________________
- ઉપદેશરહસ્ય ગાથાનકડા
સુખ ભગવતે હોવા છતાં પણ અંતરંગ સુખ સંપર્કના કારણે તે સમયે પાપ કે પુણ્ય બંધાય તો પણ પ્રાયઃ પુણ્યાનુબંધી, જ્યારે મિથ્યાદષ્ટિ જીવને અંતરંગ સુખ સંપર્કના અભાવમાં બાહ્યસુખના ભેગ સમયે પાપ કે પુણ્ય બંધાય તે પણ પ્રાયઃ પાપાનુબંધી. છે. ઉપરોક્ત સમસ્ત કથનથી એ ફલિત થાય છે કે મિથ્યાદષ્ટિ આત્માને અકાળે આજ્ઞાઔષધના સેવનથી પ્રાપ્ત થતા ગ્રેવેયકના સુખ પણ પરમાર્થથી સુખરૂપ નથી પણ દુઃખરૂપ છે. અંતરમાં અનેક ચિંતાઓ અને દુઃખના ધસમસતા વહેતા પ્રવાહમાં મિથ્યા દષ્ટિનું બાહ્યસુખ પણ ભળી જઈને દુઃખરૂપે પરિણમી જાય છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજે સમ્યકત્વની સક્ઝાયમાં કહ્યું છે કે- જિમ જલધિ જળમાં ભળ્યું ગંગાનીર લુણપણું લહે. ૭૨