદિ અનુક્રમે સ્વર્ગોત્પત્તિ અને ગુણસ્થાનપ્રવૃત્તિમાં પ્રાજક હેવાથી “ફલાનનુકૂલ અન્ય પ્રતિ.” ઇત્યાદિ અન્યથાસિદ્ધિના ઘેરાવામાંથી મુક્ત છે. ૭લા