________________
[17]
મહાપાપની ભાગીદારી કેવળ એમના નસીબમાં હોય છે. ઉપાધ્યાયજી મહારાજે સૂત્રકૃતાંગને એ સમસ્ત વિધિ અહીં ટીકામાં ઉદધૃત કર્યો છે. જે દરેક ઉપદેશક માટે અવશ્ય જ્ઞાતવ્ય છે. આ પ્રકરણમાં એક વિશેષ સ્પષ્ટતા એ દર્શાવી છે કે અનેકાન્તવાદના સમુચિત બાધ વગરનું દ્રવ્ય સમ્યક્ત્વ છે. (જુઓ. પૃ. ૧૮૮).
( [ સમ્યગદર્શનનાં પ્રાણુ સ્વાદુવાદ] સ્યાદ્વાદ બોધને સમ્યક્ત્વના બીજ રૂપે ઓળખાવ્યું છે. સ્યાદ્વાદ જ સમ્યગૂ દર્શનના પ્રાણ છે. સૂત્રાકૃતાંગના અનાચાર શ્રુત અધ્યયનની ગાથાઓ ઉધૃત કરીને એકાન્તપ્રરૂપણું ટાળવા માટે મહત્વનું માર્ગદર્શન પુરું પાડયું છે. સ્વાદુવાદ એ જ જિન પ્રવચનનો સાર છે. એના બોધ વિના ચારિત્રને પણ અહીં અસાર કહી દીધું છે. (જુઓ પૃ.૧૮૭) આચારાંગ ના ‘જે સમ્મ...”સૂત્રથી અભિવ્યક્ત સમ્યક્ત્વ અને સાધુતાના એકીકરણમાં પણ ઉપાધ્યાયજીએ સાધુતા એટલે “સ્વાદ્વાદ–પરિકર્મિત બુદ્ધિ જનિત તીવ્ર રુચિવિષય ભૂત આત્મામાં રમતા આવો અર્થ કરી આાવાદની મહત્તા રથાપિત કરી છે. આવા સ્વાવાદને ન જાણુનારા અગીતાર્થ ઉપદેશકેની ચેષ્ટાને અહીં સાફ શબ્દોમાં નાટય ચેષ્ટા સાથે સરખાવી દીધી છે. (જુઓ
પૃ. ૨૦૦) એ જ રીતે સાધુએ ગુરુકુલવાસ ત્યજી દીધા પછી તેની નિર્દોષ ભિક્ષાવૃત્તિનું પણ કાંઈ • મહત્વ અંકાતું નથી.
- સાધુઓ માટે અવસરચિત કૃત્યની પ્રધાનતા છે. અનવસરે કરાતે ઉપવાસ પણ સારે નથી કારણ કે સાધારણ રીતે તે ઉપવાસ આઠમ–ચૌદશ વગેરે પર્વદિનેનું વિશેષ કર્તવ્ય છે. જ્યારે એકાશન એ નિત્ય કર્તવ્ય છે. લૈ. ૧૦૭–૮માં આની સુંદર છણાવટ કરી છે.
ક્રિયાને ઉત્કર્ષ શ્રદ્ધાની તીવ્રતા પર અવલંબિત છે. ગુણદોષને લાઘવ–ગૌરવને બરાબર જાણીને સંસાર પર વૈરાગ્ય ભાવ રાખી સ્વાધ્યાયાદિમાં લાગી જવાથી શ્રદ્ધા તીવ્ર બને છે, વળી એ તીવ્ર શ્રદ્ધાથી જ્ઞાનાવરણાદિ કર્મને વિશિષ્ટ પશમ થાય છે. આ રીતે જ્ઞાન–શ્રદ્ધા અને ક્રિયાની અન્ય પુષ્ટિ થવાથી પાપબંધ અટકી જતાં ક્રમે કરી જીવ પરમપદને પ્રાપ્ત કરે છે. પણ ક્યારેક વચમાં નડતર રૂપે નિકાચિત પાપ કર્મને ઉદય આવી જાય તો કંઇક આચાર્યની જેમ પતન પણ થાય છે. પણ બધાને એવું થતું નથી. આ સ્થળે પાપગંધ અટકી જવાની વાતના સંબંધમાં પ્રકારે પતંજલી વગેરેને કહેલ અકરણનિયમ યાદ કર્યો છે. વળી તેના સમર્થનમાં ગ્રન્થકારે એક વાત બહુ સારી સ્પષ્ટ કરી છે કે અન્ય મતમાં પણ જે યુક્તિ યુક્ત કથન હોય, જેન શાસ્ત્રો સાથે એકલા અર્થથી અથવા સ્ત્રાર્થ ઉભયથી મળતું આવતું હોય તે જરાય અયુક્ત માનવું નહીં. આ રીતે યુક્ત હોવા છતાં “આ તો બીજાએ કહેલું છે? એમ કહીને તેના પર દ્વેષ વ્યક્ત કરે અથવા એકાન્તવાદને ભય કોઈ પ્રદર્શિત કરે તે ગ્રન્થકારે તેમાં અજ્ઞાનને મહીમા જાહેર કર્યો છે. (જુઓ લૅ. ૧૧૨).
અકરણનિયમ: પ્રારંભ અને પરાકાષ્ટા ] અકરણ નિયમ એટલે પાપમાં પુનઃ પ્રવૃત્તિને ઉછે. દેશવિરતિ ગુણ સ્થાનકે તેને પ્રારંભ જણાવાય છે. ભાવ સાધુઓએ સમસ્ત પાપ ત્યાગની પ્રતિજ્ઞા કરી હોવાથી તેઓને અકરણ નિયમ વિશિષ્ટ કેટિને હેય છે. ક્ષેપક શ્રેણિમાં મોહનીયના ક્ષય પછી આ અકરણ નિયમ પરાકાષ્ટાએ પહોંચે છે, તેના પ્રભાવે વીતરાગના જીવનમાં કોઈ પણ નિંદ્ય પ્રવૃત્તિને લેશ પણ પ્રવેશ મળતો નથી. રાગદ્વેષ ગર્ભિત પ્રવૃત્તિ જ નિંદ્ય છે. વીતરાગને રાગ-દ્વેષ ન હોવાથી નિંદ્ય પ્રવૃત્તિ કયાંથી હોય ? આ તબકકે રાગદ્વેષના અભાવમાં અપ્રમત્તથી માંડી સગી કેવલી સુધી કેવળ એગ જન્ય તમામ પ્રવૃત્તિઓની નિર્દોષતા ઘણા વિસ્તારથી સિદ્ધ કરવામાં આવી છે, જેમાં ક૯૫ભાષ્યમાં વસ્ત્ર છેદન ક્રિયાને ઉદ્દેશીને આલેખાયેલ સમસ્ત