________________
[18]
વાદસ્થળને અહીં સમાવેશ કર્યો છે. એમાં હિંસાને લગતી દ્રવ્ય-ભાવની ચતુર્ભગી મનનીય છે. “અકરણ નિયમ માત્ર ક્ષીણમેહીને જ હોય, એથી નીચે ન હોય આ શંકાનું સુંદર સમાધાન શ્લે. ૧૧૮માં રજુ કર્યું છે. આ પ્રસંગે કલ્પભાષ્યની ગાથાઓને અનુસરીને કર્મબંધની વિચિત્રતાના કારણે ઉપર સુંદર મીમાંસા રજુ કરવામાં આવી છે. “અપવાદ પદે થતી વિરાધના નિર્જ રાહત થાય છે એ મહત્વની બાબતનું ઉપાધ્યાયજીએ અહીં સ્મરણ કરાવ્યું છે.
“ભાવરહિત કેવળ દ્રવ્ય હિંસા ગહણીય નથી અને ક્ષીણમેહને સંજવલન ઉદય ન હોવાથી કાંઈ નિંદ્ય હેતું નથી” એની સામે એક પ્રશ્ન ઉપસ્થિત થશે કે કેવળ દ્રવ્ય હિંસા તત્વતઃ ગઈણય ન હોવા છતાં પણ લેકમાં ગર્હણીય છે તેનું કેમ ? એના ઉત્તરમાં ગ્રન્થકારે જણાવ્યું કે શિષ્ટ લેકે ક્યારેય એની નિંદા કરતા નથી કારણ કે સામાયિક ઉચિત પ્રકૃત્તિથી ઓતપ્રોત હોય છે. જેનું પુરચકખાણ કર્યું હોય તેને ભંગ ગર્હણીય છે. ક્ષીણમેહને દ્રવ્ય હિંસામાં તે હોતો નથી, બાકી અશિષ્ટ લેકે નિંદા કરે તે તેની કેઈ કીમત નથી. કારણ શિષ્ટ બાહ્ય બ્રાહ્મણ કે દિગંબર પિતાપિતાની માન્યતા મુજબના વીતરાગ દેવ ન હોવાથી તેમની ઘણી નિંદા કરે છે પણ તે તે સારહીન છે. કેઈપણ જાતના અભિનિવેશ વિના શ્રી ઉપાધ્યાયજી મહારાજે ભારપૂર્વક ઘેષણ કરી છે કે લાખો પ્રયત્ન કરવા છતાં પણ જિન વચનને અસત્ય ઠરાવી શકાતું નથી. (જુઓ પૃ. ૨૩૭).
[યતના, ઉત્સગ અપવાદ, પ્રતિસેવા આદિ. અકરણ નિયમના પ્રકરણને ઉપસંહાર કરીને ગ્રન્થકારે એના અભ્યાસ માટે ઉપદેશ કરતાં જણાવ્યું છે કે જયણાથી વર્તતા ભાવસાધુઓને આ કાળે પણ તેને અભ્યાસ ઉચિત છે. આ પ્રસંગે યતનાનું લક્ષણ કર્યું છે–આપત્કાળે બહુતર અસ...વૃત્તિ નિવારક આજ્ઞાનુસારી ચેષ્ટા એજ યતના છે. અમુક વિષયમાં અમુક પ્રકારની જયણું પાળવાની જરૂર છે–આવું જ્ઞાન પણ શાસ્ત્રાભ્યાસીને દૂર્લભ નથી. જે વિષયમાં જયણાથી અપવાદ સેવાય છે તે વિષય ઉત્સર્ગ માગે તો નિષિદ્ધ જ હોય છે. એટલે એનાથી
એ ફલિત થાય છે કે જૈન મતમાં એકાને ન તો કોઈ નિષેધ છે કે ન તો વિધાન છે. આ સ્થળે ગ્રન્થકારે દપિક-કવિપક, પ્રતિસેવાના આ બે વિભાગની સુંદર રજુઆત કરી છે. (૫–૨૪૫) મૈથુનમાં કલ્પિક પ્રતિસેવા ન હોવાથી ઉત્સપવાદની સર્વવ્યાપકતામાં બાધ આવવાની શંકાનું પણ સુંદર સમાધાન જણાવ્યું છે. આ સ્થળે “મૈથુનપ્રવૃત્તિ સર્વથા નિર્દોષ હોતી જ નથી” આ બાબત ખૂબ જ ભારપૂર્વક રજુ કરી છે. (પૃ. ૨
એકાન્ત નિષેધ હોય તો ઉત્સર્ગ અને અપવાદની વ્યાપકતાના ભંગની ઉઠાવાયેલી આપત્તિને ગ્રંથકારે વધાવી જ લીધી છે. અન્ય બાબતમાં પ્રાયશ્ચિત્ત ન આવે તેવું અપવાદ પદ હોય છે જયારે મૈથુનમાં એવું અપવાદપદ છે કે જેમાં પ્રાયશ્ચિત્ત આવે જ એટલે એ વિષયમાં સૂત્રે ક્યાંય પણ અનુજ્ઞા આપતું વિધાન કર્યું નથી. (પૃ. ૨૪૯),
શાસ્ત્રોક્ત વિધાન કોને કહેવાય? આ પ્રશ્નનું લૈ. ૧૩૩માં સુંદર સમાધાન કર્યું છે કે-દષાનુબંધી ન હોવા સાથે હિતકર પ્રવૃત્તિમાં પ્રવર્તક હોય તેમ જ અર્થતઃ જેની સાથે નિષેધ પણ સંકળાયેલ હોય જ તે સૂત્રોકત વિધાન કહેવાય. આવું ન હોય તે ઉત્સુત્ર વિધાનરૂપે ફલિત થાય છે. આ પ્રસંગે ગ્રન્થકારે ઉત્સર્નાદિ છ પ્રકારના સુત્રોને ઉપન્યાસ કરી તેને અલૌકિક પ્રામાણ્યને છતું કર્યું છે. તે સાથે જણાવી દીધું છે કે રાગદ્વેષગર્ભિત અનુષ્ઠાન નિર્દોષ હેઈ શકતું નથી, તે છતાં પણ જયણાનું પાલન થયું હોય તે પ્રાયશ્ચિત્ત ઘણું અલ્પ આવે છે.
મૈથુનના એકાન્ત નિષેધમાં ઉત્સર્ગાપવાદની કુલ સંખ્યાની અનુપત્તિની આશંકા ટાળવા ગ્રંથકારે જણાવ્યું છે કે યતના વગર મૈથુન સેવનમાં જે પ્રાયશ્ચિત્ત આવે તેના કરતાં જુદા જ પ્રકારનું પ્રાયશ્ચિત્ત