________________
૧૪૬
- ઉપદેશરહસ્ય ગાથા–૭૧ एवमस्याभ्यन्तरसुखे मिथ्यात्वक्षयोपशमादिजन्यज्ञानपरिणामरूपे मानसे प्रवर्तमाने कायिकादिकं बाह्य सुखं कथं स्यादित्याह--
સમ્યગદષ્ટિ આત્માને જ્યારે મિથ્યાત્વના ઉપશમ વગેરેથી જ્ઞાનપરિણામ સ્વરૂપ માનસિક આત્યંતર સુખ પ્રગટતું હોય છે. ત્યારે શારીરિક બાહ્ય સુખનું શું થાય છે ? તે કેવું હોય છે ? આ જિજ્ઞાસાનું સમાધાન ક–૭૧માં પ્રસ્તુત કર્યું છે
अंतरधारालग्गे सुहम्मि बझं पि सुक्खमणुवडइ । जह नीरं खीरम्भि णिच्छयओ भिन्नरूवं तु ॥७॥
ધ્ધોકાથઅંતરધારાદ્ધ સુખમાં બાહ્યસુખ પણ તદાકાર થઈ ભળી જાય છે. દા.ત.દૂધમાં પાણી. જો કે નિશ્ચયથી તો બન્ને ભિન્ન સ્વરૂપ છે. ૭૧
अंतरधारालाने-मानसपरिणतिसंततिपतिते सुखे, बाह्यमपि स्क्चंदनांगनासंगादिजनितं बहिर्विच्छिन्नमपि सौख्यमनुपतति, एकसंतानगततधा ऐक्यपरिणामं बिभति, दृष्टान्तमाह-यथा क्षीरे नीर निश्चयतः=परमार्थवाहिनयमतेन भिन्नरूपं तु-भिन्नस्वभावमेव एकाश्रययोरपि रूपरसयोरिख बाह्यान्तरसुखपरिणामयोविलक्षणत्वात्, सादृश्यमात्रेणैकत्वव्यवहारात् 'कथमुभयोरेकदावस्थानमिति' चेत् ? बहिरन्तरवच्छेद दादनुभवसिद्धं चैतदिति विवेचितमिदमन्या ॥७१॥
[ અંતરંગ સુખમાં બાહ્ય સુખનું જોડાણ ] તાત્પર્યાથઃ બહિરંગાવચ્છિન્ન એટલે કે બાહ્ય શરીરભાગ અને બાહ્યઇન્દ્રિયને આશ્રયીને ઉત્પન્ન થતું, પુષ્પમાલા-ચંદનવિલેપન-વનિતાસંગ ઇત્યાદિ બાહ્ય સામગ્રી જન્યસુખ, માનસિક પરિણામ સ્વરૂપ સુખના પ્રવાહમાં ભળી જઈને એકપ્રવાહરૂપ બની જવાથી તદાકાર પરિણું મને ધારણ કરે છે. ઘણાં દૂધમાં ડું પાણી ભળી જાય તો તેની પૃથગૂ ઉપલબ્ધિ થતી નથી. પરંતુ રૂપ-રસ વગેરે બધી રીતે હૃધ રૂપે જ પીવામાં આવે છે, અર્થાત્ દ્વધરૂપે જ પરિણમી જાય છે. જો કે પરમાર્થગ્રાહી નિશ્ચયનયના મતે ત્યાં પણ દૂધ જુદું છે અને પાણી જુદું છે; તેમ બાહ્યસુખ અને આંતરિકસુખ અલગ અલગ જ છે. એક જ આધારમાં બને ભેગા થઈ જવા છતાં પણ જેમ રૂપ અને રસનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે તે જ રીતે બાપુખ અને આંતરસુખ પણ ભિન્ન ભિન્ન જ હોય છે. છતાં પણ ઘણા અંશે સરખાપણું હોય ત્યારે એતાના વ્યવહારમાં પણ કેઈ દેષ નથી. અર્થાત્ બાહ્યસુખ અંતરસુખમાં ભળી જઈને તદાકાર બની જાય છે તેમ કહેવામાં કઈ બાધ નથી.
પ્રશ્ન -એક જ આશ્રય આત્મામાં પરસ્પર વિરુદ્ધ બાહ્યગુખ અને આંતરિક સુખનું સમાનકાળે અવસ્થાન કઈ રીતે હોઈ શકે ?
[બાહ્ય-અંતરંગ સુખનું સહાવસ્થાન અવિરૂદ્ધ] ઉત્તરે -જેમ એક જ આશ્રયરૂપ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ કપિગ અને મૂળભાગની અપેક્ષાએ કપિસોગાભાવનું એક જ કાળે સહાવસ્થાન અવિરુદ્ધ છે, એ જ રીતે બાહ્ય ઈન્દ્રિયાદિની અપેક્ષાએ એક જ આત્મામાં બાહ્યસુખ અને અન્ત:કરણ (મન)ની અપેક્ષાએ અંતરસુખનું સહાવસ્થાન એક જ કાળમાં હવામાં કોઈ વિરોધ નથી. તીર્થકર વગેરેની મધુર દેશનાના શ્રવણેન્દ્રિય સંબદ્ધ આત્મપ્રદેશ દ્વારા શબ્દગત માધુર્યનાં સંવેદન સ્વરૂપ બાહ્યસુખ પણ અનભવાય છે. આ વિષયમાં વિશેષ સ્પષ્ટીકરણ અન્ય ગૃપમાં કરવામાં આવ્યું છે. ૭૧ાા