________________
૧૫૫
ઉપદેશ-૧૯ : અભિયહ મુમુક્ષુઓનું નિત્ય કર્તવ્ય इय पासइ सज्जक्खो सम्मदिछी उ जोगबुद्धीए ।
अंधो णेव कुदिट्ठि अभिन्नगंठी य जच्चंधो ॥७७॥
પ્લેકાર્થ –સશક્ત નેત્રવાળો સમ્યગદષ્ટિ આત્મા જ ધર્મબુદ્ધિથી પૂર્વોક્તસ્વરૂપને જુએ છે. જન્મા અભિન્નગ્રન્થિજીવ અથવા વિનષ્ટદષ્ટિ અંધપુરૂષ તેને જોઈ શકતા નથી. છા
___ इति–पूर्वोक्तमाज्ञासह कृतशुभयोगस्य गुरुकत्व पश्यति सज्जाक्षो भावतो निरुपहतलोचनः, सम्यग्दृष्टिस्तु-सम्यग्दृष्टिरेव, योगबुद्ध्या धर्मवासनापरिष्कृतमत्या, न पुनरन्धः पश्चान्नष्टदृष्टिजनतुल्यः, कुदृष्टिः सम्यक्त्वदंशानन्तरं मिथ्यात्वमुपगतः, न च जात्यन्धो जन्मप्रभृत्येव नयनव्यापारविकलजनतुल्यः, अभिन्नग्रन्थिः कदाचनाप्यव्यावृत्तमिथ्यात्वतिमिरपटलो जीवः । इदं तु ध्येयं-सम्यग्दृष्टिराज्ञामुत्सर्गापवादादिभेदेन सम्यग्जानानोऽपि श्रेणिकादेखि प्रतिबन्धसंभवाहजनया प्रतिपद्यत इति ॥७७॥
તાત્પર્યાથ :- આગની સહાયવાળા અભિગ્રહાદિ શુભગ એ ઔદયિકભાવથી બળવાન છે આ સત્યનું દર્શન બધા જ જીવોને થતું નથી. સમ્યગુદર્શનરૂપી સશક્ત ભાવનેત્રવાળા સમ્યગૃષ્ટિ જ ધાર્મિક સંસ્કારે વડે કેળવાયેલી સદ્દબુદ્ધિ દ્વારા તે સત્યને નિહાળી શકે છે. અનાદિકાલીન મિથ્યાષ્ટિ જીવ ગ્રન્થિભેદ ન થવાના કારણે મિથ્યાત્વરૂપી અન્ધકારનો પડદે જેઓને ક્યારેય ચિરાય નથી અને તેથી સમ્યગ્ર દશનરૂપ નેત્રથી વિકળ હોય છે તેઓ જન્માધે પુરુષની જેમ તે સત્યને જોઈ શક્તા નથી. તેમ જ એક વાર ગ્રન્થિભેદ કર્યા પછી પણ પ્રાપ્ત કરેલું સમ્યગદર્શન રૂપી ભાવનેત્ર જેઓ ખોઈ બેઠા છે એવા (જન્માઘ નહિ પણ પાછળથી નેત્ર ગુમાવી બેસનાર) અંધપુરુષ તુલ્ય મિથ્યાષ્ટિ જી પણ તે સત્યને જેવાને અસમર્થ છે. - અહીં વિશેષ ધ્યાન દેવા ગ્ય બાબત એ છે કે સમ્યગ્દષ્ટિ આત્માઓ ઉત્સર્ગ અને અપવાદના ભેદે આજ્ઞાગનું સ્વરૂપ યથર્થ પણે જાણતા હોવા છતાં પણ અમલમાં નથી મૂકી શકતા. દા. ત.-શ્રેણિક અને કૃષ્ણ વગેરે. તાત્પર્ય એ છે કે સમ્યગ્દષ્ટિને આજ્ઞાગનું યથાર્થજ્ઞાન પ્રાયઃ હોય જ છે. પરંતુ વ્રતનિયમના સ્વીકારમાં વિકલ્પ છે. શ્રેણિક વગેરેની જેમ તીવ્ર ચારિત્રમેહનીચકર્મને ઉદય પ્રતિબંધક હોય ત્યારે ન પણ સ્વીકારે, પરંતુ તેને સ્વીકારવાને ભાવ ઉજજવળ હોય છે. પ્રતિબંધક ન હોય તે સમ્યગૂદષ્ટિ આત્મા પ્રાય વ્રત સ્વીકાર્યા વિના રહેતો નથી. ૭૭ના