________________
ઉપદેશ ૧૯–અભિગ્રહ ઃ મુમુક્ષુઓનુ નિત્ય કવ્ય
अथोपसंहरन्नाह
णाऊण इमं सम्मं आणाजोगे पवट्टए मइमं । तिब्बाभिग्गहधारी रक्खंतो ते सुपरिसुद्धे ॥ ७३ ॥
શ્લેાકા :—આ વધુ સુંદર રીતે જાણીને બુદ્ધિશાળીએ આજ્ઞાયાગમાં પ્રવૃત્તિ કરવી, તીવ્ર અભિગ્રહો ધારણા કરવા અને સુપરિશુદ્ધ અભિગ્રહાનુ` રક્ષણ કરવું ાછા
ज्ञात्वा इदमविध्यकालाभ्यां प्रयोगे महादोष; आज्ञायोगे सम्यग् विधिना काले च प्रवर्त्तते=प्रतिक्षणमप्रमादलक्षणेन प्रकर्षेण वर्त्तते मतिमान् = धर्मानुप्रेक्षी, अप्रमादार्थमेव तीव्रकोपवेदोदयादिकमात्मदोषं विज्ञाय क्षेत्रकालाद्यौचित्येन तन्निग्रहसमर्थवीर्ययोगे तीव्राभिग्रहधारी क्षमाशरीराप्रतिकर्मत्वाद्युत्कटा भिग्रहणशीलः । न क्षमं हि मुमुक्षूणां क्षणमपि निरभिग्राहाणामवस्थातुं न चाभिग्रहा ग्रहणमात्रत एव फलदायिनो भवन्ति, किन्तु परिपालनयेत्यत आह-रक्षयन् सानू - गृहीताभिग्रहान् सुपरिशुद्धान् = सर्वातिचारपरिहारेणातिनिर्मलान् ॥७३॥
[અભિગ્રહોથી પ્રમાદ પર ઝળહળતા વિજય]
તાત્પર્યાર્થ :-અવિધિથી અને અકાળે આજ્ઞારૂપ ઔષધના સેવનથી ઘણું નુકશાન થાય છે” એ બરાબર સમજી લેવુ જોઇએ અને ધર્મની અનુપ્રેક્ષામાં એટલે કે શુદ્ધતાત્પર્યં અન્વેષક ચિંતનમાં અનુકૂળશક્તિવિશિષ્ટબુદ્ધિવાળા મહાનુભાવાએ સભ્યપ્રકારે વિધિપૂર્વક અને ઉચિત કાળે પ્રતિક્ષણ અપ્રમત્તપણે આજ્ઞાયાગના પાલનમાં ઉદ્યમશીલ થવાની જરૂર છે. પ્રમાદ મનુષ્યજાતના મહાન શત્રુ છે, એ પ્રમાદને ખ'ખેરવા માટે રામબાણ ઉપાય ઉગ્રકક્ષાના અભિગ્રહોનુ ગ્રહણ–પાલન વગેરે છે. તીવ્ર ગુસ્સા યા તીવ્ર વેદના ઉદય વગેરે કયા દેષ પેાતાને પજવે છે તે સૌ પ્રથમ જાણી લેવુ જોઇએ અને પછી અનુકૂળ દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવના વિચાર કરીને તે દોષના નિગ્રહ માટે સમર્થ શક્તિશાળીએ ઉચિત ધર્માનુષ્ઠાનની સાધનામાં અભિગ્રહધારી થવુ જોઇએ. દા.ત.-‘ગમે તેવુ' ગુસ્સાનું કારણ હશે તા પણુ હું. ક્ષમા રાખીશ, અને ન રાખી શકું તેા ઉપવાસ કરવા. અથવા શરીરની કોઇપણ જાતની માલીશ-પાલીશ કે શેાભાદાયક સંસ્કાર, ટાપટીપ, ઠઠારા, શુશ્રુષા વગેરે કરવા નહિ.’ આવા ઉગ્ર અભિગ્રહાનુ' ધારણ–પાલન કરવાથી અપ્રમત્તભાવ કેળવાય છે. વળી મુમુક્ષુ આત્માઓએ ક્ષણુવાર પણ અભિગ્રહ વિના રહેવુ. ઉચિત નથી.
[અભિગ્રહ લેવા અઘરા : પાળવા વધારે અઘર]
મુમુક્ષુએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અભિગ્રહાનું ગ્રહણ કરવા માત્રથી કલ્યાણ થઈ જતું નથી. આત્મકલ્યાણ માટે તેા નાનકડા પણ અભિગ્રહને ધારણ કર્યા પછી તેનું પિરપૂર્ણ પાલન ઘણું મહત્વનુ છે. માટે કહ્યું-“ગ્રહણ કરેલા અભિગ્રહણમાં કોઇપણ અતિચાર દોષા ન લાગે અને એ રીતે ઉત્તરાત્તર વિશુદ્ધ કાટીના અને તે માટે તેનુ ખૂબ ખૂબ જતન કરવું.” ગાા