________________
૧૫૪
ઉપદેશરહસ્ય ગાથા-૭૬
ઉત્કૃષ્ટસ્થિતિ અને તીવ્રરસ ખરૂંધાય છે, મધ્યમ કષાયથી મધ્યમ અને જધન્ય કષાયથી જઘન્યસ્થિતિરસ બંધાય છે. ઉગ્ર અભિગ્રહ વગેરે શુભયાગા કષાય વિરોધી શુભ અધ્યવસાય સ્વરૂપ છે. અને આ શુભ અધ્યવસાય સાધુ ધર્મના પાલનમાં પૂર્ણ કળાએ વિકસિત થનારા છે. એટલે અભિગ્રહ વગેરે સ્વરૂપ શુભયાગાના ઉદ્દયમાં અશુભ અધસ્થિતિ સ્વયં નિવૃત્ત થાય છે. જેમ જ્યાંસુધી તેલ પૂરવાનું ચાલુ હોય અને દિવેટ પુરેપુરી દગ્ધ ન થઈ હોય ત્યાં સુધી દીવા પ્રકાશે છે, પર`તુ તેલ અને દિવેટ બન્ને ક્ષીણ થઇ જતાં દીવા આપેાઆપ ખુઝાઈ જાય છે. એ જ રીતે કષાયથી બધાનારી સ્થિતિ કષાયના અભાવમાં નિવૃત્ત થાય છે. ઉપદેશપદ (૪૭૧)માં પણ કહ્યું છે કે
બ્યોગના નિમિત્તે કર્મ બંધાય છે. અંધસ્થિતિ કષાયને આધીન છે. શુભયોગ પ્રવર્તતા કષાયના અભાવમાં અધસ્થિતિના વિલય થાય છે.’
[કષાયથી શુભયેાગના નાશની શકા અને સમાધાન]
શંકા :– જ્યારે પક્ષ અને પ્રતિપક્ષ અને તુલ્યબળવાળા હોય ત્યારે બન્ને એકબીજાના વિઘાતક થઈ જતાં કષાયથી શુભયાગના વિનાશ થવાની સ’ભાવના પૂરેપૂરી ખરી કે નહિ ? જવાબ :- પ્રસ્તુત પ્રકરણમાં, પાપ કર્મની અંધસ્થિતિ કરતા અભિગ્રહાદિ શુભયાગ પ્રાય: બળવાન જ હોય છે, કારણ કે અંધસ્થિતિહેતુભૂત કષાય નિઃસહાય છે. જ્યારે જિનાજ્ઞાનુસારી શુભયાગને જિનાજ્ઞાના જ બળવાન ટેકે છે. દા.ત. એકબાજુ ઘાસનું વન ઊગી નીકળ્યુ હોય અને બાજુમાં અગ્નિ પ્રજવલિત થયા હોય ત્યારે ઘાસની દિશામાં પવન કુ'કાતા અગ્નિ ઘાસના વનને ભસ્મીભૂત કરી નાંખે છે. આ કાર્યમાં પવનની સહાયતા
અળવાન છે.
વાસ્તવિક સ્થિતિ તા એ છે કે ઔપાધિક પરિણામ હંમેશા દુર્બળ હોય છે તેના કરતાં સ્વાભાવિક પરિણામ હંમેશા બળવાન હોય છે. કષાયના પરિણામ આત્માના સ્વભાવરૂપ નથી પરંતુ કર્મના સંસર્ગથી ઉદ્ભવેલા હોવાથી જપાકુસુમ સ ́સર્ગ પ્રયુક્ત રક્તતા સમાન ઔપાધિક છે. જ્યારે શુભયાગ સ્ફટિકની આત્મીય પ્રભાની જેમ આત્માના સ્વાભાવિક પરિણામ છે.
શકા : શુભયોગ અલ્પ હોય તા ખસ્થિતિની નિવૃત્તિ થાય ખરી ?
ઉત્તર : ન થાય, કારણ કે શુભયાગની અલ્પતા ઘણુંકરીને કર્મના ઉદ્દય પ્રયુક્ત હાવાથી અલ્પ એવા શુભયાગ અસ્વાભાવિક છે. એટલે તાપ થી, બળવાન અથવા સ્વાભાવિક પરિણામનુ નિર્દોષ લક્ષણ એ ફલિત થાય છે કે જે શુભયાગ આજ્ઞાયાગથી સહષ્કૃત હાય અને અધસ્થિતિ અથવા કષાયના વિનાશક હોય તે જ શુભયાગ સ્વાભાવિક અથવા બળવાન જાણવા. વ્યાપ્તિ આ રીતે ગાઠવવાથી કોઇ અસંગતિને અવકાશ નથી. ૭૬
कीदृशमिदं स्वरूपमुपलभेतेत्याह
[મિથ્યાદષ્ટિને શુભયાગનું સ્વરૂપ સમજાય નહીં ]
શ્લોક-૭૭માં, શુભયાગના ઉપરોક્ત સ્વરૂપની ઉપલબ્ધિ એટલે કે જ્ઞાન કાને થાય છે? આ પ્રશ્નનું સમાધાન કરવામાં આવ્યુ છે