________________
[16]
હાસ્યાસ્પદ છે. ઉપદેશ તા જેઓ હજુ ધર્મમાગે` ગતિશૂન્ય છે તેમને તથા જેઆ મતિવાળા છે તેઓની તીવ્ર પ્રગતિ કરાવવા માટે અથવા જ્યાં છે ત્યાંથી નીચે ન પડે–સ્થિર રહે તે માટે ઉપયાગી છે. વળી વગર ઉપદેશે પણ ઘણા આત્માઓ ધર્મમાગે પ્રગતિ કરતા હાય છે, પણ એને અં એ નથી કે ઉપદેશ નકામા છે. અર્થાત્ ઉપદેશની કારણતામાં કઈ વ્યભિચાર શંકા ઊઠાવે તા તેનું અહી. સુંદર સમાધાન આપ્યું છે. વિના પણ ચક્ર ફેરવી શકાય છે એટલા માત્રથી દંડ ઘટનું કારણ નથી' એમ કડી શકાય નહીં. ચક્ર ધૂમાવનાર વાયુ આદિમાં સાધારણ દડત્વજાતિ માનવાવાળાનું અહીં ખંડન કરવામાં આવ્યું છે, કારણકે એમાં પ્રત્યક્ષાધ-સાંક વગેરે દોષ ઊભા થાય છે. (જુએ પૃ. ૧૫૯) [ગુણદેાષના વિચારથી તાત્ત્વિક નિવૃત્તિ
નિવૃત્તિનું તાત્ત્વિક સ્વરૂપ ગાથા ૮રમાં દેખાડતા કહ્યું છે કે જ્ઞાન-દર્શનથી યુક્ત હેાય અને ભાવિકવ્યુ વિષે સાવધાન હાય, ગુણદોષના અલ્પહત્વ વિષે સભાન હેાય ત્યારે પાપોથી તાત્ત્વિક નિવૃત્તિ થાય છે. ગુણુદેાષના અલ્પબૃહત્વ વિષે સભાનતાનું તાત્પર્યાં એ છે કે—પૂર્વ સંચિત દુષ્કર્મના ક્ષય વિના તા છૂટકારો જ નથી હવે એ ઉદયમાં આવે ત્યારે ધાર ઉપસર્ગા અને આપત્તિએ આવીને ઊભી રહે ત્યારે શું કરવું ? ગ્રન્થકાર કહે છે કે જો એની સામે ઝઝુમવાની શક્તિ હોય તેા ઝુકી જવાની કાંઈ જરૂર નથી, તેને બરાબર સહી લેવાથી અપાર ક નિરા થાય છે. જો સંધળુ બળ આદિના અભાવે સંઘ શક્તિ ન હાય ! શાસ્ત્રોક્ત વિધિપૂર્વક રાગ વિગેરેમાં ચિકિત્સા કરી લેવી જોઇએ જેથી સંયમ યેગા સીદાય નહીં, આ ધ્યાનમાં પડાય નહીં. પુષ્ટ કારણો હાય ત્યારે અપવાદ માર્ગનું સેવન પણ નિર્જરા ફૂલક જ હાય છે. અપુષ્ટ આલંબને અપવાદ માર્ગનું સેવન કર્મબંધ ફલક થાય છે. પુષ્ટ અને અપુષ્ટ આલંબનને વિવેક ગુણુ સ્થાન પરિણામ પ્રભાવે જીવને પ્રાયઃ સ્વતઃ પ્રાદુર્ભૂત થાય છે. તેના કારણે અનાભાગ પણ મુનિને માર્ગાનુસરણમાં બાધક બનતા નથી. ગાઢ કટા આવે તે પણ પ્રાયઃ મુનિએ પોતાની શક્તિ ગાપવતા નથી, પ્રતિકૂળ સયાગામાં બાહ્ય ક્રિયાંઓનું પાલન કદાચ શિથિલ થઈ જાય તા પણ આભ્યંતર ભાવ ટકી રહે છે. પ્રતિકૂળ સાગામાં ભાવ ટકાવી રાખવા એ ધણું જ દુષ્કર છે.
[ ઉત્તમ ચારિત્ર વત્તમાનકાળે વિદ્યમાન ]
શું આવું ઉત્તમ ચારિત્ર વર્તમાન કાળે હેતુ હશે ? આવી શંકા ઘણાને મુંઝવે છે. ત્યારે ઉત્તમ ચારિત્ર પાળનારા સાધુએ આજે પણ છે—આવી દૃઢ શ્રદ્દા ઉપા॰ યજ્ઞેશવિજય મહારાજે ગાથા ૯૧માં વ્યક્ત કરી છે. વમાન કાળમાં સાધુધર્મના અસ્તિત્વમાં વિશ્વાસ ગુમાવી બઠેલા અને ઉત્પાની નિકટ જઈ રહેલા ઘણાં ભવ્યાત્માઓને આમાંથી ઘણું ઘણું સમજવા મળે એવું છે. કુશ'કાએ ટાળી શકાય તેમ છે. દરેક સાધુઓને વ્હેમ અને અવિશ્વાસની દૃષ્ટિથી જોનારા માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજની આ ગાથા લાલબત્તી સમાન છે. સંભવ છે કે તે મુનિઓની કચાંક સ્ખલના પણ થતી હાય કિંતુ સુયોગ્ય સાધુઓ એવા કદાગ્રહી હેાતા નથી કે તેએની ભૂલ કોઈ દેખાડે તેા તેને સ્વીકાર કરવાને બદલે બચાવ જ કર્યા કરે. જેએ ખરેખર કદાગ્રહી હૈાય છે તે તેા ભારેકમી પણાને કારણે, જે કરવાનુ છે એ છેાડી દઈ તુચ્છ સ્વકલ્પિત બાહ્ય યોગમાં જ રાચે માચે છે તેઓ તે દયાપાત્ર છે. એ અજ્ઞાનીએ અમે કઠેર ચારિત્રનુ’ પાલન કરનારા' એવા મિથ્યાભિમાનમાં સત્ત્વહીનપણે ઉન્મત્તની જેમ ડગલે ને પગલે ઠાકર ખાઈને પડતા હાય છે. ઉત્સૂત્ર ભાષણુના કવિપાકથી તે ગભરાતા હૈાતા નથી. વળી જે મધ્યમ લકાને એવી તત્ત્વ દૃષ્ટિ હોતી નથી, માત્ર બહારના ભપકાથી અંજાઈ જાય છે તેવાઓને ભેગા કરીને ભરમાવવા માટે સુસાધુઓની નિંદા એજ કદાગ્રહીઓની છવિકા બની જાય છે. ઉપદેશ દેવાની તવાઓને ઘેલછા તા ઘણી
હાય છે પણ સૂત્રકૃતાંગમાં એના માટે શું વિધાન છે તે જાણવાની તા ફુરસદ જ કયાંથી ાય? !!