________________
૧૫૨
- ઉપદેશરહસ્ય ગાથા-૭૫
અભિગ્રહસ્વરૂપ જાણો કારણ કે ચિંતન જે પ્રવેશે તે હું ભિક્ષા વહોરાવું” એ પ્રકારનું છે.” શ્રીજીરણશેઠને મનોરથ સ્વયં નિર્દોષ હોવાની સાથે પારણ સંબંધી ભેરીવાદનના ધ્વનિ સાંભળવા પૂર્વે વધતો જતો હતો પણ તે ધ્વનિના શ્રવણથી નિષ્ઠા (સંપૂર્ણતા)ને પ્રાપ્ત ન કરી શકે તે પણ પરંપરાએ ભવ ઘણું ટૂંકાઈ જવાથી મોટા ફલવાળો થઈને ઊભો રહ્યો. જ્યારે અભિનવ શેઠે પિતાને વૈભવાદિ અનુસાર દાન તે દીધું પરંતુ તે દાનના અલંકારરૂપ અભ્યસ્થાન-પુલકે ભેદ વગેરેના અભાવમાં માત્ર ઈહલૌકિક વસુધારા વગેરે ફળમાં જ તે દાન પરિણમ્યું. ૭૪
अभिग्रहानेवाभिष्ट वन्नाहશ્લેક ૭૫માં શુભ અભિગ્રહોને ફળમુખે બિરદાવવામાં આવ્યા છે– एएहितो पाव लोगे बहुअं वि पडिहयं होइ ।
गरलं गुरुअविआरं जह कयमंताइपडियार ॥७५।। કલેકાર્થ - લોકમાં થતાં અભિગ્રહોથી ઘણું પણ પાપ મિથ્યા થાય છે. દા.ત. દારુણ વિપાકી ઝેર મંત્ર વગેરેથી હતપ્રભાવ થઈ જાય છે. પાપા
एतेभ्यः सम्यक्पालिताभिग्रहेभ्यः, लोके भव्यलोके, बहुकमपि-प्रभूतमपि पाप यामुनराजस्य ऋषिहत्यादिकर्मजनितमिव दुरदृष्ट प्रतिहतं भवति–फलप्रदानाऽप्रहवं भवति । दृष्टान्तमाह-यथा गुरुकविकारं =मरणादिप्रबलविक्रियाकारणम्, गरलं-सादिविषम्, कृतो मन्त्रादीनां गारुडशास्त्रप्रसिद्धजांगुलीजापादीनां प्रतीकारो यत्र तत्तथा, अप्रतिकृतं हि विषं मारयेदेव, एवमप्रतिकृतं पापमपि नरकादिदुःखफलं प्रदर्शयेदेवाभिग्रहादिना प्रतिकृतं तु न तथेति ॥७५॥
તાત્પર્યાથ - ભવ્યાત્માઓ દ્વારા કરવામાં આવતું અભિગ્રહોનું સુંદર પાલન અત્યંત હલકટ પાપમાંથી પણ આત્માને ઉગારે છે. તાત્પર્ય એ છે કે એકવાર અજ્ઞાનદશામાં ઘણું ભયંકર દુષ્કૃત્ય કરી બેઠા પછી નિમિત્ત વિશેષની પ્રાપ્તિથી પ્રતિબંધ પામેલે જીવ જે ઉગ્રઅભિગ્રહોન સુંદર પાલન કરે છે તે પેલું તેનું ભયંકર પાપ પણ વિપાકેદયથી ફળીભૂત થતું નથી અને એમ જ ફલીભૂત થયા વિના નિર્જરી જાય છે. દા.ત.-ચામુન નામને રાજા.
[યામુન રાજનું દૃષ્ટાન્ત] મથુરાનગરીમાં યમુના નદીના કિનારે આતાપના લઈ રહેલા દંડ નામના અણગારને જોઈને યામુનનામના રાજાએ અશુભકર્મના ઉદયથી મુનિની ખૂબ હીલના કરી. શુકલધ્યાનમાં , આરૂઢ થયેલા મુનિ ત્યાં જ અંત કૃત કેવલી થઈને મોલમાં ગયા. ઇન્દ્રએ આવીને મુનિને મહિમા કર્યો, તે જોઈને રાજાએ ઘણી લજજા અનુભવી. પશ્ચાત્તાપ ઘણો થયા અને આત્મહત્યા કરવા તૈિયાર થયે. ઈન્દ્ર તેને તે પ્રમાણે કરતા રે અને પ્રાયશ્ચિત્ત =અપરાધશુદ્ધિ કરવા કહ્યું. રાજાએ સદ્દગુરુ પાસે ચારિત્ર સ્વીકારી ઘોર અભિગ્રહ ધારણ કર્યો કે “ભજન પૂર્વે કે અધુરી ભજન કિયાએ ઋષિહત્યાના પાપનું મરણ થાય તે તે દિવસે ભેજન નહિ કરવું.” રેજ રેજ અભિગ્રહના સ્મરણ સાથે પાપનું પણ સ્મરણ થવાથી ઉપવાસ ઉપર ઉપવાસ થવા લાગ્યા. છેવટે આરાધના અને આલેચના કરીને પંડિતમરણે વૈમાનિક દેવલેકમાં ઉપન્યા. આમ પૂર્વે કરેલું તેમનું ઋષિહત્યાનું પાપ પ્રક્ષીણ થઈ ગયું.