________________
ઉપદેશ ૧૮-સમ્યગુદષ્ટિમિથ્યાષ્ટિના સુખદુઃખને વિચાર
૪૭ इत्थं च विलक्षणमिदमान्यन्तरं सुख नास्ति मिथ्याशा, तत्सम्पर्काभावाच्च बाह्यमपि न तादृशमिति निगमयन्नाह
શ્લેક-૭૨માં પૂર્વોક્ત કથનનો સારાંશ જણાવતા કહ્યું છે કે-“વિશિષ્ટ એવું અભ્યન્તર માનસિક સુખ મિથ્યાદષ્ટિને હેતું નથી. અંતરસુખના પ્રવાહ સાથે સંપર્ક ન હોવાથી તેનું બાહ્યસુખ પણ સમ્યગૃષ્ટિના બહાસુખ સમાન હોતું નથી.
ण य एयं अण्णे सिं बझं पि न हंदि तेण तत्तल्लं । उत्तमसंगविसेसा तणं हि कणगं सुरगिरिंमि ॥७२॥
શ્લેકાર્થી:-તે આતરસુખ અન્ય=મિથ્યાષ્ટિઓને હેતું નથી તે કારણે બાઘસુખ પણ તેને સમ્યગ્દષ્ટિ જેવું હોતું નથી. ઉત્તમપદાર્થના સંગવિશેષથી મેરુગિરિ પર રહેતું તૃણ પણ સુવર્ણ કહેવાય છે. ૭રા
न चैतत् आभ्यन्तर सुखं अन्येषां मिथ्यादृशाम् , तथा क्षयोपशमाभावात् , तेन आभ्यन्तरसुखाभावेन, हंदीत्युपदर्शने बाह्यमपि न तत्तुल्य =न सम्यग्दृष्टिबाह्यसुखतुल्यम् । अविशिष्टे विशिष्टसगजनितवैशिष्ट्ये दृष्टान्तमाह-तृणं हि सुरगिरावुत्तमसंगविशेषात् कनकमिति व्यपदिश्यते, एव बाह्यसुखमपि विशिष्टान्तरसुखसंवेधादेव विशिष्येत, न चैवं मिथ्यादृष्टावस्तीति कथं तत्सुखं विशिष्यताम् ! युक्त चैतत् , इत्थमेव तद्धेतुपुण्यप्रकृतिभेदोपपत्तेः । तदेवमकालप्रयोगाद्भवदपि मिथ्यादृशां ग्रैवेयकादिसुख न तत्त्वतः सुखमित्युपपन्नम् ॥७२॥
[મિથ્યાદૃષ્ટિ અને સમ્યગુદૃષ્ટિના બાહ્યસુખમાં પણ અંત૨] તાત્પર્યાથ:-મિથ્યાદષ્ટિ જેને મિથ્યાત્વમોહનીય વગેરે કર્મોને અનુકૂળ હપશમ ન હોવાથી તેઓના અંતરાત્માથી જે માનસિક ઉપશમ ભાવનું સુખ હોવું જોઈએ તે તે હોતું જ નથી. મિથ્યાદષ્ટિ આત્માઓને તે ન હોવાના કારણે સમ્યગદષ્ટિ આત્માને જે પ્રકારનું બાહ્યસુખ હોય છે તેવું બાહ્યસુખ પણ મિથ્યાદષ્ટિએ વેદી શકતા નથી. વિશ્વમાં કેટલાય પદાર્થો એવા હોય છે કે જે અન્ય વિશિષ્ટ પદાર્થના સંસર્ગથી જ સારા ભાસતા હોય છે. જેમ કમલદલાગ્રઅવસ્થિત જળબિન્દુ જેટલું સુશોભિત દેખાય છે તેટલું અન્યત્ર સુશોભિત લાગતું નથી. મેરુપર્વત સુવર્ણમય હોવાના કારણે તેના ઉપર ઉગી નીકળેલું ઘાસ પણ સુવર્ણના દેખાવવાળું ભાસતું હોવાથી સુવર્ણ શબ્દથી સંબંધિત થાય છે. બાહ્યસુખ પણ વિશિષ્ટ પ્રકારના અંતરંગસુખના સંપર્ક વિશેષથી જ સુખરૂપે વેદાતુ હોય છે. પણ મિથ્યાદષ્ટિને તે તે છે નહિ એટલે બાહ્યસુખની સામગ્રીના સદ્ભાવમાં પણ તે કઈ રીતે સુખને સુખરૂપે અનુભવી શકે ?
[મિથ્યાષ્ટિને પુણ્યબંધ પણ પ્રાયઃ પાપાનુબંધી]. ઉપરોક્ત નિરૂપણ બિલકુલ બરાબર છે. મિથ્યાદષ્ટિ જે પુણ્યપ્રકૃતિઓનો બંધ કરે છે તે લગભગ પાપાનુબંધી હોય છે. એ જ રીતે પ્રાયઃ મિથ્યાદષ્ટિને બંધાતુ પાપ પાપાનુબંધી તથા સમ્યગૃષ્ટિને બંધાતુ પાપ પુણ્યાનુબંધી હોય છે. સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ વચ્ચે આ જાતના બંધમાં પડતા તફાવતને હેતુ વિચારતા સ્પષ્ટ જણાય છે કે સમ્યગૃષ્ટિ જીવ બાહ્ય