________________
૧૨૬
ઉપદેશરહસ્ય ગાથા-૫૮ યદ્યપિ વ્યવહારથી સૂત્રગ અંગઉપાંગ વગેરે સૂત્રોના અભ્યાસરૂપ હોવાથી છેલ્લા અંતમુહૂર્તમાં ગ્રંથભેદ વગેરે મેક્ષેપગી અંતરંગક્રિયા સાધક મરુદેવી (પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની માતા)ને વ્યવહારથી સૂત્રગને સંભવ નથી. તે પણ નિશ્ચયનયથી અંતરંગ #પશમ સ્વરૂપ તેની સત્તા માન્યા વગર છૂટકે જ નથી. કારણ કે તેનું સાધ્ય શુકલધ્યાનરૂપ ફળ તેના વિના પ્રગટે જ નહિ અને આમ માનવામાં આવે તે જ “આદ્ય પૂર્વવિદા' (અધ્યાય ૯/સૂત્ર ૩૯) એ તત્વાર્થસૂત્રને ભાષ્યપાઠ સંગત થાય. એ સૂત્રમાં જણાવ્યું છે કે શુકલધ્યાનના પ્રથમ બે પ્રકાર ચૌદપૂર્વના જ્ઞાતા હોય તેને જ પ્રાપ્ત થાય. મરુદેવીને બાહ્યસૂત્રાભ્યાસ વિના પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ તેનાથી તેમને શુકલધ્યાનની પ્રાપ્તિનું અનુમાન સહજ થઈ શકે છે અને તવીથ ભાષ્યપાઠ મુજબ શુકલધ્યાનના આદ્ય બે પ્રકાર પૂર્વશાસ્ત્રના જ્ઞાન વિના અસંભવિત હોવાથી અંતરંગ યે પશમ રૂ૫ ભાવથી ચૌદપૂર્વનું જ્ઞાન જે તેમને માનવામાં ન આવે તો ઉપરોક્ત તત્વાર્થસૂત્ર ભાષ્યપાઠ અસંગત બની જાય. • આ વિષય સ્યાદ્વાદકલ્પલતા વગેરે ગ્રન્થમાં વધુ સ્પષ્ટ કર્યો છે. લેક ૬૦માં પણ તેનું કંઈક વિશેષ વિવરણ ઉપલબ્ધ થશે.
उक्तार्थे दृष्टान्तमाह-बालस्य बालभावे, यथा च तद्विगमे बालभावनाशेऽविकलतारुण्यप्राप्तौ, यथाहि-बालस्य बालभावेऽक्षरत्नादौ न विवेकः समुज्जम्भते, किन्तु विषयप्रतिभासमात्रमेव भवति 'किञ्चिदिदमित्यादि, तद्विगमे च तद्गतगुणदोषादिपरिज्ञानं हानोपादानफलं स्पष्टतरमुपलभ्यते, तथाऽभिन्नग्रन्थीनां द्रव्यश्रुतप्रतिभासमात्रमेव भवति असूक्ष्मप्रज्ञत्वात्, भिन्नग्रन्थीनां तु हानोपादानफलं विशेषविषयं तत्परिपूर्णमेवेति । तदिदमाह-उप. पद-३७३-३७४] * "विसयपडिहासमित्त बालस्सेवक्खरयणविसयंति । वयणाइमेसु नाणं सव्वत्थन्नाणमो णेयं ॥ भिन्ने तु इतो नाणं जहक्खरयणेसु तग्गयं चेव ॥ त्ति ॥ ५९।।
[મિથ્યાદૃષ્ટિને દ્રવ્યથી સૂત્ર જ્ઞાન બાળક જેવું] - ઉપરોક્ત વિષયને સ્પષ્ટ કરવા માટે બાળકના ઉદાહરણનું તાત્પર્ય નીચે પ્રમાણે છેશૈશવકાળમાં બાળકને અક્ષ (કડી) અને રત્ન વચ્ચેના તફાવતનું જ્ઞાન હોતું નથી. પણ “આ કંઈક છે” એવું વિષયનું ઝાંખુ જ્ઞાનમાત્ર હોય છે. તે જ બાળક જ્યારે તરૂણ (સમજણ) થાય છે ત્યારે અક્ષ અને રત્નના દોષ અને ગુણો વચ્ચેના તફાવતનું જ્ઞાન તેને ઉપલબ્ધ થઈ શકે છે અને તેથી કયું સંગ્રહાગ્ય અને કયું પરિત્યાગ યોગ્ય એ પણ તેને સમજતા વાર લાગતી નથી. એ જ રીતે સૂકમપ્રજ્ઞા ન હોવાના કારણે ગ્રંથભેદરહિત જીવોને દ્રવ્યથી સૂત્રોનું જ્ઞાન પ્રતિભા માત્ર સ્વરૂપ હોય છે જ્યારે ભિન્નગ્રંથી જેને સૂત્રાભ્યાસથી ત્યાજ્ય અને આદરણીયન ક્રમશઃ ત્યાગ અને આદરમાં પ્રવર્તાવે તેવું સવિશેષ પરિપૂર્ણ જ્ઞાન હોય છે.
ઉપદેશપદ-શાસ્ત્રમાં કહ્યું છે કે –
બાળકને અક્ષ અને રત્નના વિષયનું વિષય પ્રતિભા માત્ર સ્વરૂપજ્ઞાન હોય છે તેમ અભિન્નગ્રંથિ જીને પણ સર્વત્ર દ્રવ્યથતથી શબ્દાર્થમાત્રસ્વરૂપજ્ઞાન થાય છે, જે અજ્ઞાનતુલ્ય જ હોય છે.” ૩૭૩ * बिषयप्रतिभासमात्र बालस्येवाक्षरत्नविषयमिति । वचनादिषु ज्ञान सर्वत्राऽज्ञान ज्ञेयम् ॥
भिन्ने तु इतो ज्ञान यथाक्षरत्नेषु तद्गत चैवेति ।।