________________
૧૪૪
ઉપદેશરહસ્ય ગાથા-૬૦ बन्धविश्रान्तचित्ततयाऽत्युत्कटपरिणतिकत्वेनेतरसुखातिशायि, तथा अनधीनं-अपरायत्त निरन्तरस्वपरिणतिधारापतितत्वादित्थमपीतरकारणस्पृहौत्सुक्याभावादितरसुखातिशायित्वमव्याहतम् । तथा अप्रतिपक्षं, दुःखोपनिपातेऽपि स्वभावभावनाबलेनान्तरव्याह तत्वात् , इत्थमप्यन्यातिशायित्वं स्पष्टमेव । कस्येत्याह-सम्यादृष्टेः प्रशमवतोऽनन्तानुबन्धिविलयप्रादुर्भूतप्रशमगुणभाजः ॥६९।।
તાત્પર્યાથ:- જે સુખ આત્માના અંતરંગ સ્વચ્છ પરિણામ વિકૃત થયા વિના અનુભવાય તે સુખ સ્વાભાવિક કહેવાય. અનંતાનુબંધી કષાયને વિલય થઈ જતાં સમ્યગદષ્ટિ બનેલા આત્માને પ્રશમગુણની સુવાસ પથરાઈ જાય છે. ત્યારે આત્મસ્વરૂપનું નિર્ભેળ દર્શન થાય છે. તેમાં સકલ પરદ્રવ્યથી વિલક્ષણરૂપે માત્ર સ્વસ્વરૂપની જ અનુભૂતિ હોય છે. તેમાં અન્ય કઈ વેદનીય વિષયને અનુભવનું મિશ્રણ હોતું નથી. આવા પ્રકારના આત્મદર્શન માટે મુમુક્ષુ આત્માઓની તીવ્ર ઝંખના હોય છે. ગ્રન્થી ભેદાઈ જતાં સમ્યગ્દર્શનના પ્રગટીકરણ સાથે જેની ઝંખના હતી એ આત્મદર્શન પ્રગટ થવાથી પૂર્વે ક્યારેય ન અનુભવ્યું હોય તે અપૂર્વ અને સ્વાભાવિક આનંદને પ્રાદુર્ભાવ થાય છે. અપૂર્વઆનંદની અનુભૂતિમાં મીન=મસ્યનું ઉદાહરણ સુંદર છે; એકાંત જંગલમાં ચારેબાજુ ગીચ ઝાડીની વચમાં એક સરોવર રહેલું છે. સ્થળચર પ્રાણીઓની અવરજવર ન હોવાથી પાણીની સપાટી પર લીલ અને સેવાળના થરના થર બાઝી ગયા છે. સરોવરના ઊંડા પાણીમાં સ્વછપણે એ જળચર પ્રાણીઓ સ્વૈરવિહારની મઝા માણી રહ્યા છે. એકવાર પૂર્ણિમાની રાત્રે ચંદ્ર સોળેકળાએ ખીલ્ય છે. અચાનક વૃક્ષ ઉપરથી એક નાનું ફળ સરોવરમાં તૂટી પડયું. સેવાળના થરમાં બાકેરું પડયું. નીચેથી પસાર થઈ રહેલા એક માછલાની તે બાકેરા તરફ નજર ગઈ. બકરામાંથી ડેકું બહાર કાઢતાની સાથે જ પ્રવે ક્યારેય ન જોયેલા સોળે કળાએ ખીલેલા પૂર્ણચંદ્રના અભુત દશ્યને જોઈને હૈયું નાચી ઊઠયું, અપૂર્વ આહૂલાદ પ્રગટે. મિથ્યાત્વના પડળમાં બાકોરું પડતાં સમ્યગૂદષ્ટિ આત્માને પણ આના કરતાં કેઈ ગુણ ઊંચે આત્મચંદ્રશનને આનંદ અને આહ્લાદ પ્રગટ થાય છે.
[આત્મદર્શનના સુખની શ્રેષ્ઠતા-ઉત્તમતા] આ આત્મદર્શનનું સુખ બીજા ભૌતિક સુખ કરતા ચઢિયાતું હોય છે, કારણ કે તે સુખની અનુભૂતિકાળે મુમુક્ષુ આત્માનું ચિત્ત માત્ર એક આત્મામાં જ પ્રતિબદ્ધ=તલ્લીન થઈ ગયું હોય છે. જાણે કે અનાદિકાળના પર દ્રવ્યમાં કરેલા પરિભ્રમણથી થાકીને આત્મશ વિશ્રામ ન કરી રહ્યું હોય ! વળી, તે કાળે આત્માની શુભ પરિણતિમાં પણ ઉત્કટતા–તીવ્રતા આવે છે. મિથ્યાષ્ટિને ભૌતિક સુખના અનુભવકાળે આત્માની અશુભ પરિણતિરૂપ વિના ઉત્કટ હોવાથી તે સુખના અનુભવમાં જોઈએ તે રંગ જામતો નથી. જ્યારે આત્મદર્શન જનિત સુખાનુભવમાં તે વિન ન હોવાથી નિર્ભેળપણે તેને આનંદ અનુભવી શકાય છે.
વળી, આત્મદર્શન જનિત સુખ અપરાધીન હોય છે. આત્મામાં અવિચ્છિન્નપણે વહેતી સ્વચ્છ અને સ્વાભાવિક પરિણામોની ધારામાંથી અન્ય કારણુનિરપેક્ષપણે પ્રગટ થતું હોવાથી આ સુખ સંપૂર્ણ પણે સ્વાધીન હોય છે. આ રીતે સુખના અન્ય કારણો, ભૌતિક સામગ્રીની ઝંખના અને વરા-ઉસુકતા રૂપ વ્યાકુળતા ન હોવાથી અન્ય ભૌતિક સુખ કરતાં આ સુખનું ચઢિયાતાપણું અબાધિત રહે છે.