________________
ઉપદેશ–૨૦-કવચિત્ સફળતા કવચિત નિષ્ફળતા
૧૫૭ [[સ્થિરાત્માઓ માટે ઉપદેશ નિસ્પયોગી ] જે આત્માએ સંપૂર્ણપણે સમ્યગદર્શનાદિ ગુણસ્થાનકમાં અત્યંત સ્થિર છે અથવા આત્મીય બળે ઉપર ઉપરના અધ્યવસાયમાં અવરોહણ કરી રહ્યા છે તેવા શ્રોતાઓને પ્રસ્તુત ઉપદેશની જરૂર નથી. કારણ કે પ્રસ્તુત ઉપદેશનો એ કઈ પ્રભાવ નથી કે જેના દ્વારા તે આમાઓમાં વાંછિત અસર નિપજે. ઉપદેશ બે રીતે સમ્યગદર્શન વગેરેમાં હેતુભૂત છે. (૧) ઉપદેશથી દ્રવ્યાજ્ઞા સ્વરૂપ બાહ્ય ક્રિયામાં પ્રવર્તાવવા પૂર્વક ગુણસ્થાનકના આરંભ પ્રત્યે અભિમુખ કરવા દ્વારા અથવા (૨) ગુણસ્થાનકથી પડવાની સંભાવનાવાળાને ઉપદેશથી દ્રવ્યાજ્ઞાસ્વરૂપ બાહ્ય ક્રિયાના પાલનમાં પ્રોત્સાહન કરવા પૂર્વક તે તે ગુણસ્થાનકમાં સ્થિરતાનું સંપાદન કરવા દ્વારા.
જે શ્રોતાઓ ગુણસ્થાનકનો શુભ પ્રારંભ કરી ચૂક્યા છે અને તે તે ગુણસ્થાનકમાં સ્થિરપણે અધ્યારૂઢ થઈ ગયા છે તેમના માટે ઉપરોક્ત બન્ને પ્રકારનો સંભવ ન હોવાથી તેમના પ્રત્યે વ્યાપારશૂન્ય ઉપદેશ નિષ્ફળ છે-નિરુપયોગી છે. દા. ત. સ્વયં ફરતું ચક્ર અને દંડ.
ઉદાહરણનું તાત્પર્ય એ છે કે ઘટની ઉત્પત્તિમાં દંડની હેતુતાને સંભવ બે પ્રકારે છે. .(૧) સ્થિરચક્રમાં પ્રથમ પ્રથમ તીવ્રભ્રમણક્રિયા ઉત્પન્ન કરવા દ્વારા અને (૨) મંદ પડી ગયેલી ગતિવાળા ચક્રમાં ભ્રમણ ક્રિયાને પુનઃ ઉત્તેજીત કરવા દ્વારા. પરંતુ મંત્રાદિના વેગે જે ચક્ર સતત વેગપૂર્વક ફરી રહ્યું હોય ત્યાં ઘટની ઉત્પત્તિ માટે દંડની કોઈ જરૂર નથી. ઉપદેશપદ શાસ્ત્ર (૫૦૦)માં કહ્યું છે કે—
દંડ જેમ ચક્રભ્રમણમાં સહકારી કારણ છે તેમ ઉપદેશ પણ સહકારી કારણ જ છે. ચકભ્રમણ ચાલુ જ હોય તે દંડ જેમ નિરર્થક છે તેમ ઉપદેશ પણ.”
તથા બ્લેક–૫૦૩માં કહ્યું છે કે –
નક્કી વાત છે કે–ગુણસ્થાનકના પરિણામની વિદ્યમાનતામાં ઉપદેશ વિના પણ જીવ જાતે ગુણસ્થાનકનો વિનાશક થતો નથી.”
ઉપદેશપદનું પ્રસ્તુત કથન યુક્તિપ્રયુક્ત છે તથાભવ્યત્વ પરિપક્વ થયા પછી ગુણસ્થાનકને પરિણામ જાગ્રત થાય છે અને એ જાગ્રત થયા પછી તેની સાવધાનીપૂર્વકની આરાધનાના પરિણામે પતન આદિ કેઈપણ જાતના નુકશાનનો સંભવ રહેતો નથી. ગુણસ્થાનક પરિણામ પ્રોજક તથા ભવ્યત્વનો પરિપાક પણ બે રીતે થાય છે. (૧) પરિપાકાગ્યકાળસાન્નિધ્યથી (૨) ઉપદેશથી દા. ત–ફળ પાકવાની ક્રિયા. એ પણ બે રીતે થાય છે. (૧) આમ્રફળ ઘાસ વગેરેમાં નાંખવામાં ન આવ્યું હોય તે દીર્ઘકાળે પાકે છે. જ્યારે (૨) ઘાસમાં નાંખવામાં આવ્યું હોય તે શીધ્ર પાકી જાય છે. આજ હેતુથી શ્રીતત્વાર્થસૂત્રમાં પણ સમ્યગદર્શનને પ્રાદુર્ભાવ (૧) નૈસર્ગિક રીતે તથા (૨) ગુરુના ઉપદેશ વગેરેથી એમ બે રીતે સૂચિત કર્યા છે. ૭૮
नन्वेवमुपदेशं विनापि सम्यग्दर्शनादिकार्यसिद्धेस्तस्य तत्र हेतुत्वं न स्याद् व्यभिचारादित्याशङ्क्याह
[ઉપદેશની સર્વથા નિષ્ફળતા અંગે શંકા અને સમાધાન] શંકાઃ જે ઉપદેશ વિના પણ સમ્યગદર્શન વગેરે ગુણસ્થાનકની સિદ્ધિ શક્ય હોય તો વ્યતિરેક વ્યભિચારના કારણે, અર્થાત્ કારણરૂપે અભિપ્રેત પદાર્થના અભાવમાં પણ કાર્ય