________________
ઉપદેશ ૧૮-સમ્યગુદષ્ટિ-મિથ્યાદષ્ટિના સુખદુઃખને વિચાર
- ૧૪3
સમ્યગદષ્ટિને પણ તીવ્ર અરતિ થાય પણ એય મિથ્યાદષ્ટિ જેવી પ્રબળ તે નહિ જ, કારણ કે અરતિ વગેરે નોકષાય કષાયોના અનુગામી હોય છે. અનંતાનુબંધી કષાય સમ્યગદષ્ટિને ન હોવાથી તદનુગામી અરતિ પણ ન હોય તે સ્વાભાવિક છે.
મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અભિશાપ સ્વરૂપ છે.] વળી, સમ્યગદષ્ટિનું જ્ઞાન સમ્યગ જ્ઞાન સ્વરૂપ લેવાથી સમ્યગુજ્ઞાનમૂર્તિ આત્મા ઈષ્ટ વિષયના સંપર્કથી સુખરૂપે જ પરિણમે જ્યારે મિથ્યાષ્ટિનું જ્ઞાન ગાઢ અજ્ઞાન સ્વરૂપ હોવાથી અજ્ઞાનમૂર્તિ મિથ્યાદષ્ટિ આત્મા ઈષ્ટ વિષયના સંપર્કમાં પણ દુઃખ રૂપે જ પરિણમે તેમાં શું આશ્ચર્ય ! ? જેવું ઉપાદાન તેને અનુરૂપ જ તેને પરિણામ હોય. ઉપદેશપદ શાસ્ત્રમાં
“મિથ્યાદષ્ટિને કેઈપણ વિષયનું સમ્યગ્રજ્ઞાન હોતું નથી. તે ન હોવાના કારણે તેના ભોગ પણ અંધ પુરુષના ભાગ તુલ્ય છે.” પૂર્વાચાર્યોએ (શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ વગેરેએ વિશેષા. ભાષ્ય વગેરેમાં કહ્યું છે કે-(૧) મિથ્યાષ્ટિને સત્પદાર્થ અને અસત્ પદાર્થ મળે તફાવતનું ભાન ન હોવાથી, (૨) તેનું જ્ઞાન ભવવર્ધક હોવાથી, (૩) દરેક વિષયનું જ્ઞાન મનફાવતા ઢંગનું હોવાથી અને (૪) (વિરતિરૂ૫) ફળને ઉગમ ન હોવાથી મિથ્યાષ્ટિનું સઘળું જ્ઞાન અજ્ઞાન છે.”
શંકા - મિથ્યાષ્ટિનું જ્ઞાન તો સદોષ અવધારણ (એકાન્ત) ગર્ભિત હોવાથી વિપરીત કહેવામાં બાધ નથી. પરંતુ તેના એન્દ્રિયક સુખમાં એકાન્તગર્ભિતતા અસંભવિત હોવાથી તેના સુખને વિપરીત કહેવાનું શું પ્રજન?
સમાધાન :- જેમ કેઈ એક પ્રસંગવિશેષમાં જ્યાં સુવર્ણના જ ઘટની અપેક્ષા છે, ત્યાં માટી જેવા હલકા દ્રવ્યથી બનાવેલ ઘડે હાજર કરવામાં આવે તે ઉદ્વેગકારક થાય છે, તેમ મિથ્યાદષ્ટિ જેવા અધમ આત્માનું સુખ પણ માટી જેવા હલકા દ્રવ્યના પરિણામ (ઘટ) સ્વરૂપ હોવાથી તેને વિપરીત કહેવું યથાર્થ જ છે. ૬૮ उक्तार्थपरिज्ञानार्थमेव सम्यग्दृष्टिसुखस्वरूपं निरूपयति
સિમ્યગૃષ્ટિનું સુખ સ્વાધીન-સહજ-અકથ્ય]. મિથ્યાદષ્ટિ આત્માનું ભોગસુખ પણ દુઃખરૂપ છે. જ્યારે સમ્યગદષ્ટિ આત્માને સૂક્ષમ પ્રશમ સુખનો અનુભવ છે, એમ કહી ગયા. એનું વધુ સ્પષ્ટીકરણ કરવા માટે સમ્યગદષ્ટિનું સુખ કેવું હોય છે તેની સુંદર રજુઆત શ્લોક-૬૯માં કરી છે...,
साभावि खलु सुहं आयसभावस्स दसणेऽपुव्वं । अणहीणमपडिववं सम्मदिहिस्स पसमवओ ॥६९॥
શ્લેકાર્થ – પ્રશમમગ્ન સમ્યગૃષ્ટિ આત્માને આત્મસ્વરૂપના દર્શનથી અનુભવાતું અપૂર્વ સુખ સ્વાભાવિક હોવાથી અપરાધીન અને વિપક્ષરહિત હોય છે. દા
___ स्वाभाविकं अविकृताभ्यन्तरपरिणतिप्रादुर्भूतम् खलु-निश्चये सुख आत्मस्वभावस्य दर्शने निखिलपरद्रव्यव्यावृत्तस्वत्वरूपस्य विगलितवेद्यान्तरानुभवे, अपूर्व प्रागप्राप्तजातीयं, सदा शैवलपटलाच्छन्नहृदजलचारिणो मीनस्य कदाचित्तद्विलये राकाशशांकदर्शनजनितसुखतुल्यम् । तद्धि तन्मात्रप्रति